________________
વીર રામમૂર્તિ માયકાંગલા, રખડેલ અને રોગિષ્ટ છોકરા પર કોને પ્રેમ હોય !
પણ મા તે મા ! આ નબળા બાળક પર એનો અધિક પ્યાર વરસે !
આવા બાળકને મા ઉપરાઉપરી કપડાં પહેરાવી નિશાળે મોકલે, પણ ખો-ખો કરવામાંથી નવરું પડે તો ભણે ને ! કોઈ વાર આ બાળક અડધે રસ્તે રહી જાય. કોઈ પુરાણી કથા કરતા હોય તો સાંભળવા બેસી જાય ! એને રામાયણ સાંભળવું બહુ ગમે. મહાભારત સાંભળતાં તો થાકે જ નહિ... પણ એને જોઈ સહુ કહે “આ ખો-ખો શું સાંભળવા બેઠું હશે !”
બાપ પોલિસ જમાદાર. એવા ખડતલ જીવન જીવતા માણસને તો આ બાળક પર રહેમ આવે. ઊછર્યું ત્યારે સાચું, એમ કહે.
કેટલાંક રોગિયાં-સોગિયાં છોકરાંમાં અમુક ખાસિયત હોય છે. આ બાળકમાં પણ એવી એક ખાસિયત હતી. ક્યાંય ઝગડો ચાલતો હોય તો ત્યાં જઈને ઊભો રહે.
આંધ્રના વેલોર શહેરમાં અંગ્રેજોની લશ્કરી છાવણી
* આનો અર્થ છે “વીરોની નગરી' .