Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ પહેલાં પુરૂષના અને ૧૪ વર્ષની ઉમર પહેલાં કન્યાના વિવાહ ન થવા જોઇએ. વર-કન્યા વચ્ચે પાંચ વર્ષનું આંતરૂં રાખવુ જરૂરી, ઉચિત અને ફાયદાકારક છે. આમ, ચેાગ્ય ઉમરે મળતા સ્વભાવવાળાં, તદુરસ્ત અને સુશિક્ષિત યુગલાને લગ્ન-ગ્રન્થીમાં જોડવામાં આવે, તે તે આદર્શ દમ્પતી બની પોતાના ગૃહસ્થ-સંસારને સુખ-સમ્પન્ન બનાવી શકે. ખાલકાની જેમ ખાલિકાઓને પણ ઉત્તમ કેળવણી, સદાચાર-શિક્ષણ અને ધાર્મિક જ્ઞાન આપવાની જરૂર છે. વ્યવહારિક કેળવણીમાં માતૃત્વ શિક્ષણ પણ કન્યાઓને વધારે જરૂરતું છે. એ નિશ્ચય છે કે—વિદ્યાવતી અને સુસ ંસ્કારશાલિનીજ કન્યાઓના માતૃ-પદથી નૂતન અને ભવ્ય રાષ્ટ્રનું નિર્માણ થશે. જ્યાં સુધી માતાએ સુશિક્ષિત અને સદાચારસ ંપન્ન નહિ નિપજે ત્યાં સુધી ધર્મ, સમાજ કે ૨:૦ૢનું ઉત્થાન થવું અશકય છે. યાદ રાખવુ જોઇએ કે એક સુશિક્ષિત અને સદાચારવિભૂષિત માતા પોતાની સન્તતિને સુસ ંસ્કારિત બનાવવામાં સેા શિક્ષકાની ગરજ સારે છે. કન્યાએ ઉત્તમ શિક્ષણ અને સુંદર સદાચાર સંપાદન કરીને પછી જ્યારે સુયેાગ્ય પુરૂષ સાથે લગ્નગ્રન્થીમાં જોડાશે, ત્યારે તે કેવી દેવીએ નિકળશે અને એએથી જગતનું પણ કેટલું ભલુ થશે ? લગ્ન એ જિન્દગીભરના સબન્ધ છે. એક માટીના ઘડા લેવા હાય તા પારખીને લઇએ, જ્યારે લગ્ન જેવાં કાર્યો ખરાખર પરખ વગર કરાય અને જેને જે માલ સાથે સંબંધ છે તેને પેાતાના માલની જરાય ખખર ન હોય એ કેવી વાત ગણાય ! પૂર્વકાળની સ્વયંવરપ્રથા કયા પોઇન્ટ ઉપર જાય છે એના જરા વિચાર કરવા જોઈએ. [ ૨૭ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50