________________
[૧૨] મન માર્ગ સૂચક શકુન વિચાર
પ્રશ્નકર્તા જે સમયે પ્રશ્ન કરે, ત્યારે પહેલા લગ્ન શુદ્ધિ કરીને લગન કાઢવું.
તે સમયે મેષ લગ્ન હોય તે તેમને કહેવું કે તમને પ્રથમ ક્ષત્રિય મળશે. બકરીની જાતિનું પશુ સામે મળે. એક સ્થાન પર વિશ્રામ લેવાનું થાય.
વૃષભ લગ્ન પહેલા બળદ યા ગાય સામે મળે, બે સ્થાન પર વિશ્રામ લેવાનું બને.
મિથુન લગ્ન પહેલાં બાળક મળે, પછી અલકાર ધારણ કરેલ સ્ત્રી અને પુરુષ મળે, ત્રણ સ્થાન પર વિશ્રામ લેવાનું થાય.
કર્ક લગ્ન-પહેલાં જ મળે, પછી પુરુષ એક સ્થાને વિશ્રામ થાય
સિંહ લગ્ન પહેલા કૂકડે મળે, પછી પુરૂષ તેમ જ બિલાડી બે સ્થળ પર વિશ્રામ.
કન્યા લગ્ન-પ્રથમ સ્ત્રી મળે, પછી કન્યા, બે સ્થળ પર વિશ્રામ
તુલા લગ્ન વેત વસ્ત્ર ધારણ કરેલ સ્ત્રી અથવા પુરુષ સામે મળે, એક રથાન પર વિશ્રામ.
વૃશ્ચિક લગ્ન-પહેલાં ગાય, પછી પુરૂષ મળે, વિશ્રામ બે સ્થાન પર.
ધન લગ્ન-સુદર પુરૂષ સામે મળે, ત્રણ સ્થળ પર વિશ્રામ.
મકર લગ્ન-પહેલા સ્ત્રી, પછી બાળક અને તે પછી વિધવા સ્ત્રી મળે, એક વિસામે થાય.
કુભ લગ્ન-પાણી લઈને આવતી સ્ત્રી યા પુરુષ સામે મળે. મીન લગ્ન-બે પુરુષ સામે મળે વિશ્રામ ત્રણ સ્થાને.
વિભાગ પહેલે
૫૬ :