Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 364
________________ મસ્ય અને સુંસુમાર ૩૫૫ આ જમનાં પાપને પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્તવિધિ અહી નહિ કરીએ તો ચાલશે, આવતા જન્મમાં કરી લઈશુ.' આવું મનમાં લાવતા નહિ, કેમકે આવી વૃત્તિથી પાપ પ્રત્યે તિરસ્કાર અને શુદ્ધિકરણની રુચિ ઊડી જાય છે, તેથી ભાવી ભવમાં પા૫જુગુપસા, પશ્ચાત્તાપ વગેરે જાગવા જ મુશ્કેલ છે. એ સ્થિતિમાં પછી પાપનુબંધ દીર્ઘકાળ ચાલ્યા કરવાના ! ત્યાં જીવના પાપરક્તતા અને દુઃખમમ્રતામાં કેટલા બેહાલ? માટે વર્તમાન જીવનના કેઈ પણ પાપને પશ્ચાત્તાપ-આલોચના-પ્રાયશ્ચિત્ત વિનાના રહેવા દેવાને સ્વને ય વિચાર લાવતા નહિ; નહિતર નિશ્ચિત કર્મબંધમાં ફસાવું પડશે. આત્મ-જીગુસા દયાનમાં આ રાખવાનું છે કે જેના પ્રાચાર્ટર સ્વીકારની બુદ્ધિ નથી થતી એ પાપે ગાઢ અનુબંધવાળા, નિકાચિત સ્વરૂપવાળા અને અનંત સંસારે નામશેષ થનારા તરીકે શાસ્ત્ર કહે છે. એ સૂચવે છે કે જે પાપ પૂર્વભવમાં આપણે કેવા કેવા સ્વરૂપે સેવ્યાં એની ચેકસ ખબર નથી, પરંતુ અહી એને વસવસે અને ભય ઊભા થાય છે કે “અરેરે ! પૂવે મેં આવાં આવાં પા૫ સેવ્યાં હશે તે? હું કેટલો નીચ, અધમ, અને કર્મથી ભારે! મને હવે મારાં નિશ્ચિત કે સંભવિત પાપાચારણ, યાને દુગુણ-દુષ્કૃત્યો પ્રત્યે અને એવું આચરનાર મારી જાત પ્રત્યે ભારેભાર વજુગુપ્સા થાય છે, ઘણું આવે છે, બળતરા રહ્યા કરે છે. ઈચ્છું છું કે એ પાપ અને પાપબુદ્ધિ સદંતર નાશ પામે” ... આવું મનમાં કુરે અને મેગ્ય પ્રાયશ્ચિત્ત-વિધિ કરવા મન થાય તે સમજી શકીએ કે પૂર્વનાં પાપોનો અનુબંધ સેપક્રમ કર્મવાળો છે, નિરુપકમકમ કે જેનું પૂછડું અનત સંસાર સુધી ચાલવાનું છે એનાં પાપકર્યો માટે તો પ્રાયશ્ચિત્ત સ્વીકારની બુદ્ધિ જ નથી થતી. એટલે જો એ બુદ્ધિ થાય છે તે મુંઝાવાની જરૂર નથી કે, “શું થશે ! પૂર્વનાં જંગી પપના મારાથી શું ઉદ્ધાર થાય!”.આવી મુંઝવણ, નિસાસો કે હતાશપણું લાવવાની જરૂર નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394