Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ ઘર ઉપર કે ધર્મ ઉપર ત્રાપ મારતા દુશમનને હંફાવવાની શક્તિ પિતામાં ન હોય અને ડરીને આઘો ખસીને શાંત થઈ ઉભો રહે તે એ શાંતિ કે ક્ષમા ન કહેવાય. એ તે ચેમ્પી નબળાઈ, કાયરતા યા બાયલાપણું છે. એવી નબળાઈને ક્ષમાનું નામ આપવું એ ક્ષમાદેવીની નિષ્ફર ઝાટકણી કરવી છે. ક્ષમા તે વીરનું ભૂષણ છે. શૂર-વીર પિતાની શર-વીરતાનો દુરુપયોગ ન કરતાં શાનિત ધારણ કરે તે તેની એ ક્ષમા પૂજનીય ગણાય. વીર–શાસનને વીજ ઝીલી શકે. નબળાઓના હાથમાં આવતાં તેનું પતન જ થાય. વીરશાસનને ઉપાસક ગૃહસ્થ ઝીણામાં ઝીણું સૂક્ષ્મ જન્તુથી લઈ ઈન્દ્ર પર્યન્ત તમામ જીવરાશિ પ્રત્યે દયાની હાર્દિક લાગણી ધરાવનાર અને અહિંસાધર્મના સિદ્ધાન્તને વ્યાપકરૂપે પોતાની જીવન-ચર્યામાં ઉતારનાર હવે જોઈએ. બીજાના ભલા માટે પિતાના સ્વાર્થને ભેગ આપવામાં તેને રસ પડતે હવે જોઈએ. બીજાનું બુરું કરીને • લાભ મેળવવાની લાલચ તેના હૃદયમાં ઉત્પન્ન ન થવી જોઈએ. અન્યાય અને અધર્મથી મળતી લક્ષ્મી તેને મન વિષરૂપ ગણાવી જોઈએ. સત્ય અને સંયમ એ તેના જીવનનાં આભૂષણ હેવાં જોઈએ. આવા ગૃહસ્થ પણ, જેમ શાસ્ત્રકુશળ હોય, તેમ જે શકુશળ હોય તે તેઓ વધારે ધર્મોલ્લોત કરી શકે. એવા ગૃહસ્થાના હાથમાં ચમકતી તલવાર એ તેમના સાત્વિક આત્મજુસ્સાનું જવલંત ચિન્હ છે. એ તેમનું ધર્મ—ખ છે. એ તેમના આત્મ-સન્માનને (self-reverence) જળહળતે પુરાવે છે. એવા ધર્મ—ખધારી ધર્મ-દ્ધાઓ વીર-ભૂમિમાંથી જ્યારે નિપજશે, ત્યારે વીર-ધર્મને ડંકો વાગવાને. વીર-ધર્મને ડંકો વગાડવા માટે વીર-ભક્ત-સમાજનું [૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50