Book Title: Veer Rammurti Author(s): Kumarpal Desai Publisher: Balbharti Trust View full book textPage 8
________________ વીર રામમૂર્તિ હતી. અંગ્રેજ સોલ્જરો આડે દિવસે વીરઘટ્ટમ* ગામમાં ચઢી આવે. રસ્તે મળે એ સ્ત્રીની છેડતી કરે. નિર્દોષ બાળકોને માર મારે. વિના કારણે સહુને હેરાન કરે. આને કારણે ગામમાં તોફાન જામે ! આવાં તોફાન થાય ત્યારે ટીંટોડીના બચ્ચા જેવું આ બાળક ત્યાં હાજર જ હોય, ઊભું ઊભું એકીટશે જોયા કરે. નિશાળે જવાને બદલે આ ઝઘડો જોવાની એને ભારે મજા પડે. કોઈ ઓળખીતું આવે તો સમજાવીને ઘેર પહોંચાડે ! ક્યારેક પલટણની કવાયત કે દેશી સિપાઈઓના અખાડામાં પહોંચી જાય. શરી૨ સાવ માંયકાંગલું, પણ બીજાની જોરાવરી જોવી ખૂબ ગમે. એની માતા કહે : “મારા રામમૂર્તિને બે શોખ છે, એક તો પારકા કજિયા જોવાનો અને બીજો રામાયણ-મહાભારત સાંભળવાનો.” એક દિવસ બીજાના બાહુબળે રાજી થતું આ દમિયલ બાળક માતાને કહેવા લાગ્યું, “મા, મા, મને રામાયણ અને મહાભારતમાંથી ચાર જણા બહુ ગમે.” “કોણ કોણ બેટા ?” “એક તો કીચક અને દુર્યોધનને મારનાર ભીમસેન, બીજા સીતા માતા કાજે આખી લંકા બાળનાર હનુમાન,Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42