________________
વીર રામમૂર્તિ
૨૯) રહેતા. આખું ત્રાજવું દાંતથી પકડીને જમીનથી બે ફૂટ અધ્ધર કરતા. મુંબઈના આ પ્રયોગ વખતે એમનો માનીતો ઓસ્ટ્રેલિયન ઘોડો બીમાર પડ્યો હતો. એની જગ્યાએ એક નવા ઘોડાને લાવવામાં આવ્યો. વીજળીનો પ્રકાશ, બૅન્ડનો મોટો અવાજ અને તાલીઓના ગડગડાટથી ત્રાજવામાં ઊભેલો ઘોડો ભડકી ગયો. એણે સમતોલપણું ગુમાવતાં રામમૂર્તિના બે દાંત પડી ગયા.
રામમૂર્તિની અપ્રતિમ તાકાતને જોવા માટે ગરીબ કે અમીર, બાળક કે વૃદ્ધ, હિંદી કે વિદેશી સહુ કોઈ ભેગા થતા. સહુએ આ આધુનિક યુગના ભીમસેનની કદર કરી. પાદુકોટાના મહારાજાએ એમને પ્રાચીન ક્ષત્રિય પદ્ધતિ પ્રમણે રત્નજડિત એવું સુવર્ણનું “વીરકંકણ' એનાયત કર્યું હતું. એક રાજવીએ સોનાની મૂઠવાળી શિરોહી તલવાર અને મખમલનું માન આપ્યું હતું. શિવાજી છત્રપતિની “ભવાની” તલવાર પણ એમને મળી હતી. આ સિવાય પાંચસોથી પણ વધુ સોનાના ચાંદ, જરીનાં સેલાં, પોશાક વગેરે મળ્યાં હતાં.
રામમૂર્તિ હિંદવાસીઓ માટે શરીરબળનો સર્વોચ્ચ જીવંત આદર્શ બની રહ્યા. દેશી અને વિદેશી દરેક પ્રકારના વ્યાયામમાં તેઓ પારંગત હતા. પ્રાચીન અને અર્વાચીન પ્રણાલિકાની દૃષ્ટિએ એમણે વ્યાયામનાં વિવિધ સાધનો