________________
વિર રામમૂર્તિ છ હજાર રતલનો હાથી પોતાના શરીર પર ઊભો રાખતા હતા. (ચિત્ર જુઓ પાનાં નં. ૧૪) તેઓ વારંવાર કહેતા કે એકાગ્રતા અને અજેય મનોબળ એ મારા વિજયની ચાવી છે. - ઈ.સ. ૧૯૦૫ના મે મહિનામાં આખા યુરોપમાં પોતાના શરીરબળથી ડંકો વગાડનારો મલ્લ યુજિન સેન્ડો મદ્રાસમાં ખેલ કરવા આવ્યો. આ સેડોની નામના આપી દુનિયામાં ફેલાયેલી હતી અને એની કીર્તિ એટલી હતી કે આજે પણ કોઈ જબરો બળવાન પાકે તો એને સેન્ડો'નું ઉપનામ અપાય છે.
રામમૂર્તિને લાગ્યું કે આ સેન્ડોની સાથે બળની પરીક્ષામાં પોતે જીતી જાય તો જગતભરમાં નામના થઈ જાય ! ભારતમાં ગોરાનું રાજ, આથી આ ગોરા પહેલવાનનો જયજયકાર થઈ રહ્યો. છાપાં તો એના બળનાં વખાણ કરતાં મરી પડે. એના બળની વાત સાંભળીને ભલભલાની હિંમત ભાંગી જાય.
રામમૂર્તિ વિચારવા લાગ્યા કે આ ગોરા મલ્લને જો બળની બાબતમાં હરાવી દઉં તો મોટું કામ થઈ જાય. સેન્ડોની નામના ખૂબ હતી એટલે પહેલાં તો હિંમત ન ચાલી. રોજ ચિંતા કરે કે એને પડકાર આપવો કે નહીં. આખરે તેમણે એક યુક્તિ કરી. સેન્ડોના નોકર સાથે દોસ્તી