________________
૩૬૬
શ્રી સમરાદિત્ય . યશોધર મુનિ ચરિત્ર કે એના પર ફોગટના રાગદ્વેષમાં સળગીએ છીએ; ફાલ વ્યાકુલ થઈ આ દયાનમાં ચઢીએ છીએ અનેક કુવિકલ્પ ફોગડિયા કરીએ છીએ, માનવવનને કિંમતી સમય સુંદર વિચારેભાવનાઓ-ચિંતનમાં લેખે લગાડવાને બદલે આ સંકલેશમાં માત્ર બરબાદ નહિ પરંતુ નવા અનર્થ ઉભા કરવામાં ખરચી નાખીએ છીએ.
જે અહી કમવિટંબણાને ખ્યાલ કરીએ તે મનને એમ થાય કે આજે કાંઈ અશુભ બન્યું એ પૂર્વ કર્મની વિટંબણા છે. કર્મ ની કેવી જોહુકમી છે કે સ્વરૂપે સારા પણ જીવને વિડળે છે! એ વિટંબણા ભલે જ્ઞાનાવરણયાદિ કર્મની છે, વેદનીય કર્મની હે કે મેહનીય કર્મની હે યા અંતરાય કમની છે, પરંતુ જે કર્મની વિટંબણમાં જીવ પીડાય છે તે ત્યાં જીવની માત્ર દયા જ ચિતવવા જેવી છે. કોઈ રાગ-દ્વેષ કે ઈર્ષો તિરસ્કાર શા સારૂ કરવા? દયા એ ચિતવવી કે, “જીવ બિચારે પાપથી અને કર્મથી છૂટે તો સારૂ !” કે એ પીડાઈ રહ્યો છે! એની પીડા દુર થાએ, એને સદબુદ્ધિ મળશે.'
એમ પિતાની જાત માટે પણ એ વિચાર આવે કે, “મારાં કર્મ મારી વિટંબણું કરી રહ્યાં છે! પણ કરે જ ને? પા૫ કરતાં મેં ક્યાં પાછું વાળીને જોયું છે ? આંખ મારીને, પાછું વાળીને જોયા વિના મિઠાઈ ખાઈથે રાખી તે મંદવાડ આવે જ, એમ અઢળક પાપાચરણની પાછળ કમવિટબણ આવે જ. એમાં કોઈને દેષ દેવાની જરૂર નથી કે સંકલ્પ-વિકલ્પ કે રાગદ્વિપમાં પડવાની જરૂર નથી. માટે તે જે બને તે તટસ્થભાવે જોયા કરવાનું. માનવાનું કે જેમ તાવની પીડાથી અંદરના દોષ બળી જાય છે, તેમ કર્મની પીડાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે.”
બસ, અજ્ઞાનતા અનર્થ અને કર્મની ટિળા પર અવરનવર ચિંતન-મનન કરતા રહેવાય તે વિચારસરણી શુદ્ધ થતી આવે છે, આડાઅવળા વિકપ અને રાગ-દ્વેષાદિ દોષ ઓછા થતા આવે છે.
હવે અજ્ઞાન રહયુ, જ્ઞાન માર્યું એટલા માત્રથી ક્ષય નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org