________________
જ્યારે મકર રાશિને ગુરૂ અને શનિ હોય, ત્યારે રૂમાં ૨૦ ટકા તેજી થાય અને મંગળ હોય ત્યારે રૂમાં ૧૨ ટકા મંદી થાય. અને બુધ હોય તો પાંચ ટકા મંદી થાય.
જ્યારે કુંભ રાશિનો મંગળ હોય, ત્યારે ચાંદી અળસી અને રૂમાં ૧૦ ટકા તેજી તથા ગુરૂ હોય, તે ૧૨ ટકા તેજી થાય અને શુક્ર હોય, તે રૂમાં પાંચ ટકા મંદી થાય.
અને ચન્દ્ર બુધ સાથે હોય ત્યારે ૧૦ ટકા મંદી થાય.
જ્યારે મીન રાશિને ગુરૂ હોય, ત્યારે ચાંદી, અળસી અને રૂમાં ૧૨ ટકા મદી આવે.
સૂર્ય, બુધ સાથે, હેાય તે ૧૫ ટકા મદી કરે. શુક્ર હોય ત્યારે પાંચ ટકા મદી કરે અને ચન્દ્રમાં હોય, તે ૬ ટકા મદી થાય
[૧૩] ગ્રહના ઉદયાત પરથી તેજી મંદી
જ્યારે સુદ પાંચમે શુક્ર, સેમ અને શનિવાર ઉદય પામે ત્યારે રૂમાં ૧૦ ટકા તેજી થાય.
જ્યારે સુદ છઠ ગુરૂ તથા સુદ દશમે રવિ અખંડ હોય, ત્યારે રૂમાં ૧૦ ટકા તેજી થાય.
જ્યારે સુદ છઠ ઘડી બેની અંદર હોય ત્યારે ચાંદી, અળસી અને રૂમાં ૧૫ ટકા તેજી થાય.
જ્યારે વદ છઠનો ક્ષય હોય ત્યારે રૂમાં ૧૫ ટકા તેજી આવે.
જયારે પંચક ગુરૂ કે શુક્રવારે બેસે ત્યારે રૂમાં પાંચ ટકા તેજી થાય,
જ્યારે શુકને પૂર્વમાં અસ્ત થાય, ત્યારે રૂમાં ૧૫ ટકા મંદી આવે.
જ્યારે શનિનો પૂર્વમાં ઉદય થાય, ત્યારે રૂમાં ૧૦ ટકા મંદી થાય. જ્યારે પશ્ચિમે અસ્ત હોય, ત્યારે ૬ ટકા મંત્રી થાય. ત્યારે મંગળને અસ્ત હોય ત્યારે રૂમાં ૧૨ ટકા મંદી આવે.
: વિભાગ પહેલે