Book Title: Veer Rammurti
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Trust

View full book text
Previous | Next

Page 19
________________ વીર રામમૂર્તિ ૧૮ કિંમત થશે પરંતુ સેન્ડોના ઇન્કારે રામમૂર્તિના હૈયાને વલોવી નાખ્યું. રંગના બહાને તાકાતના મેદાનમાંથી એ છટકી જાય એ માટે તેમને ખૂબ લાગી આવ્યું. આ સમયે દુનિયામાં સૌથી વધુ વજન ઊંચકનાર રામમૂર્તિ હતા. એકાદ વર્ષ સુધી ‘સાઉથ ઇન્ડિઅન ઍથ્લીટિક ઍસોસિએશન'ના આશ્રય નીચે એમણે મદ્રાસમાં અંગબળ ના પ્રયોગો બતાવ્યા. આ સમયે લોકમાન્ય ટિળકની નજર એમના પર પડી. એ મહાન રાષ્ટ્રપ્રેમીની આંખમાં આ બળવાન જુવાન વસી ગયો. એમણે નિરાશ રામમૂર્તિને બોલાવીને જબરું પ્રોત્સાહન આપ્યું. એમણે કહ્યું Camcomm “તમે. સ્વતંત્ર સરકસ જમાવો, હિંદુસ્થાન અને હિંદુસ્થાન બહાર જાઓ. બધે ભારતની કીર્ત પ્રસરાવો. ગોરા સમાજમાં જાઓ અને એમને તમારી શક્તિનો પરચો આપી બતાવો કે આપણાં રામાયણ અને મહાભારતમાં છે એવા વીરો હજી પાકી શકે છે.” પ્રતાપી દેશનાયકની પ્રેરણા સાથે રામમૂર્તિએ દેશવિદેશમાં ઠેર-ઠેર ઘૂમવા માંડ્યું. એમના ખેલોથી દેશપરદેશની જનતા દંગ બની ગઈ. છ હજાર રતલનો હાથી છાતી પર ઊભો રાખવો,

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42