________________
૧૭૬
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર અનીતિ, અપ્રામાણિક્ત કર્યો જવી છે, વિષયેની ભૂખ જોરદાર છે, ધનની મૂછ ભારે છે, ગુસ્સે, અભિમાન, કપટ, લોભ છેડવા નથી, પછી એલો માંસત્યાગ ઊંચા લાભ ક્યાંથી બતાવી શકે?
ત્યારે શુ માંસત્યાગની પણ પક્કી ટેક છે? ગમે તેવી બીમારીમાં, ગમે તેવા રોગમાં પણ કૅડલિવ ઓઈલ, લિવર એસટ્રેકટ, વગેરેનાં ઇજેકશન, ઈત્યાદિ કાંઈપણ ન ખપે એ ૬૮ નિર્ધાર-પ્રતિજ્ઞા છે ? માંસાહાર ભયંકર, તો પછી રાત્રિભોજનમાં રાતે ઊડવાના સ્વભાવવાળાં કઈ જતુ ભજન ભેગાં આવીને ચવાઈ ખવાઈ જવાનો સંભવ છે, માટે રાત્રિભેજન ન જ ખપે, “લાખ ની કમાણી જતી કરીશ, પણ રાત્રિભેજન નહિ જ કરું, ” આ ટેક છે? અલબત્ત માંસત્યાગને પુણ્યલાભ જરૂર મળશે, પણું સાથે રહેલાં બીજા પાપે પણ એનાં અપરંપાર અનિષ્ટ ફળ દેખાડયા વિના નહિ રહે.
માટે જ ધમી જીવે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ધર્મસાધના લાભ જરૂર આપશે, પણ એ લાભ બીજા અનર્થોથી
લુષિત ન થાય એટલા માટે મૂળમાં અનર્થ-સર્જક પાપદુષ્કૃત્ય, મલિન ભાવનાઓ, કષાયે, વગેરેથી દૂર રહેવું. માતાના દક્ષિણ્યથી કલ્પિત માંસભક્ષણ:
સુરેન્દ્રદત્ત માંસાહારના દેવ અને એના ત્યાગના ગુણ બતાવ્યા એટલે માતા એને સ્વીકાર કરવાને બદલે ઝટ કહે છે,
અરે ભાઈ! આ બધી વિચારમાં ક્યાં ચઢયો? મૂક હવે એ વિચારવું. તે તો મારું વચન પાયું જ છે. તે હવે એ વિચારવાથી શુ? વળી આ કાંઈ સાચેસાચ માંસ નથી. આ તે લેટ છે, માત્ર એમાં માંસની કલ્પના છે, ત્યાં શું કામ આકળે ઉતાવળે થાય?”
ચશેધર મુનિ ધનકુમારને કહે છે, મેં ત્યારે એ પણ માનું વચન સ્વીકારી લીધું અને તે પ્રમાણે શ્ય. અર્થાત કહિપત માંસ ખાધું. એમાં એના પર મેં અશુભ સાનુબંધ કર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org