________________
૩િ૪|
વીર રામમૂર્તિ એમના દિગ્વિજયની ચાવી હતી અડગ આત્મબળ માં. તેઓ કહેતા કે ભારતમાં કે વિદેશમાં, આજે અથવા તો ભૂતકાળમાં જે-જે મહારથીઓ થયા અને જગતભરમાં એમનાં શક્તિ અને સામર્થ્યની જે નામના થઈ, એ બધાંના મૂળમાં એમનું દઢ અને અપરાજેય મનોબળ હતું. રામમૂર્તિ પોતે પણ એ જ આત્મબળને પોતાના વિજયની ચાવીરૂપ માનતા હતા. આવા આત્મબળને સહારે રામમૂર્તિએ અંગ્રેજ સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતાં વિઘ્નોનો સામનો કર્યો, એ જ આત્મબળથી ખૂંખાર વાઘને વશ કર્યો.
પરાધીન ભારતવાસીઓના હૃદયને રામમૂર્તિએ ઘેલું કર્યું. એ સમયના યુવાનોના તો એ આદર્શ બની ગયા. જેવી રીતે પશ્ચિમના દેશોમાં સેડોની ઉપાસના થતી હતી એવી રીતે ભારતમાં રામમૂર્તિ પૂજાવા લાગ્યા. પૃથ્વીરાજ, પ્રતાપ કે શિવાજીના શૌર્યથી રોમાંચ અનુભવનારા ભારતના કિશોરો રામમૂર્તિમાં એવી તાકાતનું પ્રતિબિંબ જોતા હતા. બખ્તરવાળા પઠાણને એના ઘોડાની સાથે ભાલાથી વીંધી નાખી ઝાડમાં પીલાની માફક ખોડી દેનાર પૃથ્વીરાજ કે એક જ ઝાટકાથી બખ્તરધારી સવાર કે એના ઘોડાના જનોઈવાઢથી બે ટુકડા કરનાર પ્રતાપની દિંગ કરનારી તાકાત એક કવિકલ્પના નહિ પણ હકીકત છે તે રામમૂર્તિએ પોતાના જીવનના પ્રત્યક્ષ પ્રમાણથી બતાવી આપ્યું.