________________
૧૫૬
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર તો કાલે મારે ત્યાં, એમ સમજી લે.” હું ય કહુ છું “આજે તમારે ત્યાં, તે કાલે બીજાને ત્યાં!”
સ્યાદવાદને જીવનમાં ઉતારી ભિન્ન ભિન્ન પ્રસંગમાં ઉપસ્થિત થતી સ્થિતિ પ્રત્યે એગ્ય ન્યાય આપતાં શીખે. - બીજાને ત્યાં મૃત્યુ છે, આપણે ત્યાં નથી? બીજાને કહીએ કે “સમતા રાખવી જોઈએ, મૃત્યુ કર્માધીન વસ્તુ છે,” બીજાની આવી સ્થિતિ થયા પછી આપણે ત્યાં પ્રસંગ આવે તે તે વખતે શું થાય? શુ એ સ્થિતિને અસહ્ય માની આપણા જીવનમાં શેક? શા માટે? દુઃખ બીજાને ત્યાં હોય તો આપણે ત્યાં પણ હેય. બીજના પ્રસંગમાં સમતાની શિખામણ દેનાર આપણે તે આપણે ત્યાં પ્રસંગ હોય ત્યારે પણ સમતા જ રખાય.
સુરેન્દ્રદત્તના દિલમાં માતા પ્રત્યે પ્રેમ છે, તેમ જીવેના પ્રત્યે પણ પ્રેમ છે. માટે કોઈ જીવને વધ નહિ કરવાને, ને સાથે માતાને પ્રેમ છે માટે આત્મભેગ આપવાની પૂર્ણ તૈયારી રાખવાની, આ નિર્ધાર છે. એનું નામ તે પ્રેમ કહેવાય. “મા તું બહુ ગમે છે,”—કહે, ને મા કહે કે “પાણી લાવ,” તે કહે પગ દુખે છે!” આ પ્રેમ છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org