________________
વીર રામમૂર્તિ જ્યારે ખબર પડતી કે રામમૂર્તિના શિષ્યોમાં તો જેમ હિંદુ છે તેમ મુસલમાન પણ છે ત્યારે એમનો ઊભરો શમી જતો. રામમૂર્તિના શિષ્યોમાં વિખ્યાત પહેલવાન ગામા અને ઈમામબક્ષ જેવાનો સમાવેશ થાય છે. ખુદ નિઝામ સરકારે રામમૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને એમને સોનાનો ચાંદ આપ્યો હતો.
રામમૂર્તિએ જીવન સાથે યુદ્ધ આદર્યું હતું એટલે તેઓ કદી મૂંઝાયા નહીં. જેમ એમની શક્તિ અપૂર્વ હતી એમ એમના પર આવેલી આફતો પણ અનોખી જ હતી. વિદેશની ધરતી પર તો ડગલે અને પગલે જીવ જોખમમાં મૂકવો પડતો. ઈ.સ. ૧૯૧૦માં મલકામાં એમને બબ્બે વાર છાની રીતે સોમલ (ઝર) આપવામાં આવ્યું. પહેલી વખતનું ઝેર તો આ ભીમસેનને પચી ગયું પણ બીજી વખત તો એક ઘોડો મરી જાય એટલું ઝેર આપવામાં આવ્યું હતું. બચવાની કોઈ આશા ન હતી છતાં રામમૂર્તિ નિરાશ થવાનું જાણતા ન હતા. તરત જ લંગોટ મારી પાંચ હજાર દંડ ખેંચી કાઢયા અને પરસેવામાં ઘણુંખરું ઝેર બહાર કાઢી નાખ્યું. પરંતુ આ પછી દસ મહિના પથારીવશ રહેવું પડ્યું.
તેઓ ફાંસ ગયા. ફેંચ પ્રજાએ હિંદના વીર પુરુષનો પ્રેમથી સત્કાર કર્યો. અહીં એમના યુરોપિયન મૅનેજરે દગો કર્યો. રામમૂર્તિ છાતી પર પાટિયું મૂકીને એના પર હાથી