________________
વીર રામમૂર્તિ
સંધ્યા કરી રહેલા રામમૂર્તિને મોતના તાંડવના સમાચાર મળ્યા. હથિયાર શોધવાનો તો સમય નહોતો. પ્રત્યેક પળ એક-એક પ્રાણી કે પશુને મોતને ઘાટ ઉતારનારી હતી. આવે સમયે હથિયાર કયાં શોધવા જવાય ? રામમૂર્તિની નજીકમાં જ એક જાડો દંડો પડ્યો હતો. દંડો ઉઠાવીને એ દોડ્યા.
સરકસના મેદાન વચ્ચે અને શિકાર કરેલાં બકરાંની આસપાસ ઘૂમતો વાઘ ઘૂરકી રહ્યો હતો. રામમૂર્તિ એની સામે આવ્યા. ખૂંખાર વાઘ અને વીર રામમૂર્તિની આંખો સાથે આંખો મળી. આ ભયાનક જાનવર પણ “શેરને માથે સવાશેર” જેવા રામમૂર્તિને પારખી ગયું... તરત જ એ ભયાનક વાઘ તબેલા તરફ નાઠો.
ભલભલાની હિંમત ભાંગી જાય તેવો આ પ્રસંગ હતો. મોતને સામે ચાલીને તાલી આપવાની હતી પણ રામમૂર્તિ તો બીક કે મોતને ક્યાં ઓળખતા હતા? વાઘ તબેલા ભણી દોડ્યો અને રામમૂર્તિ પૂરા જોશથી એની પાછળ દોડ્યા. વાઘ તબેલામાં ઘૂસ્યો તો પોતે પણ તબેલામાં દાખલ થયા અને વાઘની પીઠ પર પાંચ-છ દંડા લગાવી દીધા.
પોતાનો શિકાર છીનવી લેનારા અને આ રીતે દંડો લગાવનારા રામમૂર્તિ પર હુમલો કરવા માટે વાઘ ઝનૂને