________________
વીર રામમૂર્તિ
૧૩] અને પરિશ્રમ કેવો જાદુ કરી શકે છે એના ઉદાહરણરૂપે સહુ રામમૂર્તિની વાત કરતા.
આ સમયે એમનો ખોરાક પણ અજબ હતો. એમને સૌથી વધુ દહીં ભાવે. સવારની કુસ્તી અને કસરત પૂરી થયા પછી બપોરે બદામની ઠંડાઈ પીતા. પછી બશેર-ત્રણશેર દહીં, શાક, ભાત અને અડધો શેર ઘી ખાતા. રાત્રે માત્ર થોડો ભાત કે ભાખરી અને દહીં લેતા. આખા દિવસમાં દોઢશેરથી બશેર બદામ અને ઘણી વાર એકાદ શેર માખણ સોનાચાંદીના વરખ સાથે ખાઈ જતા.
બરાબર સોળ વર્ષની ઉમરે જ એક એવો બનાવ બન્યો કે આખા વરઘટ્ટમ ગામમાં રામમૂર્તિના બળનો ડંકો વાગી ગયો. એક વખત ગામની ગટરના ઉઘાડા પાળિ યામાં એક મોટી જાડી ભેંસ ભરાઈ ગઈ. વીસ-ત્રીસ માણસો એકઠા થઈને મહેનત કરવા લાગ્યા પણ નીકળે જ નહીં. એટલામાં રામમૂર્તિને એમના ભાણેજે આની ખબર આપી. રામમૂર્તિ ત્યાં આવ્યા. એમણે લોકોને દૂર ખસેડ્યા અને નીચા વળીને ભેંસનાં બે શિંગડાં પકડ્યાં. એક જ આંચકાથી ભેંસને ઉઠાવીને એવી તો ખેંચી કાઢી કે બે-ત્રણ ગોઠમડાં પાતી ભેંસ દૂર જઈને પડી. રામમૂર્તિ તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ પોતાને રસ્તે ચાલતા થયા !
આ સમયે બળવાન રામમૂર્તિના મનમાં ભારે