________________
વીર રામમૂર્તિ ભરાઈને પાછો ફર્યો. રામમૂર્તિ એમ ગાંજ્યા જાય તેવા નહોતા. વાધનો સામનો કરવા સામી છાતીએ એની તરફ ચાલ્યા. સામેથી ધસી આવતા વાઘને એમણે તરત જ પોતાની બાથમાં પકડી લીધો અને જમીન પર દબાવી દીધો.
વનવીર પર નરવીવિજય મેળવ્યો. ભયાનક વાઘ ફરી વાર પાંજરાનું નિયમપાલક પ્રાણી બની ગયો.
એક પછી એક આફતો આવતી જતી હતી. અકસ્માતનો પાર નહોતો. પરદેશી સરકારની પરેશાનીનો કોઈ અંત નહોતો. આમ છતાં જીવ સટોસટનાં સંકટો વેઠીને રામમૂર્તિ હિંદની શક્તિનો પરચો બતાવે જતા હતા. હિંદુસ્થાનીઓનાં નિર્બળ અને નાજુક શરીરની વાતો કરનારાઓને રામમૂર્તિએ પોતાના કાર્યથી ચૂપ કરી દીધા. રામમૂર્તિના પહેલવાનોએ યુરોપના અણનમ ગણાતા પહેલવાનોને હરાવી દીધા. પહેલવાન ગામા અને ઈમામબક્ષ તો અજેય બનીને યુરોપથી પાછા ફર્યા.
રામમૂર્તિ કહેતા કે નિષ્ફળતા તો પોતે જોઈ જ નથી. કોઈ કામ એક વાર પાર ન પડે તો બીજી વાર કરવું પણ એને પાર પાડ્યું જ છૂટકો. “કાર્ય સાધયામિ વા દેહ પાતયામિ એ એમનું સૂત્ર હતું. તેઓ કહેતા –