________________
૧૫
થતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજની આજ્ઞા અને મંગલ આશીર્વાદ મેળવી વિહાર કરીને. ભદ્રેસરની યાત્રા કરી અંજાર થઈ ગાંધીધામ આવ્યા.
મારવાડમાં એરણપુરા પાસે આવેલ વાંલી ગામના રહીશ પોરવાડ શ્રી બોરીદાસજી સંઘ લઈને ભદ્રેસર યાત્રાર્થે આવવાના હતા. તે સમયે સંઘપતિને માળા પહેરાવવા માટે માંડવી ઉપાધ્યાય શ્રીને વિનંતિ કરી પણ તેઓશ્રીની તબીયત બરાબર ન હોવાથી તેઓશ્રીએ શ્રીગુલાબ મુનિ ઉપર આજ્ઞાપત્ર લખી આપ્યું એટલે શ્રીબોરીદાસજીએ ગાંધીધામ જઈ શ્રીગુલાબમુનિને પૂ. ઉપાધ્યાયજી મહારાજને પત્ર આપી. ભદ્રેસર પધારવા નમ્ર ભાવે વિનંતિ કરી. પૂ. ઉપાધ્યાયજી મહારાજની આજ્ઞા અને સંઘવીની વિનંતિથી શ્રીગુલાબમુનિએ ગાંધીધામથી વિહાર કર્યો અંજાર થઈ ભદ્રેસર આવ્યા. સંઘવીએ સંઘના ભાઈ બહેનો તથા મુનિરાજની ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરીશ્રીગુલાબ મુનિજીએ સંઘવીને વિધિપૂર્વક માળા પહેરાવી. સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. ભદ્રેસરથી પાછો પાલીતાણા તરફ વિહાર કર્યો. મોરબી-રાજકોટ થઈ પાલીતાણા આવી પહોંચ્યા અને કલ્યાણભુવન ધર્મશાળામાં સ્થિરતા કરી.
ચાતુર્માસ પૂર્ણ થયે કોટાવાળા શેઠ શ્રીસોભાગમલજી મહેતાના આગ્રહથી સંઘ સાથે શ્રીકદંબગિરિની યાત્રા કરી. પછી તો પાલીતાણામાં સ્થિરતા કરવા ભાવના હતી પણ કચ્છભુજ નિવાસી સંઘવી હેમચંદ ભાઈ હીરાચંદ ભાઈએ દાદાવાડીમાં બંધાવેલ દહેરાસરની પ્રતિષ્ઠા નિમિત્તે તેમના પુત્ર શ્રી પુનમચંદ ભાઈ આદિ કુટુંબની તથા ભુજના શ્રીસંઘની આગ્રહ ભરી વિનંતી તેમજ પૂજ્યપાદ શ્રીઉપાધ્યાયજી મહારાજની આજ્ઞાને માન આપી શરીર વિહાર યોગ્ય ન હોવા છતાં ડોળીની સહાયથી આપ કચ્છ ભુજ પધાર્યા. અહીં ખૂબ ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. તબીયત નરમ તો હતી જ તેમાં તાપ આવ્યો અને અશક્તિ બહુ આવી ગઈ દવા આદિના સેવનથી તબીયત કંઈક સારી થઈ એટલે પાલીતાણામાં ગિરિરાજ ઉપર મૂળ ટૂંકમાં દાદાસાહેબની દેરીઓનો જીર્ણોદ્ધાર ફલોધી નિવાસી શેઠ પુનમચંદજી ગુલાબચંદજી ગુલેચ્છાએ કરાવેલ, તેની પ્રતિષ્ઠા નિમિત્તે તેમનો તથા શ્રી સંઘને અતિ આગ્રહ હોવાથી વિહાર કરીને આપ પાલીતાણા પધાર્યા. કલ્યાણભુવનમાં સ્થિરતા કરી. પ્રતિષ્ઠા ખૂબ ધૂમધામ પૂર્વક કરવામાં આવી આ પ્રસંગે શ્રીજિનદત્ત સૂરિ સેવા સંઘનું બીજું અધિવેશન પણ ખૂબ આનંદ પૂર્વક થયું તેમાં ઉલ્લાસ પૂર્વક ભાગ લીધો. અને