Book Title: Veer Rammurti
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Trust

View full book text
Previous | Next

Page 16
________________ વીર રામમૂર્તિ મનોમંથન ચાલતું હતું. એ સમયના વિચારોને આલેખતાં તેઓએ કહ્યું છે, “હવે જ મારા જીવનની ખરેખરી શરૂઆત હતી. ભીષણ પ્રયત્નોથી મેં અપ્રતિમ બળ મેળવ્યું હતું. ઘણા મને એમ પૂછતા કે અમાનુષી શક્તિનો ઉપયોગ શો, ત્યારે હું હતાશ થઈ જતો. આમ છતાં મને એવો દઢ વિશ્વાસ હતો કે મારું ભાવિ કંઈક અપૂર્વ છે. નિયતિ મારી વિશેષ ગતિ કરશે જ.” - શરીર અને મનના વિકાસ માટે રામમૂર્તિની રખડપટ્ટી ચાલુ જ હતી. હિમાલયમાં ઘૂમી વળ્યા. સમાધિનો અભ્યાસ કર્યો. તેઓએ બીજી સિદ્ધિ તો ન મેળવી પણ એકાગ્રતાનું જબરું બળ જમાવી શક્યા. સંકલ્પશક્તિને સહારે પોતાના શરીરના કોઈ એક સ્થાનમાં એક જ સ્નાયુમાં પળવારમાં મહાભારત બળનો સંચાર કરી શકતા – આથી એ સ્નાયુ અપરાજેય બની જતો. આ જ એમની વસમી ગણાતી શરીરશક્તિનું રહસ્ય ! શરીરશાસ્ત્રીઓ કહે છે કે માનવીનાં હાડકાં ગમે તેટલાં મજબૂત હોય તેમ છતાં જો એના પર એક હજાર રતલનું વજન આવે તો તે ચૂરેચૂરા જ થઈ જાય, જ્યારે રામમૂર્તિ તો દિવસમાં એક વાર અને કયારેક તો બે વખત

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42