________________
વીર રામમૂર્તિ
૯
માએ બોલવાના જોરથી ખાંસી ખાતા બાળકના મુખને પ્યારથી ચૂમી લીધું ! એ દિવસે જમતી વખતે માએ નાના રામમૂર્તિના ભીષ્મનિર્ણયની સહુને વાત કરી. બધા ખૂબ હસ્યા, પણ એ દિવસથી દમિયલ રામમૂર્તિ ગંભીર અને ઠાવકો બની ગયો. કદીક સાગરના કિનારે એ ફરવા નીકળતો અને એને હનુમાનનો મેળાપ થતો. હનુમાને જેમ સીતા માતાને બચાવ્યાં એમ ભારતમાતાને ઉગારવા પ્રાર્થના કરતો. શરીર નિર્બળ પણ કલ્પના ઘણી સમર્થ. ભારતના વીર પુરુષોનાં ચિરત્રોથી એનું અંતર ધબકતું હતું. વીર પુરુષોનાં ભવ્ય પરાક્રમોની ગાથાથી એનામાં અડગ મનોબળ કેળવાતું હતું. એક દિવસ એ કચ્છ લગાવીને સિપાઈઓના અખાડામાં પહોંચી ગયો, મજબૂત મનોબળ સાથે બળવાન બનવાનો નિશ્ચય કર્યો.
એણે કસરત કરવી શરૂ કરી. શરૂઆતમાં શરીર સાથ ન આપે. ખાંસી મોં જ બંધ થવા ન દે. કસરત આકરી લાગવા માંડી. ક્યારેક થાકને લીધે અધવચ્ચે જ કસરત છોડી દેવાનો વિચાર કર્યો. ક્યારેક શરીરે સાથ ન આપતાં રડી પડવા લાગ્યો. એક વાર તો આ છોકરાએ વિચાર કર્યો કે આના કરતાં તો મરવું બહેતર છે.
એ આપઘાત કરવા ગયો પણ ખરો પણ અંતરમાંથી અવાજ આવ્યો : “અરે ! ભીમ અને ભીષ્મનો ભાઈબંધ