________________
૨૮ ૯
શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર
નાથના પ્રભાવે જ થશે,- આ શ્રદ્ધા અને પ્રાર્થના એવું જેમ લાવે છે, અને એવું અરિહંત પ્રભુનું શરણ લેવરાવે છે કે એનાથી વિદનભૂત પાપને વિધર્વસ થઈ જવાના યોગે દુષ્કૃત્ય-વિચારે અટકી જાય છે, એનાથી બચાય છે. પચસૂત્રકાર મહર્ષિઆ આશ્વાસન આપે છે, આ સત્ય સમજાવે છે.
માટે જ, લેશ પણ દુષ્કૃત્ય, દુર્વિચાર રહે ત્યાં સુધી અથાગ શ્રદ્ધાથી અરિહંત પ્રભુનું શરણ લે અને પ્રાર્થના કરે
કે જેથી આ પાપમાંથી મુક્તિ મળે. મેટા ગણધર મહારાજ જેવાએ પણ કહ્યું છે, ત્યારે આપણા માટે તો પૂછવાનું જ શું?
જુએ નમેન્થર્ણ, ” “તિસ્થયરા છે પસીયતુ', “સમાવિરમુત્તામંદિંતુ,” સિદ્ધા સિદ્ધિ મમદિસંતુ, “ધમે વ49, ધભુત્તર વઢઉ' વગેરે વારંવાર બલવાના છે. એ ગણધર મહર્ષિનાં વચન છે. તે પ્રાર્થના વારંવાર કરવાની કેટલી અગત્ય છે? માટે જ,
પ્રાર્થના તે પરમ ઉપાસના છે. અલબત્ત એનાથી વાતરાગને રીઝવવાની વાત નથી, કેમકે એ રૂઠેલા છે જ નહિ, અપ્રસન્ન છે જ નહિ, પરંતુ પ્રાર્થના દ્વારા આપણું શુભ આશંસા વ્યક્ત થાય છે. એ સુંદર પ્રણિધાન સજે છે અને પ્રણિધાન એ સિદ્ધિને પહેલે ઉપાય છે. માટે પ્રાર્થના દિલના દર્દી સાથે વારંવાર કરે.
પ્રાર્થના કેવી રીતે કરવી ? (૧) મૂતિને મૂતિ સમજીને નહિ પણ જીવંત ભગવાન બિરાજેલા સમજી પ્રાર્થના કરે.
(૨) મૂર્તિ સામે ન હોય ત્યારે પણ મનમાં સમવસરણસ્થ ભગવાન લાવે અને પ્રાર્થના કરે.
(૩) પ્રાર્થના દિલના ભારે દર્દી સાથે કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org