________________
વીર રામમૂર્તિ
૩િ૫) ભારતવાસીઓના અંતરમાં એમણે અનેરું સ્થાન મેળવ્યું અને તાકાતની પોતાની ઈજારાશાહીનાં ગુણગાન કરતા અંગ્રેજોનાં પાણી ઉતારી દીધાં.
પોતાનું આખુંય જીવન તેઓએ પોતે જ ઘડ્યું. એમનું શિક્ષણ પણ એટલું જ સીધું, સચોટ અને ગરબડ વિનાનું હતું. ઉચ્ચ વિચાર અને સાદી રહેણીકરણી એમનામાં જોવા મળતાં હતાં. મોટાઈનો દંભ કે ખોટા આડે પાસે કોઈ સ્થાન નહોતું.
લોકમાન્ય ટિળકની પાસેથી એમણે સ્વરાજ્યની મંત્રદીક્ષા લીધી. ગુલામીની કારમી જંજીરોમાં ફસાયેલા દેશને નિર્માલ્યતા ખંખેરવા માટે રામમૂર્તિએ ઠેર-ઠેર ફરીને હાકલ કરી –
“દેહમાં તાકાત તો દેશમાં તાકાત. જેનો આત્મા બળ વાન એ વ્યક્તિ બળવાન. જીવનમાં નિષ્ઠા અને વલણમાં એકાગ્રતા હશે તો અશકય પણ શક્ય બનશે.”
રામમૂર્તિના આ સંદેશે દેશના તરુણોમાં નવચેતનનો સંચાર કર્યો. એમની ભાવનાઓએ સૂતેલાઓનાં હૈયાંને ઢંઢોળી નાખ્યાં. એમની તાકાત કેટલાંય કિશોર અને કિશોરીઓ માટે આદર્શ બની ગઈ. રામમૂર્તિએ શારીરિક તાલીમ આપવા માટે એક અભ્યાસક્રમ પણ ઘડયો હતો.