Book Title: Veer Rammurti
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Trust

View full book text
Previous | Next

Page 37
________________ (૩૬) વીર રામમૂર્તિ પોતે જે મેળવ્યું તે સહુને આપવાની એમનામાં અનેરી ધગશ હતી.. - ઈ.સ. ૧૯૨૬માં મુંબઈમાં એક મોટું ક્રીડામંદિર સ્થાપવા પ્રયત્ન કર્યો પરંતુ ધનના અભાવે એમાં એમને સફળતા ન મળી. ઈ.સ. ૧૯૩૫માં તેઓ અમદાવાદને આંગણે આવ્યા. એમનો વિચાર શારીરિક સૌષ્ઠવની કેળવણી માટે કોઈ સંસ્થા સ્થાપવાનો હતો પરંતુ એમાં પણ તેમને નિષ્ફળતા મળી. જો રામમૂર્તિને આમાં સફળતા મળી હોત તો આજના ગુજરાતનાં યુવકયુવતીઓના ચહેરા પર જુદી જ લાલિમા હોત. છેલ્લે એમને હિમાલય કે વિંધ્યની અટવીઓમાં એક ભવ્ય ક્રિીડાંગણ સ્થાપવાની ઉમેદ હતી.... દેશના ખૂણેખૂણેથી એ વ્યાયામશાળામાં તાલીમ લેવા માટે યુવક અને યુવતીઓ આવે અને માયકાંગલામાંથી મર્દ બને એ એમની ખ્વાહિશ હતી. રામમૂર્તિ અંગ્રેજ સરકારનો પ્રખર વિરોધ કરતા હતા. બળવાન પ્રજા તરીકે ગર્વ લેતી અંગેજ પ્રજાના અભિમાનનો એમણે પોતાના બળથી ચૂરેચૂરો કરી નાખ્યો. લોકમાન્ય ટિળકના સંદેશવાહક તરીકે એમણે ઠેર-ઠેર યુવકોમાં તાકાત અને તમન્ના જગાડી અને ભારતીય યુવકસેના તૈયાર કરવા માટે ભગીરથ પ્રયાસ કર્યો. શરીર-વિકાસની કેળવણી માટે

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42