________________
મમાં આવે છે. ગૃહસ્થાશ્રમ સાધીને સંન્યસ્ત થવું એ રાજસડક છે. તીર્થકર, ગણુધરે, જ્ઞાનીઓ, મહાત્માએ બધાય એ રાજસડકે ચાલેલા છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગરજ સંન્યસ્ત થયેલાઓની સંખ્યા, એ રાજસડકે ચાલેલાઓની સંખ્યા આગળ એટલી બધી જુજ છે કે સમુદ્રની આગળ જળ-બિન્દુ. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગરજ સંન્યાસ તરફ વળવું એ બહુ સાંકડી શેરી રહી, એટલે તે રસ્તે જનારાઓ બહુ જુજ હોય, એ સ્વાભાવિક છે, જ્યારે ગૃહસ્થાશ્રમમાં પસાર થઈને સન્યાસ તરફ વળવું એ વિશ્વવ્યાપક અને સહીસલામત રાજમાર્ગ રહ્યો, એટલે ચેડા અપવાદને બાદ કરતાં બધાય એ રાજમાગેજ ચાલેલા અને ચાલે એ દેખીતું છે.
ગૃહસ્થાશ્રમના પરિણામરૂપે ભગવાનને એક સંતતિ પણ ઉત્પન્ન થાય છે, અને તે પુત્ર નહિ, કિન્તુ કન્યા. ભગવાન પિતાની કન્યાને પિતાના ભાણેજ “જમાલિ” સાથે પરણાવે છે.
પોતાના ભાણેજને પોતાની કન્યા આપવી, એ હાલના વખતમાં અણઘટતું ગણાય. પણ સામાજિક રીત-રિવાજે હમેશાં એક પ્રકારના કાયમ નથી રહેતા. એક વસ્તુ એક કાળમાં ઉચિત ગણાય છે તે જ વસ્તુ સમયને પલટો થતાં અનુચિત ગણવા લાગે છે. આ ઉપરથી એ ચેખું જણાઈ આવે છે કે સામાજિક રીત-રિવાજે એ જુદી વસ્તુ છે અને ધર્મ એ જુદી વસ્તુ છે. પિતાની કન્યા પિતાના ભાણેજને આપવી એ જે ધર્મથી વિરૂદ્ધ હેત તે મહાવીર જેવા ધાર્મિક પુરૂષ એવું કામ કરત ખરા કે? અને ચેટક રાજા, કે જે મહાવીરના મામા થાય, તેમની પુત્રી સાથે મહાવીર પોતાના જ્યેષ્ઠ ભ્રાતા નન્દીવર્ધનનાં લગ્ન થવા દેત ખરા? મહાવીર જેવા મહાપુરૂષે રાજ-વૈભવ ભેગવવા જન્મતા
[૪]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com