Book Title: Veer Rammurti Author(s): Kumarpal Desai Publisher: Balbharti Trust View full book textPage 7
________________ વીર રામમૂર્તિ માયકાંગલા, રખડેલ અને રોગિષ્ટ છોકરા પર કોને પ્રેમ હોય ! પણ મા તે મા ! આ નબળા બાળક પર એનો અધિક પ્યાર વરસે ! આવા બાળકને મા ઉપરાઉપરી કપડાં પહેરાવી નિશાળે મોકલે, પણ ખો-ખો કરવામાંથી નવરું પડે તો ભણે ને ! કોઈ વાર આ બાળક અડધે રસ્તે રહી જાય. કોઈ પુરાણી કથા કરતા હોય તો સાંભળવા બેસી જાય ! એને રામાયણ સાંભળવું બહુ ગમે. મહાભારત સાંભળતાં તો થાકે જ નહિ... પણ એને જોઈ સહુ કહે “આ ખો-ખો શું સાંભળવા બેઠું હશે !” બાપ પોલિસ જમાદાર. એવા ખડતલ જીવન જીવતા માણસને તો આ બાળક પર રહેમ આવે. ઊછર્યું ત્યારે સાચું, એમ કહે. કેટલાંક રોગિયાં-સોગિયાં છોકરાંમાં અમુક ખાસિયત હોય છે. આ બાળકમાં પણ એવી એક ખાસિયત હતી. ક્યાંય ઝગડો ચાલતો હોય તો ત્યાં જઈને ઊભો રહે. આંધ્રના વેલોર શહેરમાં અંગ્રેજોની લશ્કરી છાવણી * આનો અર્થ છે “વીરોની નગરી' .Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42