Book Title: Veer Rammurti
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Trust

View full book text
Previous | Next

Page 21
________________ ૨૦) વીર રામમૂર્તિ પચીસ હોર્સપાવરની બે મોટરને સામસામી જતી રોકી રાખવી, છાતી પર ત્રણથી ચાર હજાર રતલનો પથ્થર મુકાવી એના પર ઘણના ઘા કરાવવા અને પછી એક જ આંચકાથી ત્રણ-ચાર ગોઠડાં ખવડાવીને પથ્થરને દૂર ફેંકી દેવો. બે ગાડાંમાં ચાળીસ માણસોને બેસાડી છાતી, પેટ કે સાથળ પરથી ગાડું ખેંચાવવું. છાતી પર સાંકળ વિટીને ચાર મજબૂત માણસોને સાંકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા રાખે, પછી જોરથી છાતી ફુલાવે ને સાંકળના ટુકડા થઈ જાય. યુવાવસ્થામાં એમની છાતીનો ઘેરાવો ૪૮ ઇંચ હતો. ખાલી છાતી ૩૭ ઈચ હતી જ્યારે એમની ફુલાવેલી છાતી છપ્પન ઇચ જતી ! અર્ધા ઇચ જાડી ગજવેલ એક જ આંચકાથી તોડવી એ તો એમનો આસાન ખેલ હતો. ઘોડાને ત્રાજવામાં રાખી, પોતે ઊંચકી લેતા. રામમૂર્તિના પ્રયોગોએ લોકોને હેરત પમાડી દીધા. એની ખરી ખૂબી તો નજરે જોઈએ ત્યારે જ સમજાય. રામમૂર્તિ બધે જ જાણીતા થયા. પંજાબમાં તો નવરાત્રિમાં લત્તેલ એમનાં ગીત ગવાતાં. રામમૂર્તિ પોતાનું બળ બતાવવા દેશવિદેશમાં ફરવા લાગ્યા. ભારતીય સામર્થ્યનો જયજયકાર બોલાવ્યો. અંગ્રેજ સરકારને આ ગમતું ન હતું. એણે ડગલે ને પગલે એમના

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42