Book Title: Veer Rammurti
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Trust

View full book text
Previous | Next

Page 38
________________ વીર રામમૂર્તિ એમણે એક અનુપમ યોજના ઘડી અને હિંદુસ્થાનની વિદ્યાપીઠોમાં એ દાખલ કરવા માટે પ્રયત્ન કર્યો. જીવનની પાછલી અવસ્થામાં પગ ભાંગી ગયો હતો, કાયા નબળી પડી હતી, કયારેક માંદગી ઘેરી વળતી હતી. ભલભલા મહારથીને માત કરે એવા એમના “મસલ્સ” કમજોર બન્યા હતા છતાં તન પર ભલે ઘા પડ્યા પણ મન તો એટલું જ અડગ અને ઉત્સાહી હતું. દઢ ઈચ્છાશક્તિ અને એકાગ્ર સંકલ્પશક્તિ સહેજે ક્ષીણ બની નહોતી. નવજુવાનોને હાકલ કરતા રામમૂર્તિમાં એમના અણનમ વ્યક્તિત્વનો પ્રબળ ટંકાર સંભળાતો હતો. ભારતવર્ષના ભૂતકાળની વીર વ્યક્તિઓની વાતો કરતા ત્યારે એમની આંખમાં તેજ ચમકી ઊઠતું. તેઓ યુવાનોના પ્રેરણામૂર્તિ બની ગયા. રામમૂર્તિએ જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું. યુવાનોને સંયમનો ઉપદેશ આપતાં તેઓ કદી થાક્યા નહીં. તેઓ કહેતા – “એક બળવાન યુવકસેના આ દેશમાં ઉત્પન્ન થાય કે મારું મનોરાજ્ય છે. આ દેશના ખૂણેખાંચરેથી મેં વિદ્યાર્થીઓને યુવકોને શોધી કાઢી પ્રોત્સાહન આપ્યું છે. મન, વાણી, શરીર અને ધનથી રામમૂર્તિ હિંદુસ્થાનના

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42