________________
રિ૩)
વીર રામમૂર્તિ ઊભો રાખતા. એ પાટિયું જ કોઈએ અરધું કાપી નાખેલું. ખેલ શરૂ થયો. હાથીએ પાટિયા ઉપર ચડીને જેવો એનો પગ મૂકયો કે તરત જ પાટિયાના ટુકડા થઈ ગયા. હાથીનો પગ રામમૂર્તિની છાતી ઉપર પડ્યો. એમની ત્રણ પાંસળીઓ ભાંગી ગઈ અને તે બેભાન બની ગયા. ફ્રાંસના કુશળ ડોકટરોની સારવારને કારણે રામમૂર્તિ મોતના મુખમાંથી ઊગરી ગયા પરંતુ એમને છ અઠવાડિયાં દવાખાનામાં રહેવું પડ્યું.
સ્પેનમાં ભયંકર સાંઢયુદ્ધ થાય છે. સ્પેનમાં આવું સાંઢ યુદ્ધ કરાવનારા મંડળે રામમૂર્તિના બળની પરીક્ષા કરવા વિચાર કર્યો. આ સમયે રામમૂર્તિએ કહ્યું, “ગમે તેવો ભયંકર સાંઢ મારી સામે ખડો કરો, એનાં શિંગડાં પકડીને જ એને જમીનમાં દબાવી દઈશ, એક ડગલું પણ આગળ વધવા નહીં દઉં – પણ આ પ્રયોગ માટે મને પંદર હજાર પાઉન્ડ આપવા પડશે.”
એ સંસ્થા આ માગણી સ્વીકારી શકી નહીં અને પરિણામે રામમૂર્તિ સ્પેન ગયા નહીં.
એ સમયે બીજાં સરકસ ચાલતાં પણ રામમૂર્તિના સરકસને જોવા માટે જેટલી જનમેદની એકઠી થતી એટલી બીજે કયાંય થતી ન હતી. આનું મુખ્ય કારણ હતું રામમૂર્તિના વ્યક્તિત્વનું પ્રબળ આકર્ષણ. શરીરબળ અને