________________
વીર રામમૂર્તિ
૧૭
કરી. એક વખત એને માદક પદાર્થ ખવડાવીને, તેના ખિસ્સામાંથી ચાવીઓ કાઢી સેન્ડોના તંબુમાં જઈને એના ડંબેલ્સ તપાસી લીધા. એમને ખાતરી થઈ કે સેન્ડો જરૂર બળવાન છે પણ એનાં વખાણ થાય છે તેટલો બળવાન નથી. પા શેર બળ છે પણ એના સાત પાશેરની જાહેરાત થાય છે ! એમણે સેન્ડોને એના બળની તાકાત બતાવવા પડકાર ફેંક્યો.
કોણ નીકળ્યો આ માથાનો ? સેન્ડોને તો પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. એણે રામમૂર્તિ માટે ખાનગી તપાસ ચલાવી. ખબર પડી કે એના કરતાં તો રામમૂર્તિ બમણું-ત્રણગણું વજન ઉઠાવે છે. સેન્ડો છાતી ઉપર ચાર હજાર રતલ વજન ઊંચકી શકતો જ્યારે રામમૂર્તિ તો છ હજાર રતલ વજન આસાનીથી ઊંચકી શકતા. હવે થાય શું ? સેન્ડોની ખરી વિશેષતા જ ‘વજન ઊંચકવાની એની તાકાત' ગણાતી હતી. એને થયું કે રામમૂર્તિની સામે હરીફાઈ કરવી એટલે સામે ચાલીને હાર મેળવવા જેવું જ ગણાય; આથી એણે જાહેર કર્યું
“કાળા માનવી સાથે હું હરીફાઈ કરતો નથી.”
રામમૂર્તિ નિરાશ થયા. એમને આશા હતી કે સેન્ડો જેવા વિખ્યાત ગોરા મલ્લને હરાવવાથી એમના બળની