________________
વિર રામમૂર્તિ એમને પ્યાર. એમના આહારમાં બીજું કંઈ હોય કે ન હોય પણ દહીં તો હોય જ. બપોરે બદામની ઠંડાઈ પીતા. એ પછી ત્રણ શેર દહીં, શાક અને ભાત ખાતા... વળી સાથે અડધો શેર ઘી પીતા હતા.
- રાત્રે તેઓ ભાખરી લેતા અથવા તો થોડોક ભાત પણ ખાતા, પણ એ સાથે દહીં તો જોઈએ જ. દિવસમાં લગભગ શેર-બશેર બદામ તો જુદી-જુદી રીતે ભોજનમાં આરોગાઈ જતી. કયારેક એકાદ શેર માખણ ઝાપટી જતા. એના પરનાં સોના-ચાંદીના વરખ પણ ચાટી જતા.
રામમૂર્તિ બ્રાહ્મણેતર જાતિના હોવાથી રિવાજ મુજબ માંસ ખાવાની છૂટ હતી. પહેલવાન તરીકે પણ તેવી છૂટ લઈ શકતા હતા, પરંતુ જીવનભર રામમૂર્તિ માંસ, મચ્છી કે દારૂને અડ્યા નહીં. માંસ ખાવાથી બળ વધે છે તેવું કિંઈ નથી એમ તેઓ માનતા.
પીવાના પાણીનો છૂટથી ઉપયોગ કરવા પર અને એકાદશી જેવા ઉપવાસ કરવા પર એમણે ભાર મૂક્યો. તેઓ કહેતા કે મિતાહાર, સરળ અને સાદું જીવન, પાકો લંગોટ, નિયમિત મહેનત અને અંતઃકરણની પવિત્રતા એ જ જીવનના ઉત્કર્ષની ચાવી છે. મન, વચન અને શરીરનું ઐક્ય સાધવાનો આદર્શ ખોળવા પરદેશ ભણી મીટ માંડવાની જરૂર નથી, આપણા જ દેશમાં એનાં જવલંત