Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 385
________________ ૩૭૬ શ્રી સમરાદિત્ય - યશોધર મુનિ ચરિત્ર અભાવ થશે. સારી દેખાતી લેસ્થામાં છુપી દુષ્ટતા લેખ્યા બહુ નાજુક વસ્તુ છે, એ ક્યાં કયાં બગડે છે એ સમજી લેવા જેવું છે, કેમકે કેટલીકવાર આપણે સમજતા હોઈએ છીએ કે “લેખ્યા આપણી સારી વતી રહી છે. છતાં વસ્તુસ્થિતિએ એ બગડી હોય છે. દાખલા તરીકે જુએ કે તમે ભગવાનના દશન કરવા જઈ રહ્યા છે ત્યાં તમારી આગળ બીજા દશનાથી જઈ રહ્યા છે. હવે જે તમને મનમાં એમ થયું કે, “લાવ જરા ચાલાકીથી પેલાની આગળ નિકળી જાઉં અને બે મિનિટ વહેલાં દશન કરૂં” તે ત્યાં જે ચાલાકી વાપરવાનું મન થયુ એ દિલની લેખ્યા બગડી ગણાય, કેમકે એ માયા છે. આચારાંગ સૂત્રમાં એવો પ્રસંગ મૂક્યો છે કે મુનિ ભિક્ષાર્થે કેઈ ગૃહસ્થના ઘર તરફ ગયા, આગળ બીજા સન્યાસી, બ્રાહ્મણ વગેરે ત્યાં જતા હોય, ત્યાં જે મુનિને એમ વિચાર આવે કે, હુ હોશિયારીથી પેલા ભિક્ષુઓની આગળ પહોંચી જાઉં,” અને તેમ કરે તો તે મુનિ માટે અગ્ય છે; કેમકે તે માયા સ્થાન છે. મુનિને માટે ઇતર ભિક્ષુકેની દષ્ટિએ પણ જે આમ કહ્યું છે તો બીજા મુનિએની અપેક્ષાએ તે તેમ કરવું એ તે માયાસ્થાન છે જ–ત્યારે શ્રાવકને બીજા દશનાથી શ્રાવકની દષ્ટિએ ચાલાકીથી આગળ નિકળી જવાની લેખ્યા અને પ્રયત્ન કેમ માયા સ્થાન નહિ ? લેગ્યા બગડડ્યા વિના આમ કરવાનું મન થાય નહિ. હાં, આગળવાળાને સમજાવીને આગળ જાઓ તો માયાથી બચાચ, આ તે દશન માટે અને સુમ ટિની માયાની વાત થઈ, ત્યારે જ્યાં દુન્યવી લાભ માટે અને મેટા રૂપમાં માયા થાય ત્યાં પાપલેગ્યા કેવી ભારે હોય એ વિચારી લો. તેમ એ પણ વિચારે કે ડગલે ને પગલે સદની, માયાની વગેરે કેવી પાપલેખ્યા ચાલી રહી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394