Book Title: Veer Rammurti
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Trust

View full book text
Previous | Next

Page 39
________________ (૩૮) વીર રામમૂર્તિ જુવાનોનો સેવક બન્યો છે. રામમૂર્તિ જશે - ઘણાય ગયા છે – પણ હું મરતાં-કરતાં સાંત્વન લઈશ કે મારાથી બનતી સેવા ભારતમાતાના પાલવમાં નાખી છે. તરુણો ! મારો એટલો સંદેશ છે કે ભારતની ખરી સેવા તો બ્રહ્મવીર-બ્રહ્મચારી બનવાથી થશે, મન, વચન અને શરીરનું ઐક્ય સાધવાથી જ થશે. આપણા જ દેશમાં આના જવલંત દષ્ટાંતો કયાં ઓછાં છે ! ” રામમૂર્તિનો જેવો સંદેશ હતો એવું જ એમનું જીવન હતું. એમના શબ્દોમાં અનુભવની તાકાત હતી. ખોટા આડંબરને તેમાં સ્થાન નહોતું. આથી જ રામમૂર્તિ એકાગ્રતા'ના ઉપાસક તરીકે આજે પણ યાદ કરાય છે. ૧૯૩૦ની ૨૦મી જાન્યુઆરીએ બપોરના ૨-૫૦ કલાકે બાલનગરની જનરલ હૉસ્પિટલમાં રામમૂર્તિનું અવસાન થયું પરંતુ અજોડ આત્મબળથી પ્રચંડ અંગબળ મેળવનારા રામમૂર્તિ હિંદના જુવાનોના આદર્શ બની ગયા. બળની વાત થાય અને “રામમૂર્તિનું નામ આવ્યા વગર રહે જ નહિ. દમિયેલ શરીરમાં દૈવી શક્તિ પ્રગટાવનારા રામમૂર્તિએ ભારતના સપૂતોમાં ઊજળું સ્થાન પ્રાપ્ત કર્યું.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42