Page #1
--------------------------------------------------------------------------
________________
Cla&hildk 118
જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪s.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મ
[021 )
Jain Granthmale
O
--ન્યાયવિજય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
परमपूज्यपाद-श्रीविजयधर्मसूरि - गुरुभ्यो नमः |
વીર-ધર્મ
વીર સ. ૨૪૫૩.
નો
ઢશે.
લેખક. ન્યાયવિશારદ—ન્યાયતીર્થં
મુનિરાજશ્રીન્યાયવિજયજી.
પ્રતિસંખ્યા ૧૦૦૦
અમૂલ્ય.
વિ. સ. ૧૯૯૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પાલણપુર-નિવાસી–
ધર્મભગિનીઓની
f
–આર્થિક મદદથી
પ્રકાશક:શ્રીવિજયધર્મ-પ્રકાશક-સભા.
ભાવનગર
- ભાવનગર –
ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં
શાહ ગુલાબચંદ લલ્લુભાઈએ છાપો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
બે ઓલ.
હાલા વાંચનાર!
હારા તટસ્થ ઉપયોગ ઉપર જે ભાસ્યું, તે અત્રે રજુ કર્યું છે. હારા નિર્દાનપણાનો દાવો હું ન કરી શકું. આપણે ભૂલો તો જ્ઞાની જાણે. છતાં અશ્લષત વિચાર-બુદ્ધિ ઉપર જે પ્રકાશે, તે ઉદાર આશય અને પર–હિત-દષ્ટિથી પ્રકટ કરવું એ અણઘટતું ન ગણાય. છતાં આ લેખ વાંચતાં કયાંય તને વસમું લાગે તે સબરી રાખજે. વિચાર-ભેદો તો જિનભદ્રગણિક્ષમા શ્રમણ, મલવાદી અને સિદ્ધસેન દિવાકર જેવા મહાન પૂર્વાચાર્યો વચ્ચે પણ હતા. ધર્મસાગરજી તથા ભાવવિજયજી–વિનયવિજયજી આદિ મહાવ્રતધારી વિદ્વાને વચ્ચેના વિચાર–મે જોઇશ તે તું છક્ક થઈ જઈશ. વિચાર-ભેદ પર લુષિત થવું એ કમજોરી અને કાયરપણું છે. સારું લાગે તો ગ્રહણ કરશે. પ્રતિવાદ યા પ્રતિવિધાનમાં પણ માધ્યસ્થવૃત્તિ, સ્વામી પ્રત્યે હિતબુદ્ધિ અને હામાને, પિતાને સાચું જણાય તે સમજાવવાની માયાળુ લાગ
ના રંગે પરજે. એમાંજ મજા છે, અને શ્રેતાઓને પણ વિવેક કરવાનું રહેલું પડશે.
)
લેખક.
શ્રાવણ શુદિ ૫ ધર્મ સંવત ૫ વઢવાણ કેમ્પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
....
...
............................
...........................................
mer:
-: मुद्रा
इन्द्रियार्थ-विलासाय न जातं तव जन्मना । एकं कार्य महत कर्तुं त्वमत्राऽऽगतवानसि ।।
दुःस्वान्धकार-नाशाय प्रकाशाय सुग्वाध्वनः । उद्भवन्ति महात्मानः कर्म-योगः मतामयम् ॥
00000000000000000000000000000000000000000.....................
ग्लानि धर्मस्य वीक्षध्वं समानस्य च दुर्दशाम् । उत्तिष्ठध्वं तदुद्धारे सर्व सम्भूय सजनाः ।।
...
..
..........................000000cn
.....................................
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
©e
તેરવ :--
–વિષયવિલાસ કરવા તારે જન્મ થયો નથી. એક મહાન કાર્ય કરવા માટે તું અહીં આવ્યું છે.
-દુઃખ-અધકારને નાશ કરવા અને સુખસાધક માર્ગને પ્રકાશ
કરવા મહાપુરૂષો અવતરે છે. સોને આ કર્મચોગ છે.
–ધર્મની ગ્લાનિ અને સમાજની દુર્દશા તરફ નજર કરે, અને બધા સજજને એકત્રિત થઇ તેને જહાર કરવા ઉો?
w
ww.wors
:
:
:::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
વર-મત્રો.
“ If you subdue not your passions, they will subdue you."
–તમે તમારી દુર્વાસનાઓ ઉપર જે અંકુશ નહિ મૂકે તો તે તમને પિતાના તાબામાં કરશે.
“ He who reigns within himself and rules passions, desires and fears, is more than a king.”
–જે પિતાની જાત ઉપર રાજ્ય ચલાવે છે અને વાસનાઓ, તૃષ્ણાઓ અને ભય ઉપર અંકુશ રાખે છે, તે એક બાદશાહ કરતાં ઓટો છે.
“He who masters his passions, conquers his greatest enemy.”
–જે પિતાની વાસનાઓ ઉપર આધિપત્ય ભોગવે છે, તે પિતાના ડેટામાં હેટા દુશ્મનને જીતે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
“ Command yourself and you may command the world. ”
–તમે તમારી જાત પર હુકમ લાવો અને એથી દુનિયા ઉપર હુકમ ચલાવી શકે.
“ The more one drinks, the more he wants to drink, till at last he dies of drinking it, So abstain from it."
-પ્રાણુ જેમ જેમ વિષય-રસનું પાન કરે છે, તેમ તેમ તેમાં તે વધુ આસક્ત બને છે, અને એ ત્યાં સુધી કે આખરે તે તેનાથી મરે છે. માટે એથી દૂર ખસી જ.
• Govern yourself before you govern others.”
Govern your mind, lest it governs you."
– બીજાના ઉપર સત્તા ચલાવવા જાઓ તે પહેલાં તમારી જાત ઉપર સત્તા ચલાઓ. તમારા મન ઉપર સત્તા ચલાઓ, રખેને તે તમારી ઉપર સત્તા ચલાવે
“The kingdom of heaven is within you."
સ્વર્ગનું રાજ્ય તમારા-પિતાની અંદર છે.
“Love is the light by which we see God.”
-વિશ્વ-પ્રેમ એ એવી રોયની છે કે જે વડે ઇશ્વર-દર્શન કરી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
service of
“ The service of the poor is the God.”
–ગરીબની સેવા એ પરમેશ્વરની સેવા છે.
" When money is lost nothing is lost,
When health is lost something is lost, When Character is lost all is lost.”
– જો તમે પૈસો ગુમાવ્યો છે તે કંઈ નથી ગુમાવ્યું, જો તમે તદુરસ્તી ગુમાવી છે, તે કંઈક ગુમાવ્યું છે, જો તમે ચારિત્ર ગુમાવ્યું છે, તે બધુંય ગુમાવ્યું છે.
“ Expel avarice from your heart, So shall you loose the chains off your neck. ”
--તૃષ્ણાને તારા હદયમાંથી દૂર કર, એથી તારા ગઈન ઉપર પડેલી સાંકળોથી તું છૂટી થઈશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વિષય-સૂચન
૧ વીર-જીવન
૨ પ્રવચન
૩ સામ્યવાદ
૪ અહિંસા
૫ સંગઠન
૬ ધર્મ સંસ્થાઓ ...
૭ નારી સન્માન
૮ ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મનો—
વીર જીવન.
–ઢંઢેરો.
મગ્ર સંસારમાં ઉંચામાં ઉંચુ જીવન એક મનુષ્ય
વન વન છે. આત્માના પૂર્ણ વિકાશ એક માત્ર મનુ
સમ
શ્ર્ચતાના પૂર્ણ વિકાશ ઉપર આધાર રાખે છે. મનુષ્યતાના જેમ જેમ વિકાશ થતા જાય છે, તેમ તેમ કેવલ્પ–મન્દિર નજીક ગાવતું જાય છે, એક વિદ્વાના શબ્દો છે કે
[ 1 ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
66 Man is the master of the whole Cosmos. If you are not man, be man; if you are an angel, descend to manhood; if you are an animal, ascend to manhood."
અર્થા–મનુષ્ય અનન્ત બ્રહ્માંડને માસ્તર છે. તું જે મનુષ્ય નથી, તે મનુષ્ય બન. તું જે દેવતા છે, તે મનુષ્ય જીવનમાં ઉતરી આવ. તું જે જાનવર છે, તે મનુષ્ય-જીવન ઉપર આવી જા.
મહાવીર સ્વામીનું જીવન એ ખરેખર માનવજીવન છે. મનુષ્યજાતિને માનવજીવનને શ્રેષ્ઠ આદર્શ મહાવીરસ્વામીના જીવનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. માનવ-જીવનના અભ્યાસીએ મહાવીરસ્વામીના જીવનનું અધ્યયન કરવાની પરમ આવશ્યકતા છે. એ મહાપુરૂષના જીવનને આદર્શ બનાવી જે પ્રવૃત્તિ કરવામાં આવે તે નિઃસહ આત્મસિદ્ધિનો માર્ગ સુલભ થઈ જાય. પ્રભુ મહાવીર એકદમ પ્રભુ ન્હોતા થયા; તેઓ પહેલાં લોકિક હતા; અભ્યાસ કરતાં કરતાં જ્યારે પુરૂષાર્થના શિખરે પહોંચ્યા, ત્યારે લોકિક મટી અલોકિક થયા –પ્રભુ થયા. એમના પગલે ચાલવું એ મનુષ–માત્રનું કર્તવ્ય છે. એમનું જીવન નૈતિક, ધાર્મિક અને પારમાર્થિક તના ઉંચા આદર્શોથી ભરપૂર છે.
સનાતન સમયથી વર્ણાશ્રમ–પદ્ધતિ જે ચાલી આવી છે, તેના ચીલે ચીલે ભગવાને પોતાની ગતિ લંબાવી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમમાં ક્રમપૂર્વક વિશ્રામ લેતા ભગવાન આખરે પૂર્ણ વિશ્રામી બને છે.
[ 2 ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
મા-બાપ મનુષ્યમાત્રના પ્રથમ અને મહાન ઉપકારી છે. તેમની તરફ ભકિતપરાયણ થવું એ પ્રત્યેક પુત્રનું પ્રાથમિક અને મહત્ કર્તવ્ય છે. મહાવીર આ કર્તવ્યને બનાવવામાં કેટલે ઉો નંબર લે છે? ગર્ભાવસ્થામાં ગર્ભનું હલન-ચલન, જે નૈસર્ગિક (પ્રાકૃતિક) છે, તેની ઉપર પણ મહાવીર અંકુશ મૂકે છે અને તે એટલા માટે કે “મારા હાલવાચાલવાથી એને મારા માતાજીને દુ:ખ થાય !”
બાલ–સ્વભાવ–સુલભ ચંચળતા અને ચપળતા મહાવીરમાં ન હેય એ કેમ બને! મહાવીર પિતાના સરખી ઉમ્મરના ગોઠીયાઓ સાથે રમવા નિકળી પડે છે; કિન્તુ રમત-ગમતમાં પણ– ખેલ-કૂદમાં પણ તે બાળકની નિર્ભયતા અને હિમ્મત એક ઓર પ્રકારની તરી આવે છે.
પ્રભુની ઉમ્મર આઠ વર્ષની થાય છે, ત્યારે તેમના મા-બાપ હેટા વરઘોડા સાથે તેમને નિશાળે બેસાડવા લઈ જાય છે. જે મા–બાપ લાડમાને લાડમાં પોતાના પ્યારા પુત્રને વિદ્યાધ્યયન કરાવવાનું વિસરી જાય છે, અગર તે તરફ ઓછી દરકાર રાખે છે તે પિતાના પ્યારા પુત્રના વાસ્તવિક હિતેષી નથી, કિન્તુ માતા શત્રુ અને પિતા વૈરી છે, એ વાત શાણા સિદ્ધાર્થ રાજા અને ડાહી ત્રિશલા ક્ષત્રિયાણીના ધ્યાન બહાર હેઈજ કેમ શકે. પણ મહાવીર જેવા પ્રખર પ્રજ્ઞાવાનને વિદ્યાધ્યયન માટે બીજા વિદ્યાર્થીએની જેમ પરિશ્રમ કરવાનું ન હોય.
ઓછામાં ઓછા ૧૯ વર્ષની ઉમ્મર સુધી બ્રહ્મચર્યપાલનપૂર્વક વિદ્યાધ્યયન કરવું એ પહેલું “બ્રહ્મચર્યાશ્રમ” છે. આ આશ્રમમાં ભવિષ્યની બધી જિન્દગીને પાયે નાંખવામાં આવે છે. મહાવીર પણ તેટલી ઉમ્મર પછી બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
મમાં આવે છે. ગૃહસ્થાશ્રમ સાધીને સંન્યસ્ત થવું એ રાજસડક છે. તીર્થકર, ગણુધરે, જ્ઞાનીઓ, મહાત્માએ બધાય એ રાજસડકે ચાલેલા છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગરજ સંન્યસ્ત થયેલાઓની સંખ્યા, એ રાજસડકે ચાલેલાઓની સંખ્યા આગળ એટલી બધી જુજ છે કે સમુદ્રની આગળ જળ-બિન્દુ. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગરજ સંન્યાસ તરફ વળવું એ બહુ સાંકડી શેરી રહી, એટલે તે રસ્તે જનારાઓ બહુ જુજ હોય, એ સ્વાભાવિક છે, જ્યારે ગૃહસ્થાશ્રમમાં પસાર થઈને સન્યાસ તરફ વળવું એ વિશ્વવ્યાપક અને સહીસલામત રાજમાર્ગ રહ્યો, એટલે ચેડા અપવાદને બાદ કરતાં બધાય એ રાજમાગેજ ચાલેલા અને ચાલે એ દેખીતું છે.
ગૃહસ્થાશ્રમના પરિણામરૂપે ભગવાનને એક સંતતિ પણ ઉત્પન્ન થાય છે, અને તે પુત્ર નહિ, કિન્તુ કન્યા. ભગવાન પિતાની કન્યાને પિતાના ભાણેજ “જમાલિ” સાથે પરણાવે છે.
પોતાના ભાણેજને પોતાની કન્યા આપવી, એ હાલના વખતમાં અણઘટતું ગણાય. પણ સામાજિક રીત-રિવાજે હમેશાં એક પ્રકારના કાયમ નથી રહેતા. એક વસ્તુ એક કાળમાં ઉચિત ગણાય છે તે જ વસ્તુ સમયને પલટો થતાં અનુચિત ગણવા લાગે છે. આ ઉપરથી એ ચેખું જણાઈ આવે છે કે સામાજિક રીત-રિવાજે એ જુદી વસ્તુ છે અને ધર્મ એ જુદી વસ્તુ છે. પિતાની કન્યા પિતાના ભાણેજને આપવી એ જે ધર્મથી વિરૂદ્ધ હેત તે મહાવીર જેવા ધાર્મિક પુરૂષ એવું કામ કરત ખરા કે? અને ચેટક રાજા, કે જે મહાવીરના મામા થાય, તેમની પુત્રી સાથે મહાવીર પોતાના જ્યેષ્ઠ ભ્રાતા નન્દીવર્ધનનાં લગ્ન થવા દેત ખરા? મહાવીર જેવા મહાપુરૂષે રાજ-વૈભવ ભેગવવા જન્મતા
[૪]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
નથી. તેવાઓના જન્મની પાછળ મહાન ભેદભર્યુ. રહસ્ય છુપાયતુ હોય છે. જે સમયમાં મહાવીર જન્મ્યા હતા, તે સમયની ભારતવર્ષની સ્થિતિ
બહુ વિચિત્ર હતી. તે વખતે ભારતવમાં વિષમતા, અંધશ્રદ્ધા, પશુબલિ અને સામ્પ્રદાયિક ઝઘડા પૂરજોશથી ફેલાયા હતા; અને એથી તત્કાલીન પ્રજામાં એટલી બધી અશાન્તિ પ્રસરેલી હતી કે— “ ચા ચાદિ ધર્મ * * ' એ વાક્ય પ્રમાણે તે વખતે એક સમર્થ ઉદ્ધારક પુરૂષના અવતારની પરમ આવશ્યકતા હતી. મહાવીરનું કાર્ય ક્ષેત્ર એ આવશ્યકતાને પૂરણ કરવાનું હતું. દુનિયાના દારૂણ આર્ત્તનાદે મહાવીરને વિષય-વિલાસથી વિરક્ત અનાવ્યા હતા. અને એ વિરક્ત પ્રભુ એજ શેાધમાં હતા કે દુનિયાના કરૂણ કાલાહલ કેમ શાન્ત થાય અને જગતના જીવાને સુખના ખરે। માર્ગ કેવી રીતે સાંપડે.
મહાવીરને એ દૃઢ સંકલ્પ હતા કે માતા-પિતાની હયાતી સુષી દીક્ષા ગ્રહણ ન કરવી. આવેા સંકલ્પ કરવામાં તેમણે એ કારણ જોયું હતુ કે તેમની ઉપર તેમના માતા-પિતાની અસીમ સ્નેહ-લાગણી હતી. દરેક માતા-પિતાને પેાતાના પુત્ર ઉપર સ્નેહભાવ તા હેાયજ, એ તેા એક સામાન્ય વાત છે; પણ જ્યારે મહાવીરે ગર્ભાવસ્થામાં પેાતાની માતાને દુ:ખ ન થાય એ માટે પોતાનું હલન-ચલન બંધ કર્યુ હતુ, ત્યારે માતાને પોતાના ગર્ભના સંબન્ધમાં અનિષ્ટ શકા થતાં પારાવાર શાક-સન્તાપ ઉત્પન્ન થયા હતા, અને તેની જે ગંભીર અસર મહાવીરના
>
વિવેકી હૃદય ઉપર થઇ હતી, એનુ જ એ પરિણામ હતુ કે તેમણે માતાપિતાની હયાતી સુધીમાં ‘ તપાવન ' ના મા` લેવાનું મુલ્તવી રાખ્યુ હતુ.
[4]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
મહાવીર અઠ્ઠાવીસ વર્ષની ઉમ્મરે તેમના માતા-પિતાના સ્વર્ગવાસ થયા પછી જ્યારે દીક્ષા ગ્રહણ કરવા તત્પર થાય છે, ત્યારે તેમના જયેષ્ઠ ભ્રાતા નન્દીવર્ધન તેમને બીજા બે વર્ષ ગ્રહવાસમાં રહેવા સૂચવે છે. મહાવીર પિતાના વડીલ ભાતાની સૂચનાને કબૂલ રાખે છે અને એ રીતે, જ્યેષ્ઠ ભ્રાતા પ્રત્યે વિનીત ભાવે વર્તવાને દાખલે જગની સન્મુખ રજુ કરે છે.
ભાઈના આગ્રહથી બે વર્ષ વધુ ઘરમાં રોકાઈને પણ ભગવાન પોતાની જીવન–ચર્યાને ત્યાગના રૂપમાં ફેરવી નાંખે છે. ગૃહસ્થ-વેષભૂષામાં રહી તેઓ એક પ્રકારે સાધુજીવનની પદ્ધતિએ નિયમબદ્ધ રહે છે. તેમની આ ચર્યા આપણને “વાનપ્રસ્થાશ્રમ”નો ખ્યાલ ઉત્પન્ન કરાવે છે.
ચારિત્રના ઉમેદવારે ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વે અમુક વખત સુધી ત્યાગ-ધર્મની પ્રેકટિસ કરવાની બહુ જરૂર છે. આજ દષ્ટિ -બિદુ ઉપર ત્રીજા વાનપ્રસ્થાશ્રમનું વિધાન છે. “વાનપ્રસ્થાશ્રમ” એટલે તપસ્વિ-જીવનના (ચારિત્ર-ધર્મના) ઉમેદવારને લગતું આશ્રમ'; અર્થાત્ ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વે ત્યાગ-ધર્મની અભ્યાસ-પદ્ધતિ. આ એક કસોટી છે. અને એ માગે પિતાના જીવનને કેળવીને પછી ચારિત્ર-મંદિરમાં પ્રવેશ કરે એ બહુ સરસ રીતિ છે. જો કે મહાવીર જેવાને પહેલેથી કંઈ તેવી પ્રેકટિસ કરવાની જરૂર ન જ હોય, છતાં તેઓ દુનિયાને બેધ–પાઠ શિખવવા ખાતર સ્વયં પોતાના આચરણથી તે દાખલે રજુ કરે છે, કેમકે તેઓ જગતના-માનવધર્મના એક મહાન અને શ્રેષ્ઠ આદર્શ છે.
૩૦ વર્ષની ઉમ્મરે મહાવીર સંન્યાસ ગ્રહણ કરે છે. મહાવી. રને સંન્યાસની ઉગ્રતા સંસારમાં મશહૂર છે. તે વખતના મહા
[ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ત્મા ‘ યુદ્ધ ’ વગેરે અન્ય તીથંકરાએ પણ તેમને દીર્ઘ તપસ્વી’ તરીકે વર્ણવ્યા છે. સત્યની શોધ પાછળ ખાવું-પીવું મૂકી દઇ, માનપણે બાર બાર વષઁના ઉજાગરા કરનાર અને ઉઘાડે પગે તથા ઉધાડે શરીરે, રણવગડાઓમાં અને વિકટ જ ગલેામાં એકલા અવધૂત વિચરનાર એ વીર પુરૂષનું સન્યાસી–જીવન આપણા જેવાઓના ખ્યાલમાં કયાં સુધી આવી શકે.
પ્રાણાન્ત આફત વચ્ચે પણ પેાતાની પ્રચંડ ધારાવાહિની તપશ્ચર્યાથી જરા પણ વિચલિત નહિ થતાં, સત્ય—Àાધમાં નિ ન્તર ઉલ્લે પગે લાગ્યા . રહેનાર એ વીર સંન્યાસી જ્યારે બંધ વર્ષોંને છેડે “ પર-બ્રહ્મ ” ના પૂર્ણ સાક્ષાત્કાર મેળવે છે, ત્યારે, પછી તે નિરાંત વાળી બેસે છે. હવે તે કૃતા, કૃતકૃત્ય અને પૂર્ણાત્મા બને છે.
પૂર્ણ સમાધિની પૂર્ણ જ્યેાતિથી જળહળતા તે પરમ આત્મા હવે માનવ–મંડળની વચ્ચે આવી ખડા થાય છે; અને ૪ -- સ ંદેશ સુણાવે છે; અને કલ્યાણમય આદર્શ જગત્ની સન્મુખ રજી કરીને પછી પર—બ્રહ્મસ્વરૂપમાં લીન થઇ જાય છે.
- બાર વર્ષમાં દુક્ત ૩૪૯ દિવસ જ મહાવીરે આડાર વીધા.
[ 9 ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રવચન.
મહાવીરનું પ્રવચન વિશ્વગામી, વિશ્વાપયેાગી અને વિશ્વકલ્યાણસાષક છે એમ તટસ્થ દૃષ્ટિએ જોનાર કાઇપણ વિચારક કહી શકશે. તેનું તત્ત્વજ્ઞાન એટલું બધું ગંભીર અને ગહન છે કે જે દુનિયાના મ્હોટા ભાગને નવીન જેવું લાગે. કર્મના સિદ્ધાન્તાના વિષયમાં તેનું વિવેચન એટલું બધું ખારીક અને વિસ્તૃત છે કે જગત્ના મ્હોટા મ્હાટા તત્ત્વજ્ઞાનીઓને પણ વિસ્મયાવહ થઇ પડે. એ વીતરાગની પ્રવચન-ધારામાં જે વીતરાગ ભાવા ભર્યાં છે તે મહાન આકર્ષીક છે; અને તેનાથી રાગાદિમલસાલનનું કામ વિશિષ્ટરૂપે સધાય એ સ્વાભાવિક છે.
મહાવીર વૈષમ્યવાદને વખાડી કાઢે છે. ’સામ્યવાદ એ તેના પ્રધાન સિદ્ધાન્ત છે. તેનુ સ્પષ્ટ માન છે કે દુનિયાને કાઇ પણુ માણુસ તેના શાસન. ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે. તેનુ શાસન જાતિ
[<]
સામ્યવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ભેદથી નિયન્ત્રિત નથી. ગમે તે જાતિ, ગમે તે વણુ અને ગમે તે દેશના માણસ તેના અનુયાયી થઇ શકે. ચાંડાળા અને અન્યને પણ તેના અનુયાયી છે. મેાક્ષ–મા અને માક્ષ, ચાંડાળા અને અન્યજોને માટે પણ તેટલા જ ઉઘાડા છે, જેટલા કે વાણિયા– બ્રાહ્મણા અને ક્ષત્રિયાને માટે ઉઘાડા છે. મહાવીર–પ્રવચનના અધિકારી ચાંડાળા અને અન્યો પણ તેટલે દરજ્જે છે, કે જેટલે દરજ્જે વાણિયા–બ્રાહ્મણા-ક્ષત્રિયા છે. સમ્યકત્વ, શ્રાવકધર્મ, સાધુધમ અને શ્રેણી-અવસ્થા જેમ વાણિયા બ્રાહ્મણેા ક્ષત્રિયા પામી શકે તેમ અન્યો અને ચાંડાળા પણ પામી શકે. તેની વ્યાખ્યાન પરિષમાં બધાને સ્થાન છે. મહાવીરની આ સામ્યહૃષ્ટિ છે. આ તેના સામ્યવાદ છે. આ તેના શાસનની પ્રાણ-શકિત છે. તેના લક્ષાવધિ વ્રતધારી શ્રાવકામાં ઉત્કૃષ્ટ ગણાતા દશશ્રાવકે પણ કહ્યુખી–કુ ભાર જેવી વધુના છે.
અહિંસા એ સામ્યવાદનુ સવસ્ત્ર છે. મહાવીર અહિંસાની દેદ્દીપ્યમાન મૂર્તિ છે. અહિંસા-ધના પ્રચારકેામાં મહાવીર સહુથી પુરાગામી છે. મહાવીરની અહિંસા વીરત્વપૂર્ણ છે અને તેનુ સ્પષ્ટીકરણ અત્રે અસ્થાને નથી. ખાસ કરીને દેશની વ
અહિંસા.
માન ગંભીર સ્થિતિ મને સ્પષ્ટ લખવા પ્રેરે છે.
વાસ્તવમાં જે બળવાન અને બહાદુર હાય, યોદ્ધા અને બન્તા હોય તે અહિ સાધર્મનુ પાલન બહુ સરસ રીતે કરી શકે. મહાવીરના શાસનમાં ગૃહસ્થાને માટે અહિંસાનુ ક્ષેત્ર, ... નિરપરાધી સ્થળ ( ત્રસ ) થવાને જાણી જોઈને ન મારૂં ” એટલા પ્રમાણનું છે. આ નિયમ પ્રમાણે અપરાધીને ઉચિત સજા આપવી, એ ગૃહસ્થની નીતિ-રીતિને જૈનશાસ્ત્ર
શિક્ષા યા
નિષેત
[ & ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
નથી. ખરી દયા શૂરવીરજ બજાવી શકે. જે નબળો અને શક્તિહીન હોય, તે પિતાની આંખે હામે મરાતા જાનવર યા માણસોને રેતડ મેઢે ઉભે ઉભે ટગ ટગ જોયા કરશે. તેનાથી બીજું શું વળવાનું? પણ જે તે સ્થળે વર-યોદ્ધા હશે, તે તે પોતાના બાહુ-બળથી અથવા શસ્ત્રોથી તે ઘાતકીએને હંફાવીને તે જાનવરને યા માણસને બચાવી લેશે. આ ઉપરથી સાફ જોઈ શકાય છે કે દયા-ધર્મ બજાવવા માટે વીરતાની–શૂરતાની-યુદ્ધ-પ્રવીણતાની અને બહાદૂરીની કેટલી અગત્ય છે ! પોતાના ઘર ઉપર ગુંડાઓને હુમલો થતાં, યા પિતાની સ્ત્રી ઉપર બદમાશે કૂદી પડતાં પિતે જે બલવાન હશે તે તે બદમાશને મારી ભગાડશે અને પિતાના ઘરની રક્ષા કરશે અને પોતાની સ્ત્રીની ઈજજતને બચાવશે; પણ પોતે જે માયકાંગલે હશે, તે ડરીને આઘે ખસી જશે અને પોતાના ઘરને અને પિતાની સ્ત્રીને બદમાશને ભેગા થવા દેશે. જેઓ બલવાન અને વિર–
દ્ધા હોય, તેઓ જ દેશ ઉપર હુમલે કરવા દેડી આવતા હુલ્લડોરેને મારી ભગાવશે, અને તેઓજ ધર્મ ઉપરત્રાપ મારતા વિધમીઓને હાંકી કાઢશે. તેઓજ તીર્થ-રક્ષા કરી શકશે. તેએાજ ધર્મરક્ષા કરી શકશે, અને તેએાજ ઉન્નત મસ્તકે સંસારની સપાટી ઉપર નિર્ભયતા અને સ્વાધીનતાપૂર્વક વિચરણ કરી શકશે. માયકાંગલાઓના કપાલમાં તે ગુલામી સિવાય બીજું શું નિમાયેલું હોય ! તેઓ પિતાનાં ધર્મસ્થાનમાં ગમે તેવી ધર્મકરણી કરે અને ભજનીયાં ગાય અને ગમે તેટલા આડઅરપૂર્ણ ઉત્સવ–મહત્સ કરે, પણ એ લોકે આખર ગુલામજ છે, અને એ ખુશામદ યા ચાલાક યા અર્થથળ ઉપર ભલે જીવવા માંગતા હોય, પણ એવી નબળી હાલતનું પરિણામ આખરે નિપાતજ હોય. તેમનામાં ખરૂં જનૂન હોય, અરી વીરતા
[૧૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
હાય અને ખરી બહાદુરી હાય તે તેમની આંખા સ્ડામે લૂંટાતાં ધર્મ -ધન યા તી ધનને તેઓ રાતડ મેઢે ટગ ટગ જોઇ એસી ન રહે. પાતાના ધર્માંધનની રક્ષા માટે તેમને પરસુખપ્રેક્ષી ખનવુ પડે છે. આડાં અવળાં ફાફાં મારવા સિવાય મીજો શા રસ્તા તેમને હાઈ શકે ? ગુલામ ખની, બીજાની કૃપાના ટુકડા માટે કામાં મારનાર તે કમજોરાથી ખીજું શું થઇ શકે ? લક્ષ્મીના મદ ઉપર તેઓ ગમે તેટલું ઝુઝે, જોર મારે અને કદાચ પૈસાનાં પાણી કરી લાખના ખાર હજાર મેળવે, તે પણ તે મળેલા ટુકડા ગુલામાને સ્વાધીન નથી રહી શકતા. માયકાંગલાઓના હાથમાંથી તે ટુકડા છીનવી લેવામાં સતાધીશેા યા વિધમી મલવાનાને કેટલી વાર લાગવાની હતી !
"
જે કર્મ-શૂર હાય તેજ ધર્મ-શૂર હાય, એ કાણુ નથી જાણતું. “ નો અહિંસા ” જે, મૂળ મન્ત્રના પ્રથમ સૂત્રપાત છે, તેમાં જ અરિ’ને મારનારાઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ મંગલમય નમસ્કારમાં કેાઇ વિલક્ષણ જ જીસ્સા ભર્યાં છે. એ પરમપૂજનીય મન્ત્રધ્વનિમાં કોઇ એવી વીજળી મૂકી છે, કે જેનું ધ્યાન આત્મામાં એક મહાન ખળ રેડે છે. જો કે તે ‘ અરિ ’ શબ્દથી રાગ-દ્વેષાદ્રિ ભાવ અરિ લેવાય છે; પણ તે ભાવ અરિને સંપૂર્ણ હણવા માટે પરમાત્કૃષ્ટ શરીરખળની પણ અનિવાર્ય આવશ્યકતા છે, એ વાતની કાઈ ના પાડી શકે તેમ નથી. જૈનશાસ્ત્ર ખુલ્લું જણાવે છે કે મુકિતની પ્રાપ્તિ માટે જેમ સમ્યગ્દર્શનાદિ આભ્યંતર સામગ્રીની આવશ્યકતા છે, તેમ પરમાત્કૃષ્ટ શરીરબળની પણ આવશ્યકતા છે. એ વગર મુક્તિ કદી મળે જ નહિ, એ મહાવીરના ઉદ્ઘાષ છે.
વસ્તુસ્થિતિના વિચાર કરતાં જણાઈ આવે છે કે સારાસાર
[૧૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પરિણામ વસ્તુ ઉપર આધાર નથી રાખતાં, પણ વસ્તુના ઉપયોગ (Use ) ઉપર આધાર રાખે છે. વસ્તુને સદુપયોગ સુપરિ. ણામ લાવે છે, જ્યારે તેને જ દુરૂપયોગ દુષ્પરિણામ લાવે છે. "ये पदार्याः संसारस्य हेतवः, ते पदार्था मोक्षस्य हेतवः, ये पदार्या मोक्षस्य हेतवः, ते पदार्थाः संसारस्य हेतवः "-ने પદાર્થો સંસારના હેતુભૂત હોય, તેજ પદાર્થો મોક્ષના હેતુભૂત થાય અને જે પદાર્થો મેક્ષના હેતુભૂત હોય તેજ પદાર્થો સંસારના હેતુભૂત થાય. દાખલા તરીકે જે શરીરથી પાપ બંધાય, તેજ શરીરથી જ સધાય. કહ્યું છે કે – "येनैव देश विवेकहीनाः संसार-बीजं परिपोषयन्ति । तेचैव देहेन विवेकमाजः संसार-बीजं परिशोषयन्ति" * ||
અર્થાત–જે શરીરવડે વિવેકહીન માણસો સંસારના બીજને પરિપુષ્ટ કરે છે, તે જ શરીરવડે વિવેકશાળી સજજને સંસારના બીજને સુકાવી નાખે છે.
જે સ્ત્રીને “નરકની ખાણ” કહેવામાં આવે છે, તે જ સ્ત્રી શાણી, સુશીલા અને ધર્માત્માની હોઈ જે પોતાના પતિને આડે રસ્તે જતાં રોકે અને ધર્મ–માર્ગ પર લાવે તે તેજ સ્ત્રી તેના પતિને માટે મોક્ષ-લાભનું કારણ ગણાય.
એ પ્રમાણે, જે તલવાર હિંસક શસ્ત્ર હાઈ અધર્મનું કારણ છે, તેજ તલવારથી દેશ અને ધર્મ પર ચઢી આવેલાં ઘાતકી દુશ્મનનાં વાદળે ફેડી શકાય છે. અને એ રીતે દેશરક્ષા, પ્રજારક્ષા અને ધમરક્ષા માટે યોગ્ય સમય પર એગ્ય રીતે તલવારનો કરાતે ઉપયોગ એ તેને સદુપયોગ હાઈ તેજ તલવાર ધર્મલાભનું કારણ બને છે.
* સ્વપજ્ઞ “અધ્યાત્મતવાલેક' ના પ્રથમ પ્રકરણમાં ૭૨ મહેક.
[૧૨] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ઘર ઉપર કે ધર્મ ઉપર ત્રાપ મારતા દુશમનને હંફાવવાની શક્તિ પિતામાં ન હોય અને ડરીને આઘો ખસીને શાંત થઈ ઉભો રહે તે એ શાંતિ કે ક્ષમા ન કહેવાય. એ તે ચેમ્પી નબળાઈ, કાયરતા યા બાયલાપણું છે. એવી નબળાઈને ક્ષમાનું નામ આપવું એ ક્ષમાદેવીની નિષ્ફર ઝાટકણી કરવી છે. ક્ષમા તે વીરનું ભૂષણ છે. શૂર-વીર પિતાની શર-વીરતાનો દુરુપયોગ ન કરતાં શાનિત ધારણ કરે તે તેની એ ક્ષમા પૂજનીય ગણાય.
વીર–શાસનને વીજ ઝીલી શકે. નબળાઓના હાથમાં આવતાં તેનું પતન જ થાય. વીરશાસનને ઉપાસક ગૃહસ્થ ઝીણામાં ઝીણું સૂક્ષ્મ જન્તુથી લઈ ઈન્દ્ર પર્યન્ત તમામ જીવરાશિ પ્રત્યે દયાની હાર્દિક લાગણી ધરાવનાર અને અહિંસાધર્મના સિદ્ધાન્તને વ્યાપકરૂપે પોતાની જીવન-ચર્યામાં ઉતારનાર હવે જોઈએ. બીજાના ભલા માટે પિતાના સ્વાર્થને ભેગ
આપવામાં તેને રસ પડતે હવે જોઈએ. બીજાનું બુરું કરીને • લાભ મેળવવાની લાલચ તેના હૃદયમાં ઉત્પન્ન ન થવી જોઈએ.
અન્યાય અને અધર્મથી મળતી લક્ષ્મી તેને મન વિષરૂપ ગણાવી જોઈએ. સત્ય અને સંયમ એ તેના જીવનનાં આભૂષણ હેવાં જોઈએ. આવા ગૃહસ્થ પણ, જેમ શાસ્ત્રકુશળ હોય, તેમ જે શકુશળ હોય તે તેઓ વધારે ધર્મોલ્લોત કરી શકે. એવા ગૃહસ્થાના હાથમાં ચમકતી તલવાર એ તેમના સાત્વિક આત્મજુસ્સાનું જવલંત ચિન્હ છે. એ તેમનું ધર્મ—ખ છે. એ તેમના આત્મ-સન્માનને (self-reverence) જળહળતે પુરાવે છે. એવા ધર્મ—ખધારી ધર્મ-દ્ધાઓ વીર-ભૂમિમાંથી જ્યારે નિપજશે, ત્યારે વીર-ધર્મને ડંકો વાગવાને.
વીર-ધર્મને ડંકો વગાડવા માટે વીર-ભક્ત-સમાજનું
[૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
સંગઠન થવાની પરમ આવશ્યકતા છે. સંગઠન દ્વાએ પણ છિન્નભિન્ન દશામાં પડેલા
હોય તો તેમનાથી પણ કંઇ ન વળે. ગચ્છના તથા ફિરકાઓના ઝઘડા બધાય પાણીમાં પધરાવી દેવા જોઈએ. હદયમાં એ કોતરી રાખવું જોઈએ કે ભિન્ન ભિન્ન રીતિએ ક્રિયા કરવા છતાં પણ વીતરાગ-ધર્મની આરાધના કરી શકાય છે. આ ઉદાર તત્વ વીર–ભકતેનાં હદમાં વસી જાય અને મતસહિષ્ણુતા અને ઉદાર ભાવનાનો વિકાસ થાય તે તેમનું સંગઠન થતાં વાર ન લાગે. જે સમાજને ઈષ્ટદેવ મૈત્રીભાવના સિદ્ધાન્તને અસાધારણ પ્રચારક હોય અને જે ધર્મશાસનને | મૂળ મંત્ર મૈત્રીભાવ હોય, તે સમાજમાં અંદર અંદર કુસંપ હૈય, પરસ્પર વૈર-વિરોધ હેય અને ઝઘડા-રગડા ચારે બાજુ ફેલાયેલા હોય એ કેટલી બધી શરમાવનારી બીના ગણાય? આવી છિન્ન-ભિન્ન દશામાં આપણને એ પણ ભાન નથી રહ્યું કે-જેનોની શી દશા છે! જેન–સમાજ કેવી બીમારીમાં સપડાયેલ છે. અને તેનું ભવિષ્ય કેવું છે! મમશુમારીના આંકડા વાંચનારાએને ખબર હશે કે જૈન–વસ્તીના સંબંધમાં તે આંકડા કેટલા બધા રોમાંચકારી છે. જ્યાં દશ દશ વર્ષે ૫૦ થી ૬૦ હજારને ઘાણ વળતો હોય, તે સમાજનું આયુષ્ય કેટલું ક૯૫વું! કેટલાક ભેળા માણસો એવું કહી નાંખે છે કે –“હરકત શી છે, ૨૧ હજાર વર્ષ તે જીવવાના છીએ જ.” પણ તેમને જરા વિચાર કર ઘટે કે તેમને ૨૧ હજાર વર્ષ સારી હાલતમાં પસાર કરવાં છે કે, દીન-હીન-ક્ષીણ હાલતમાં બીજાઓનાં ઠેબાં ખાઇને પૂરાં કરવાં છે? માટે હાલની આપણું શોચનીય સ્થિતિના કારણે શોધીને તે માટે ચાંપતા ઉપાયે લેવાવા જોઈએ. આવા ભયંકર ઘટાડા માટે કાળ-રાજાને દેષ દેવા પૂર્વે પિતાના જાતિબંધુ
[૧૪]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
એની દુર્દશા તરફ નિરીક્ષણ કરવાની જરૂર છે. એકલા ગુજરાત -કાઠિયાવાડ ઉપર નહિ, પણ જ્યાં જયાં જેનેની વસ્તી છે, તે બધા પ્રદેશો ઉપર વિચાર-દષ્ટિ ફેંકવાની જરૂર છે. ત્યારે જ માલુમ પડી શકશે કે જેનામાં ભૂખમરો અને ગરીબાઈને ત્રાસ કેટલો વતી રહ્યો છે અને પેટને માટે ધમપરાભુખ થવાનું કેટલા પ્રમાણમાં બને છે. ખરી વાત તે એ છે કે પેટમાં રેટ પડ હેય તો “મો હિતાળ” સૂઝે. “ ભારતUપુરહ્યા છે.
એસવાલે જે બધાય જેને હતા તેમાંથી કેટલાય ઇતર ધર્મમાં ચાલ્યા ગયા છે. એથી વધારે ઘટાડે પોરવાડમાંથી થયે છે. ઉદેપુર–મેવાડમાં જે સ્થળે ઓસવાળનાં પાંચ હજાર ઘર હતાં ત્યાં પાંચસો ઘર રહી ગયાં છે. ઓસવાળ વૈષ્ણવ થઈ ગયેલા મેજૂદ છે અને કેટલાય બીજા સમાજમાં ભળતા જાય છે. મોઢ જાતિ જેન હતી, તે પણ ધર્માન્તરમાં પરિવર્તિત થઈ ગઈ છે. બંગાળમાં “સરાક” જાતિ છે, એ મ્હોટા પ્રમાણમાં છે, એ બધાય પૂર્વે જૈનો હતા. હજુ તેમનામાં “નવકાર ” ની કંઈક ઝાંખી છે. એમનું નામ જ બતાવી આપે છે કે તેઓ પૂવે સરાવક (શ્રાવક) હતા; અને એ (સરાવક) ઉપરથી જ અત્યારે તેઓ “સરાક કહેવાય છે. એકલા નાગપુરમાંજ જેને કલાલનાં ૪૦૦ લગભગ ઘર છે. તે બધાએ પૂર્વે જેન હતા અને હજુઅત્યારે પણ તેની જાત “ જેને કલાલ” કહેવાય છે. તેઓ પિતાને જેને કલાલના નામથી ઓળખાવે છે. તેઓ ખુદ સમજે છે કે તેઓ એક વખતે જેન હતા. પણ અત્યારે તે બધાય ઈતર ધમી છે. એટલું આશ્ચર્ય છે કે તેઓ બીજા કલાની જેમ દારૂના સંગમાં પડયા નથી. આમ જુદી જુદી જાતમાં જેનેની હેટી સંખ્યા ભળતી ગઈ છે અને ભળતી જાય છે. આર્યસમાજનું
[૧૫]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શાસન-ચક્ર હિન્દુઓમાં અત્યારે જબરદસ્ત ચાલે છે. તેમાં ધાર્મિક પુસે પારાવાર છે. હિન્દુ સેવા માટે તેમણે કમર કસી છે અને અત્યારે મજહબી કટોકટીના દારૂણ સમયમાં હિન્દુ નરનારીઓની રક્ષા અને સેવા તેઓ અદ્દભુત જોશથી કરી રહ્યા છે. હિન્દુધર્મના ફિરકાઓમાં હિન્દુ સેવાને જાજવલ્યમાન નમને અત્યારે એક આર્યસમાજ છે. તેઓનું સંગઠન, તેઓને ઉત્સાહ તેઓનું ઝનુન અને તેઓને આગ્રહ અસાધારણ છે. તેઓની સમાજ-સંચાલન–કલા બીજાઓએ શિખવા જેવી વસ્તુ છે. તેઓનાં ગુરૂકુલે, અનાથાલયે, બ્રહ્મચર્યાશ્રમે, કન્યાવિદ્યાલય, હાઇસ્કૂલ અને કોલેજો જેવા જેવી અને અચરજ ઉપજાવનારી સંસ્થાઓ છે. અત્યારે તેઓ ભીષણ જુસ્સાથી કામ કરી રહ્યા છે. તેમના શાસનમાં કેટલાય જેને ભળ્યા છે અને ભળતા જાય છે. તેમની સગવડભરેલી સંસ્થામાં દુખિયા જેન નર-નારીઓને સ્વત: પ્રવેશ કરવાનું મન થઈ આવે છે અને તે વીરેના હદયહારી પ્રયત્ન પણ બીજાઓને તેમની સંસ્થામાં ખેંચીને લાવે છે.
હિન્દુસ્તાનમાં ત્રણ મિશને જોરશોરથી કામ કરી રહી છે. ઈસાઈ, મુસન્માન અને આર્યસમાજ. આ ત્રણેએ પિતાનાં યંત્રો હિંદમાં બીજાઓને પોતાની સંસ્થામાં લેવા માટે ફેલાવ્યાં છે. અએવ એ ત્રણેમાં ભારે ચડસાચડસી અને હરીફાઈ ચાલી રહી છે. ઈસાઈઓને તે કઈ વાતને ટેટે નથી. સમ્રા જે ધર્મને અનુયાયી હોય તે ધર્મવાળાઓને કઈ વાતની ખામી પડે; એટલે તેમનો પ્રયત્ન સર્વાધિક વ્યાપક હોય એમાં નવાઈ નથી. તેમની મિશને હિંદમાં સન ૧૯૨૬ માં ૧૫૮૨ નિયુક્ત કરવામાં આવી છે, જેના ખર્ચને પહોંચી વળવા માટે ૭૦ કરોડ રૂપીયાનું ફંડ નેંધાઈ ચુકયું છે. તેમના અડ્ડા જ્યાં જુઓ ત્યાં તેયાર છે.
[૧૬] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
મુસલમાનમાં શારીરિક જુસ્સો વધારે કામ કરે છે. ગુસ્સો અને જુસ્સો ચઢી આવતાં તેમને વાર ન લાગે. એક્તા તેમનામાં અદ્ભુત છે અને ચાલાકી તથા આવડતથી તેઓ પોતાની સંસ્થાને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
સિખ કેમ કેટલી જમ્બર છે એ તેમના સત્યાગ્રહ” થી જાહેર થઈ ચુકયું છે. હિન્દુઓનું કલેવર બહુ મહેાયું છે અને એમાં હેટા ડેટા સમર્થ વિદ્વાને, દેશનેતાઓ, વિરે અને ઉંચા ઉંચા અધિકારી-એફસરે છે. તેઓ આખા હિંદમાં સર્વત્ર પથરાયેલા છે. આર્યસમાજ પણ તેમનું એક અંગજ ગણાય. પારસી કેમ ભલે ન્હાની હોય, પણ તે બહુ લાગવગવાળી કેમ છે. ઉંચી ઉચી લાઈન પર તેઓ પહોંચેલા છે. એજ્યુકેશનનો વિસ્તાર તેમનામાં બહુ છે. અને તેઓ ઉંચા પિઝિશનના સ્ટેજ ઉપર છે. પરોપકારી સખાવત કરવામાં તેઓ ઉંચો નંબર ધરાવે છે.
આ બધું જોતાં જેને કયાં ઉભા છે એ વિચાર હદયમાં બહુ ગ્લાનિ ઉપજાવે છે.
જેનેની દયા લીલતરી–સુકવણુમાં આવીને સમાણું છે, એવા આક્ષેપ ખેદની સાથે સાંભળવા પડે છે. પણ એટલું તો કહેવું પડશે કે–જાતિ બંધુઓને સહાયતા કરવાની ઉદાર ભાવના જેમાં ઓછી દેખાય છે. જ્યાં આવી સ્થિતિ હોય, તે સમાજ કદી આગળ ન વધી શકે. સમાજની પડતીમાં ધર્મની પડતી થાય. સમાજની ખીલવણમાંજ ધર્મની ખીલવણું છે. ધર્મક્ષેત્રનો ચળકાટ સમાજના ચળકાટ ઉપર અવલંબિત છે. શ્રાવક-શ્રાવિકાઓ હદ-પુષ્ટ અને સુખ-સમ્પન્ન હોય તે ધર્મ–ક્ષેત્રની પણ ઉન્નતિ થઈ શકે. વાસ્તવમાં, શ્રાવક-શ્રાવિકા-વર્ગ એ શેષ ધર્મ ક્ષેત્રોનું મૂળ છે, કેમકે તે વર્ગમાંથી તે ક્ષેત્રોને પ્રાદુર્ભાવ થાય છે.
[ ૧૭ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
એટલે તે વર્ગ સુખ-સમ્પન્ન અને પુષ્ટ હોય તો તેમાંથી શેષ ધર્મ. ક્ષેત્રો પણ સુંદર રૂપે નિપજે; અને જે, શ્રાવક-શ્રાવિકાવર્ગની સ્થિતિ નબળી હોય અને તેએાજ જે ક્ષય-ગથી રીબાવા લાગે તે પછી મંદિર વગેરેની સંભાળ કોણ લેશે? “કુવામાં હેય તે અવાડામાં આવે.”
માંડવગઢના લક્ષાવધિ જેને આગન્તુક ગરીબ ભાઈને ઘર દીઠ એક એક રૂપીયે, એક એક ઈંટ, એક એક વળી અને એક એક નળીયું આપીને તત્કાળ લક્ષાધિપતિ બનાવી દેતા; એજ જેને આજે પિતાના ગરીબ બંધુઓ પ્રત્યે લાપરવાહી ધરાવે છે, એ એાછો ખેદને વિષય ન ગણાય.
આચાર્ય હેમચન્દ્રના શરીર પર જીર્ણ-શીર્ણ કપડું જોઈને રાજા કુમારપાલે ખિન્ન થઈને કહ્યું કે–“પૂજ્યવર ! આપ રાજગુરૂના શરીર પર આવું કપડું જોઈને મને શરમ આવે છે અને દુઃખ થાય છે. ત્યારે ગુરૂજી બેલ્યા કે–“રાજન ! જીર્ણ-શીર્ણ વસ્ત્ર એ તે ભિક્ષુનું ભૂષણ છે; પણ ખરી વાત તે એ છે કે ગૃહસ્થોના ઘરમાં હોય તેજ મુનિઓને મળે, એ તમે શું નથી જાણુતા કે? તમારા ધર્મબંધુઓ જે સુખી હોય તે તેઓ મુનિઓને સારી ચીજ વહેરાવી શકશે. માટે સર્વ–પ્રથમ ધર્મ– બંધુઓને ઉદ્ધાર કરવાની જરૂર છે.”
વસ્તીના ઘટાડાની બાબતમાં બીજી વાત એ વિચારણીય છે કે–વાંઢાએ કેટલા બધા પ્રમાણમાં એવીને એવી હાલતે સંસારમાંથી કુચ કરી જાય છે. વળી, સમાજમાં વિધવાઓ પુષ્કળ પ્રમાણમાં વધતી જાય છે. અને બાળ-વિધવાઓના કરૂણ આર્તનાદે દુઃખમય કોલાહલ ઘણે વધારી દીધો છે. કેવલ દેવવશાત્ નહિ, પણ સામાજિક-રૂઢિગત દોષના કારણે વિધવા
[ ૧૮ ].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ઓની સંખ્યા જે વિશેષ પ્રમાણમાં વધતી જાય છે, તે પણ વસ્તીના ઘટાડાના એક મહાનું કારણ તરીકે શોચનીય બીના છે. આ બધી બાબતે ઉપર મધ્યસ્થવૃત્તિઓ અને શાંત મગજે પરગજુ હૃદયથી વિચાર કરવાની અગત્ય છે.
ઉપર કહ્યું તેમ, સમાજની બીમારી વધતી જાય છે. છતાં આશ્ચર્યને વિષય છે કે–આપણને આપણી બીમારીને અનુભવ થતો નથી. કયાં કયાં, કેવાં કેવાં ભાઠાં અને ભગંદરે પડ્યાં છે, એની આપણને હજુ પૂરી ખબર નથી. આ તે કેવી મેહનિદ્રા ! બીમારીની ચિકિત્સા કરવામાં જેટલે વિલંબ કરવામાં આવે છે, તેટલોજ રેગ વધારે ફેલાય છે. જેની સંખ્યાને ભયંકર હાસ એ આપણી બીમારીનું મર્મવેધક પ્રમાણ છે. જેનોની સંખ્યા દશકાઓથી ઘટતાં ઘટતાં આજે પૂરી બાર લાખ જેટલી પણ નથી રહી. તેમાં પણ અનેક ફિરકાઓ અને અનેક શાખાઓ. તેમાં પણ વૈર-વિરોધ અને ઝઘડા-રગડાનો પાર નહિ. આવી હાલતમાં વર-શાસનની ઉન્નતિ ગમે તેટલા ' ઉત્સ–મહોત્સવથી પણ શી રીતે થઈ શકે ? માટે સહુથી પહેલી તકે જેને સંગઠનની જરૂર છે. તમામ ધર્મ–નેતાઓ અને સમાજ-નેતાઓએ તમામ વેર-ઝેરને વિસરી જઈ, હદયની કડવાશને ધોઈ નાંખી, એકસંપ કરીને સંગઠનના સૂત્રમાં બદ્ધ થઈ જવું જોઈએ અને સમાજની અંદર ઘર કરી રહેલા સડાએને દૂર કરવા પ્રયત્નશીલ થવું જોઈએ.
===%
==
[ ૧૮ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ધર્મસંસ્થાઓ.
પિતાના સાધર્મિક બંધુઓની સ્થિતિ સુધારવા માટે એક
જેન–બેંક” ની આવશ્યક્તા છે. ભિન્ન જેન બેંક ભિન્ન પ્રાન્તમાં તેની શાખાઓ પણ
સ્થપાય. એ દ્વારા ગરીબોને રસ્તે ચઢાવવાનું સાધન પૂરું પાડી શકાય. ધન રાશિની વ્યવસ્થા માટે, તેનો સદુપયોગ થવા માટે અને જેન બંધુઓની સ્થિતિ સુધારવા માટે “જેન-બેંક” ની બહુ જરૂર છે. પુરતી કેળવણીના અભાવે ઘણા યુવકને આમ તેમ
રખડવું પડે છે, અને જીવન-નિર્વાહની હુન્નરશાળા. સગવડ બરાબર નહિ સાંપડતાં તેમને બહુ
વિડંબના ભોગવવી પડે છે. તેઓની પાસે જે કંઈ હુન્નર-વિદ્યા હોય તે તેમને જીવનનિર્વાહની મુશ્કેલી ન રહે. કેળવણીની ઉંચી લાઈન પર નહિ ચઢેલાઓ, અગર નહિ
[ ૨૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ચઢી શકનારાઓને સુખેથી રેટલા ભેગા કરવા માટે હુન્નરશાળાની સમ્ર જરૂર છે. આથી ઘણા નિરાધારા અને અશકતા રસ્તે ચઢી જશે. અને વેપારી–ષ્ટિએ પણ તેમાં ઘણેા ફાયદા સમાયેલા છે. આજે હુન્નર-કળાવાળા જે કમાણી કાઢે છે તે ૮ મ્હેતાજી ” બનેલા વાણિયાના છેાકરા નથી કાઢી શકતા. હુન્નર–કળા સાથે પુસ્તકીય કેળવણી અને ધાર્મિક શિક્ષણ પણ
"
અવશ્ય અપાય.
વિધવાએની કરૂણાજનક સ્થિતિ ઉપર નજર કરતાં શ્રાવિકાશ્રમેાની કેટલી બધી જરૂર છે, એ દરેક શ્રાવિકાશ્રમ. વિચારક સમજી શકે છે. આ સંસ્થાની રચના તેમની ચારિત્ર–શુદ્ધિના મુખ્ય ઉદ્દેશ ઉપર હાય, અને સર્વત્ર તદ્દનુકૂળ વિશુદ્ધ વાતાવરણુ હાય. તેમના બધા ટાઈમ ઉદ્યોગ-હુન્નરમાં પસાર થાય અને ચારિત્રશુદ્ધિવધ ક તથા આત્મકલ્યાણુસાધક શિક્ષણ યા ઉપદેશ પશુ તેમને નિયમિત રૂપે અપાય. દુખિયા અને સ ંતસ વિધવાઆને આવું શાંતિમય જીવન મેળવી આપવું એ બહુ જરૂરી અને મહાન પુણ્યકર્મ છે.
હવે બ્રહ્મચર્યાશ્રમની વાત કરીએ. પાકે ઘડે કાંઠા ન ચઢે; માટે આજના બાળકોને કેળવવાની બહુ જરૂર બ્રહ્મચર્યાશ્રમ છે. સારી રીતે કેળવાયલા એ બાળકા જ ભવિષ્યમાં સમાજના થાંભલા મની ધર્મની રક્ષા કરવા પેાતાનાં આત્મબલિદાના આપવા પણ તત્પર થશે.
બ્રહ્મચર્યાશ્રમે વસ્તીથી દૂર હાવાં જોઇએ, વસ્તીનું મલિન વાતાવરણ ત્યાં ન પહોંચવુ જોઇએ, વસ્તીથી દૂર, સુંદર વન— પ્રદેશમાં, સારા જળાશયની સમીપમાં આશ્રમેા સ્થપાવાં જોઇએ.
[ ૨૧ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉંચા આદર્શ ત્યાગીઓ તેના પ્રબંધક અને અધ્યાપક હોવા જોઈએ. તે સંસ્થામાં સાત-આઠ વર્ષની ઉમ્મરથી દાખલ થયેલા બાળકો ઓછામાં ઓછા ૧૯ વર્ષ સુધી વિદ્યાધ્યયન કરે. એ સંસ્થાઓમાં વ્યાયામને ઉંચામાં ઉંચે પ્રબંધ હોય અને શસ્ત્ર-કળાનું પણ સુંદર શિક્ષણ અપાય.
તેટલાં વર્ષો સુધી અખંડ બ્રહ્મચર્યની સાધના સાથે વિદ્યોપાર્જન કરીને પછી બહાર નિકળેલા એ બ્રહ્મચારી વિદ્વાનેનું બ્રહ્મતેજ દુનિયા ઉપર કેટલું અજવાળું નાંખશે ! તેમનાં શરીર કેવાં અલમસ્ત હશે ! તેમનું દેહ-સૌન્દર્ય કેવું તગમગતું હશે ! અને તેમની હાકલ દેશને કેવી ગજાવી મૂકશે !
બ્રહ્મચર્યાશ્રમમાંથી નિકળેલા એ વીર–ચોદ્ધા-કિનયુવકે જે સંન્યાસને માર્ગ ગ્રહણ કરશે તે હેમચન્દ્રાચાર્યની આવૃત્તિઓ નિકળશે, અને જગતના યુગ–પ્રધાનનાં કાર્યો બજાવશે. અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારા ધુરન્ધર દેશભક્તો, ધર્મ–વીરે અને મહાન આદર્શ ગૃહસ્થ નિવડશે.
શ્રીમાને ! વીરને નામે, મહાવીરને નામે, પરમેશ્વરને નામે, દયા-ધર્મને નામે આવાં ખાતાં ખોલવામાં તમારી લક્ષ્મીને ઉપયોગ કરે. અત્યારે આવાં ખાતાં ખોલવાની સખ જરૂર છે. નક્કા સમજી રાખે કે આવાં ખાતાં ખોલવા સિવાય જેન–સમા જની કફેડી સ્થિતિ કદી સુધરવાની નથી. દયાળુઓ ! તમારા ગરીબ-દુખિયા ભાઈ-બહેનની વ્હારે આવે. તેમની દર્દી–ભરી પીડા અને પિકારને જરા કાન દઈ સાંભળો. તેમની સગવડને પૂરી પાડી તેમને ધર્મમાં સ્થિર કરે. મુશ્કેલીઓ અને આપત્તિઓના ઉપરા ઉપરી પડતા પ્રહાર ખમી ખમીને, આખરે હેરાન થઈ કંટાળી જઈ, નિષ્ઠુર-હૃદય બની તેઓ
[ ૨૨ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
ધમોનરમાં ચાલ્યા જાય છે, એ વાતને વિચારે. સમાજની ગરીબાઈ અને દુખિયા નારીઓની વિહળ દશા તરફ નજર નાંખશે તે જરૂર તમારાં દયાળુ હદય એક વાર થરથરી જશે, અને તમારી આંખમાંથી દયાનાં બે બુંદ સરી પડશે. દયાના સાગર! તેમની ઉપર તમારા દયાનાં જળ સીંચે. તેમની દુખાગ્નિને શમાવો. તેમના ગૃહ-જીવનને ઉચિત ટેકો આપીને તેમને ધીરજ બંધાવે. તેમને તમારાથી વિખુટા પડવા ન દે. હિન્દુ મહિલાઓની જેમ, જૈન મહિલાઓના (વિધવાઓના ) પણુ ગુંડાઓથી ભગાવ્યાના અને જ્યાં ત્યાં રખડી-ભટકીને આખરે આર્યસમાજની સંસ્થામાં વિશ્રામ લીધાના દાખલા તમારા સાંભળવા બહાર નહિ જ હોય. આવી બધી ઘટનાઓ કંઈ સુરતમાં જ દુનિયાની જાહેરમાં ન આવે; પણ અંદરખાને આવા ત્રાસજનક ગોટાળા કેટલા ચાલતા હશે, તેને જરા લમણે હાથ મૂકી વિચાર કરો. આવી ભીષણ દશા જોઈ તમારા પરોપકારી હૃદયને એકવાર રડવું આવવું જોઈએ. તમારી પાસે હામ-દામ-ઠામ બધુંય છે. ફક્ત તમે એટલું સમજી જાઓ કે તમારી લાપરવાહીના કારણે જ આ બધી દુર્દશા ફેલાઈ રહી છે. તમને તમારી ભૂલ નજર આવતાં જરૂર તમારૂં દયાળુ હદય તમને તમારા દુખિયા સમાજની સંભાળ લેવા ઉઠાડશે; અને તમને પોકાર કરીને કહેશે કે ઉઠો ! જલદી ઉઠે ! અને હુન્નરશાળા, અનાથાલય, કન્યાવિદ્યાલય. હોસ્પીટલ, પ્રસૂતિગૃહ, જેવાં શ્રેષ્ઠ ધર્મ–મંદિરે યા ધર્મસંસ્થાઓ ઠેક ઠેકાણે ખોલે. અને બીજી વાત એ છે કે, દરેક પ્રાન્તના મુખ્ય મુખ્ય સ્થળોએ એવાં સાધર્મિકસમુદ્ધારક-મંડળે ખેલાવાં જોઈએ કે તેઓ પિતપતાની હદમાં વસતા સાધમિક બંધુઓમાં જે કોઈ ગરીબાઈથી પીડાતા હોય, તેમને સહાયતા કરવાનું કાર્ય કરે. સાધર્મિક-વાત્સવની
[ ર૩ ].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
સારામાં સારી પેજના આ છે. આ દિશાએ સાધમિક-વાત્સલ્યની સંસ્થાઓ ઉભી કરવાની પહેલી તકે જરૂર છે. આવી સંસ્થાએ
સ્થપાતાં ગરીબાઈરૂપી ડાકણને પહેલે ધડાકે સમાજમાંથી દેશવટ મળશે. અને એ રીતે સમાજની માનસિક ભૂમિકા સ્વસ્થ થતાં તેમાંથી ધર્મબુદ્ધિના સુંદર અંકુર ફુટી નીકળશે. આમ જૈન શાસનની યશપતાકા ફરકાવવા સાથે અખંડ પુણ્યનો સંચય કરે. વીરધર્મને કે વગાડવા માટે સ્ત્રી-સમાજને સુધાર
થવાની પરમ આવશ્યક્તા છે. મહાવીરના નારી-સમાન. શાસનમાં જે સ્થાન પુરૂષને છે, તે સ્થાન
- સ્ત્રીઓને છે; જ્યારે બીજી તરફ સ્ત્રીઓને નરકની ખાણ,” રાક્ષસી ' જેવાં વિશેષણેથી નવાજવામાં આવે છે. વસ્તુત: નથી સ્ત્રી નરકની ખાણ,” તેમજ નથી પુરૂષ “નરકની ખાણુ” કિન્તુ એક-બીજાની તરફ જે કામાન્યવૃત્તિ, તેજ દુર્ગતિને રસ્તો છે. છતાં સ્ત્રીવર્ગ માટે આવા હલકા શબ્દોને વપરાશ ઘણા લાંબા વખતથી ચા આવે છે. શાસ્ત્રો યા ગ્રન્થ પુરૂષોએ લખેલા છે, દુન્યવી વ્યવહારનું શાસન પુરૂષ -વર્ગના હાથે ચાલતું આવ્યું છે, એથી સ્ત્રી-જાતિના યોગ્ય હકકે પ્રત્યે પુરૂષ–વર્ગનાં આંખ-મીંચામણુ થયાં હોય અને ખુદ પિતાની કમજોરીને વાંક ન કાઢતાં “માર પુસ ત” ની કહેવત પ્રમાણે સ્ત્રી જાતિને ભાંડવા પુરૂષવર્ગ ઉશ્કેરાઈ ગયા હોય એમ આભાસ નથી થતો વારૂ !
સ્ત્રી–વર્ગ માટે मापदामाकरो नारी नारी नरक-वर्चनी । विनाश-कारखं नारी नारी प्रत्यच-राचसी ॥
[ ૨૪ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
આવા પ્રકારના ઉદ્દગારો જેમ પુરૂએ રજુ ક્યો, તેમ સ્ત્રીઓ પણ પુરૂષવર્ગ માટે તેવા પ્રકારના ઉદ્દગારો રજુ ન કરી શકત કે? અર્થાત્ સ્ત્રીઓએ તથાવિધ ગ્રન્થપ્રણયનમાં ભાગ લીધે હેત તે તેઓ પણ –
पुरुषो विपदा खानिः पुमान् नरक-पद्धतिः । पुरुषः पाप्मनां मूलं पुमान् प्रत्यचराचसः ।। આવા ઉદગારો પુરૂષ-વર્ગ માટે ન કાઢત કે?
આચાર્ય હેમચન્દ્ર એગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ૧૨૦ મા લેકની વૃત્તિમાં સાફ જણાવે છે કે સ્ત્રીઓને માટે જે હલકા અને નીચ શબ્દના પ્રયોગો કરવામાં આવે તે પુરૂષને માટે પણ તેવા શબ્દોના પ્રયેગો કાં ન કરાય ? પુરૂષે પણ દૂર, કૃતન, નાસ્તિક, ઘાતકી અને ધૂર્ત હોય છે, કિંતુ એવા પુરૂષને લીધે આખી પુરૂષ–જાતિ જેમ ભંડાતી નથી, તેમ તેવી સ્ત્રીઓને લીધે આખી સ્ત્રી-જાતિ ન ભંડાવી જોઈએ. સગુણ પુરૂષેની જેમ સદગુણિની સ્ત્રીઓ પણ સંખ્યાબંધ છે. સુશીલા સ્ત્રીઓને શીલ–ગુણ મહા ચમત્કારી વર્ણવ્યા છે. એક અંગ્રેજનું કથન છે કે–
" The Chastity of man is Praiseworthy, while that of woman is saluteworthy."
અર્થાત–પુરૂષને શોલ-ગુણ પ્રશંસનીય છે, જ્યારે સ્ત્રીએને તે ગુણ નામકરણીય છે.
સ્ત્રીઓને નિંદવામાં, સીએ તરફ પુરૂષોને કૃણા ટે અને તેમની તરફ પુરૂષોને વૈરાગ્ય-ભાવ ઉપજે, એ હેતુ જે પુરૂષના હદયમાં વસ્યા હોય તે એવાજ પ્રશસ્ત હેતુએ, એટલે કે પુરૂ તરફ સ્ત્રીઓને ધૃણા છૂટે અને વૈરાગ્યભાવ ઉપજે એ માટે
૨૫ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
સ્રીએ પણુ, તેમને જો તેવે અનુકૂલ પ્રસંગ પ્રાપ્ત થયા હાત, તા પુરૂષાને નિન્દવાનુ કામ ન ખજાવત કે ?
,
‘ મનુસ્મૃતિ ' માં મનુજી મહારાજ—
અસ્તુ !
મહાવીરે પુરૂષ અને સ્ત્રીને સરખી કોટીએ મૂકયા છે. મેાક્ષદ્વાર તે તેને માટે સરખી રીતે ખુલ્લુ બતાવ્યુ છે. ‘ ચંદનઆળા ’ ને દીક્ષા આપીને મહાવીરે નારીજાતિના મસ્તકને ઉન્નત અનાવ્યું છે. તત્કાલીન હિન્દુએએ સ્ત્રી–જાતિને હલકી કેાટીએ મૂકીને તેમને માટે સંકુચિત કેન્દ્રનુ નિર્માણ કર્યું હતું; તે ફેડવા માટે અને પુરૂષની સરખામણીમાં સ્ત્રીજાતિના ગૈારવની રક્ષા માટે પુરૂષ-સંઘની જેમ સ્ત્રી-સંઘના પણ સ્થાપના મહાવીરે કરી હતી અને ચંદનખાલા ' જેવી રાજકુમારીઓને દીક્ષા આપી સ્રી–સંધની અગ્રગામિનિ મનાવી હતી. એટલુ જ નહિ પણ ‘ સુલસા ’ જેવી સંસારવિત ની સુશીલા મહિલાઓના સદ્ગુણાને વિશેષરૂપે પ્રશંસીને તેમનાં આત્મગારવ વધાર્યા હતાં.
જે સ્ત્રી-પુરૂષ પરસ્પર અસાધારણ પ્રેમિયુગલ છે, ત્યાં હની ચર્ચાને સ્થાનજ નથી રહેતુ. સ્ત્રીને મન તેના પતિ પેાતાના પ્રાણેશ્વર હાય અને પતિને મન તેની શ્રી પાતાની અર્ધાંગના હાય, ત્યાં હુની પડાપડી હેાય ખરી ? ત્યાં તે પરસ્પર એક–બીજા માટે પોતાનું સસ્વ સમર્પવા તૈયાર હોય. પણ આવાં પ્રેમિ યુગલા ક્યારે નિપજે એ વિચારવાનુ છે. આવાં પ્રેમિ-યુગલે નિપજાવવા માટે લગ્ન-પદ્ધતિની રીતિને સુધારવાની જરૂર છે. ખાલ–વિવાહ, અનમેલ વિવાહ અને વૃદ્ધવિવાહ ઉપર સખ્તમાં સખ્ત અંકુશ મૂકાવા જોઇએ. ૧૯ વર્ષની ઉમ્મર
[ ૨૬ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
પહેલાં પુરૂષના અને ૧૪ વર્ષની ઉમર પહેલાં કન્યાના વિવાહ ન થવા જોઇએ. વર-કન્યા વચ્ચે પાંચ વર્ષનું આંતરૂં રાખવુ જરૂરી, ઉચિત અને ફાયદાકારક છે. આમ, ચેાગ્ય ઉમરે મળતા સ્વભાવવાળાં, તદુરસ્ત અને સુશિક્ષિત યુગલાને લગ્ન-ગ્રન્થીમાં જોડવામાં આવે, તે તે આદર્શ દમ્પતી બની પોતાના ગૃહસ્થ-સંસારને સુખ-સમ્પન્ન બનાવી શકે.
ખાલકાની જેમ ખાલિકાઓને પણ ઉત્તમ કેળવણી, સદાચાર-શિક્ષણ અને ધાર્મિક જ્ઞાન આપવાની જરૂર છે. વ્યવહારિક કેળવણીમાં માતૃત્વ શિક્ષણ પણ કન્યાઓને વધારે જરૂરતું છે. એ નિશ્ચય છે કે—વિદ્યાવતી અને સુસ ંસ્કારશાલિનીજ કન્યાઓના માતૃ-પદથી નૂતન અને ભવ્ય રાષ્ટ્રનું નિર્માણ થશે. જ્યાં સુધી માતાએ સુશિક્ષિત અને સદાચારસ ંપન્ન નહિ નિપજે ત્યાં સુધી ધર્મ, સમાજ કે ૨:૦ૢનું ઉત્થાન થવું અશકય છે. યાદ રાખવુ જોઇએ કે એક સુશિક્ષિત અને સદાચારવિભૂષિત માતા પોતાની સન્તતિને સુસ ંસ્કારિત બનાવવામાં સેા શિક્ષકાની ગરજ સારે છે. કન્યાએ ઉત્તમ શિક્ષણ અને સુંદર સદાચાર સંપાદન કરીને પછી જ્યારે સુયેાગ્ય પુરૂષ સાથે લગ્નગ્રન્થીમાં જોડાશે, ત્યારે તે કેવી દેવીએ નિકળશે અને એએથી જગતનું પણ કેટલું ભલુ થશે ?
લગ્ન એ જિન્દગીભરના સબન્ધ છે. એક માટીના ઘડા લેવા હાય તા પારખીને લઇએ, જ્યારે લગ્ન જેવાં કાર્યો ખરાખર પરખ વગર કરાય અને જેને જે માલ સાથે સંબંધ છે તેને પેાતાના માલની જરાય ખખર ન હોય એ કેવી વાત ગણાય ! પૂર્વકાળની સ્વયંવરપ્રથા કયા પોઇન્ટ ઉપર જાય છે એના જરા વિચાર કરવા જોઈએ.
[ ૨૭ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
લગ્ન-શાદીની યોગ્યતાનું માપ ધનથી ન કરતાં ગુણેથી કરવું જોઈએ. ગરીબ હોય, પણ સદાચારી, તંદુરસ્ત અને નિર્વાહ જોગ પેદા કરનાર હોય તે તે વિવાહને પાત્ર છે, લાયક છે; કિન્તુ ગમે તેટલે ધનવાન હોવા છતાં પણ જે દુરાચારી હાય યા રોગી હોય તે તે વિવાહને લાયક નથી. વળી જન્મકુંડલીની અપેક્ષા ગુણ-કુંડલીને વધારે મહત્ત્વ અપાવું જોઈએ. ચોખ્ખી રીતે જે નાલાયક દેખાતે હેય, તેને કેવળ જન્મ-કુંડળીના મેળ ઉપર વિવાહને ગ્ય સમજ એ કેવળ મૂર્ખતા છે.
અયોગ્ય વિવાહ અધમ્ય છે અને સમાજઘાતક છે, એ પ્રત્યક્ષ જેવાઈ રહ્યું છે. સમાજ રૂપી બિલ્ડિંગનો પાયે સુગ્ય વિવાહ-પદ્ધતિ (Marriage-system છે. ઉત્તમ સંતતિ રૂપી સુંદર ફળો ત્યાંથી જ પ્રક્ટ થાય છે. યોદ્ધાઓ અને બદ્ધાઓ, ત્યાગીઓ અને વૈરાગીઓ, ધીરે અને વિરે, શ્રીમાને અને ધીમાનો તે જ રસ્તે આવિભૂતિ થાય છે.
પકવ ઉમ્મર થવા છતાં પણ કેટલાકે ફરી વિવાહ કરતાં અચકાતા નથી. અને ઉંટને ગળે બકરી યા બિલાડી લટકાવવા જેવું રાક્ષસીય કૃત્ય કરવા ઉતારૂ થઈ જાય છે. આવા અધમ અને પાપિષ્ટ વિવાહમાં શામિલ થઈ તેનું પાણી પણ પીવું એ ખૂન પીવા બરાબર છે. ધનની કોથળીઓના લેભે ડોકરાને ગળે પિતાની બાલિકા મઢનાર માબાપ તે ઘોર પાપી છે જ, અને
એ ડેકરાના રાક્ષસપણાનું પણ શું પૂછવું, કિન્તુ તેવા ઘાતકી વિવાહમાં શામિલ થનાર મહાજન-વર્ગ પણ ઘેર પાપી છે, એટલું જ નહિ, પણ કન્યાના માબાપ અને એ ડેકરાના કરતાંય એ મહાજન–વર્ગ વધારે અને રાતિઘેર પાપી છે. તેઓ જે તેવા પાપમાં શામિલ ન થાય અને તેવા પાપી વિવાહને નિષ્ફ
[ ૨૮ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
રતાથી ફ્રૂટકારી નાંખે, તે તેવા પ્રલયકારી પ્રસગો આપે।આપ ઓછા થઈ જાય.
સ્રી–જાતિ અને પુરૂષ–જાતિના સમ્બન્ધ પરમનિષ્ઠ છે. સંસાર–રથનાં તે એ ચક્રો છે. અને ચક્રોની સરખાઈમાં જ રથ બરાબર ચાલે. તે મને એકક્ષ્મીજાનાં વફાદાર હેાવા જોઇએ. એક બીજાની તરફ વિશ્વાસની લાગણી અને ઉદાર ભાવના હાવી જોઇએ. આ લાગણી અને ભાવનાના અભાવે જ એકખીજાનાં અન્તર એકબીજાથી બહુ છેટાં પડી ગયાં છે અને પરસ્પર શંકાશીલ તથા વ્હેમવાળાં બની ગયાં છે. અને એ તે સ્વાભાવિક છે કે ક્ષુદ્રદૃષ્ટિ થતાં દેાષ–દન જ થયા કરે. અત્યારે ઘણા ભાગે આવી સ્થિતિ વતી રહી છે. વળી પુરૂષ ગમે તેટલે દોષ–મહુલ હાય, પણ તેનું બહાર નથી આવતું, જ્યારે સ્ત્રીનુ જરામાત્ર બહાર આવતાં તેના ઉપર શિલાપાત જેવા ભીષણ પ્રસંગ આવી પડે છે. ખરી રીતે વિચાર કરતાં બગાડનુ આદિ કારણ પ્રાય: પુરૂષજ હાય છે. સ્રીની કામ–વાસનાની માત્રા પુરૂષ-વર્ગ કરતાં ભલે અધિક માનવામાં આવે, અને એ પણ વાત ખરી કે એ હાથ વગર તાલી નજ પડે, છતાં દુરાચરણની પહેલ અધિકાંશ પુરૂષ તરફથીજ થાય છે; સક્રિય પ્રેરણા પ્રથમ પુરૂષજ કરે છે. તેનુ કારણ સ્પષ્ટજ છે કે—પુરૂષ પ્રાય: નિસર્ગચંચળ છે, જ્યારે સ્ત્રી લજ્જાશીલ અને ધીરજ–વૃત્તિવાળી છે. આમ છતાં દેષના બધા પાટલા સ્ત્રીને માથે મઢવામાં આવે છે, અને પુરૂષ કારા ધાકાર છુટી જાય છે. આ “ જૈવ દુર્જન-ધાન્તમ્ '' નહિ તેા ખીજું શું?
સ્ત્રીવર્ગ ને સારી રીતે કેળવાય, તેનામાં સારા સંસ્કારા
[ ૨૯ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પડે, તેનામાં જ્ઞાન તથા બુદ્ધિનો વિકાસ થાય અને તે પોતાના વિચાર-બળથી પોતાની મુખ્ય ફરજે સમજતે થઈ જાય છે તે ગૃહરાજ્ય યા કુટુંબ-રાજ્યને કેવું સરસ ચલાવી શકે ! એટલું જ નહિ, પણ જે સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યો એકલા પુરૂષ-વર્ગથી સાધ્ય નહિ થઈ શકવાને લીધે રખડી પડે છે, તે પણ સરલતાપૂર્વક સધાઈ જાય.
બાલ-લગ્ન, વૃદ્ધ–લગ્ન, કન્યાવિક્રય, દાડો કરવાની રીત તથા રડવા-કુટવાની રીત વગેરે કુરૂઢિઓને દૂર કરવા નારી-વર્ગને પ્રયત્ન શીધ્ર લાભકારક થાય. આમ સાંસારિક અને ધાર્મિક સુધારાઓની જનાઓ પાર પાડવામાં સ્ત્રી-વર્ગના સહયોગની સખ્ત જરૂર છે.
મનુષ્યજાતિના અડધા અંગને કફોડી સ્થિતિમાં નાંખી યા રાખીને સમાજે બહુ નુકશાન ઉઠાવ્યું છે. સ્ત્રીને પુરુષની
ચાકરડી”, “ગુલામડી” યા “દાસી” માનીને પિતાનાજ અંગ ઉપર કુઠારાઘાત કરવા જેવી ચેષ્ટા થતી આવી છે. છોકરો જ્યારે પરણીને ઘરે આવે, ત્યારે પોતાની માને કહેશે કે –
“મા! રે ! મા! હું તે પરણીને આવ્ય;
છાણ વાસિ૬ ને રાંધણું લાવ્યું.” જુઓ ! કેટલી બધી ગેરસમજ ! સુભાગ્યે આવી ખરાબ હવા હવે ઓછી થતી જાય છે અને પુરૂષ-વર્ગ સ્ત્રીને પિતાના “ડાબા પગનું ખાસડું” માનીને પોતે “મોચીબનવા નથી માંગતા. એટલું જ નહિ, પણ શાણા પુરૂષે સમજતા થતા જાય છે કે પુરૂષ અને સ્ત્રી એ બંનેનું અસ્તિત્વ અને ગૌરવ પરસ્પર સાપેક્ષ છે અને એ બંનેના સન્મિલનમાં જ પૂણભાવ થતે હેઈ,
[ ૩૦ ]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
એક અંગને ઉતારી પાડવામાં બીજું પણ અંગ રસ-હીન બની જાય છે.
સ્ત્રી-વર્ગને જ્યારે આત્મ-સન્માનનું ખરું સચોટ જ્ઞાન થશે, ત્યારે તેનામાં આત્મબળને સંચાર થશે, અને ત્યારે જ તે ઉત્સાહ-શક્તિસમ્પન્ન થતાં પોતાના ગેરવની રક્ષા કરી શકશે. ઇશ્વર સાથે પિતાને સંબન્ધ ખરા અન્ત:કરણથી સમજીને,
એ સંબધને અનુસરી જે જે આચાર– ધર્મ. વિચાર કરાય તે ધર્મ કહેવાય. કેવળ
- મનુષ્યજાતિ ઉપરજ નહિ, બલ્કિ આખા વિશ્વ ઉપર પ્રેમ, મૈત્રા, કરૂણ રાખવી એ ગુણો ખરા ધાર્મિકપણામાંથીજ ઉત્પન્ન થાય છે.
ધર્મને કોઈએ ઈજારો લીધે નથી. ધર્મનું તત્વ હમેશાં ખુલ્લું, નિરાબાધ અને સર્વત્ર વ્યાપક છે. એટલે કેઈપણ પ્રાણી ધર્મતત્વના ખરા માર્ગને અવલંબીને પિતાના આત્માની ઉન્નતિ સાધી શકે છે. બ્રાહ્મણ હોય કે ન હોય, પણ તે સધ્યા. વન્દન-પૂજા-પાઠ કે પ્રતિક્રમણ સામાયિક-ભક્તિ વગેરે ક્રિયાઓ કરવા છતાં-ક્રિયાઓમાં ચુસ્ત રહેવા છતાં અને ધાર્મિક કાર્યોમાં આગળ પડતો ભાગ લેવા છતાં પણ જે તે વેપાર-ધંધામાં હડહડતાં જુઠાણું હાંકતા હોય, ખોટા ખોટા હિસાબો કરી ભેળા– ભકિક માણસેને કંટતે હેાય અને અનેક છળ-પ્રપંચ–દગલબાજી કરી નિષ્ફર અને નિર્દયી રીતે ગરીબના ગળા ઉપર અધર્મવ્યવહારરૂપ છરી ફેરવતે હેય, તેમજ પાકે દુરાચારી અને રંડીબાજ હોય તે એ હાલતમાં એને માટે દારૂણ દુર્ગતિ સિવાય બીજે ફેંસલોજશે હોય? જ્યારે બીજી બાજુએ એક હજામ યા
[ ૩૧ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
અત્યજ, જે પોતાના જાતિ-ધંધાથી પેટ ભરતે હોય, પણ ઈશ્વરથી ડરીને અન્યાય અને બદમાશીથી સર્વથા વેગળો રહે હેય અને સત્ય તથા નીતિ પ્રમાણે સંતોષપૂર્વક પિતાનું જીવન ગાળતા હોય તો તે નિ:સંદેહ સદગતિભાજન અને ઇશ્વરીય પુરસ્કારને પાત્ર છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ધર્મનું લક્ષણ અન્ત:કરણની શુદ્ધિ છે અને તે સદાચરણને આભારી છે. ભૂતદયા, પોપકાર, સત્ય, સંયમ, સંતેષ એ ધર્મના ખાસ મુદ્દાઓ છે. એજ આપણ ધર્મ–સાધનનું સાધ્ય હોવું જોઈએ. એનેજ ઉદ્દેશીને, એનાજ તરફ આપણી ક્રિયાઓ વહેવી જોઈએ. ક્રિયા દ્વારા જીવનગત રજ:પુંજનું પ્રમાર્જન થવું જોઈએ. ક્રિયા-જળથી જીવનગત મેલ ધેવા જોઈએ. ક્રિયાઓને સુંદર રસ જીવનમાં રેડા જોઈએ. ક્રિયાની સુંદર સુગંધથી જીવન બહેકાવું જોઈએ. ક્રિયાના મને હર રંગે જીવનમાં પૂરાવા જોઈએ અને જીવન ખીલી ઉઠવું જોઈએ. ક્રિયાની આ સફળતા છે, નહિ તે આપણે સિદ્ધસેનદિવાકરનું વાકય ક્યાં નથી જાણતા કે—
વા જિજાઃ તિત્તિ ન માન્યા –ભાવ. શૂન્ય ક્રિયાઓ ફળીભૂત નથી થતી.
સમ્યકત્વ, શ્રાવક-ધર્મ અને ચારિત્ર-ધર્મનાં ગુણસ્થાનની વાત તો દૂર રહી, પણ પ્રથમ ગુણસ્થાનને જ જે વિચાર કરીએ અને તેની સાથે આપણા જીવનને સરખાવીએ તે આપણે ક્યાં ઉભા છીએ, એ આપણને સ્પષ્ટ જણાઈ આવશે. “મિત્રા-દષ્ટિ” પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ મિથ્યાત્વ–ગુણસ્થાનક આવે, એમ હરિભદ્રસૂરિ ફરમાવે છે. અદ્વેષ ગુણ એ મિત્રા-દષ્ટિનું વિશેષ લક્ષણ
[ ૩૨ ]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
છે. સંસાર-પ્રપંચ ઉપર ઉદ્વેગ થવો અને દીન-દુખિયા ઉપર કરૂદ્ધ હૃદય થવું એ મિત્રા-દષ્ટિની અવસ્થા છે. આ દૃષ્ટિવાળાને પરોપકાર તથા પ્રભુભક્તિ જેવાં પવિત્ર કાર્યોમાં કંટાળો આવતો નથી. આવી મૈત્રીભાવવાળી મિત્રાદષ્ટિ પ્રથમ ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે. આવું પ્રથમ ગુણસ્થાનક પ્રાપ્ત થતાં ભવબ્રમણને છેડે નિણત થઈ જાય છે.
પ્રથમ ગુણસ્થાનગત મિત્રા-દષ્ટિની આ વિશેષતા છે, તો ચથી દષ્ટિ કેવા વિશિષ્ટ ગુણવાળી હશે, એ વિચારવા જેવું છે. છતાં તે ચોથી દષ્ટિમાં પણ મિથ્યાત્વ-ભાવ વર્તે છે. એટલે તેને પણ સમાવેશ પ્રથમ ગુણસ્થાનકમાંજ છે. પાંચમી દષ્ટિને ઉદય થતાં સમ્યગ્દર્શનનો પ્રાદુર્ભાવ થાય છે. સમ્યગ્દર્શનીને શ્રાવકધર્મ સાંપડે છે અને તત્પશ્ચાત્ પરમ શાંતિમય, પરમકલ્યાણરૂપ, વિશ્વવંદ્ય સાધુ-જીવન પ્રાપ્ત થાય છે.
વર-ધર્મની આ પદ્ધતિ છે. એ પદ્ધતિએ ચાલનાર ન છે. જેન એટલે કપાલ ઉપર ચાંદલે કરનાર જ નહિ, કિન્તુ જેના એટલે વરના પગલે વિજેતા બનવાને અભ્યાસ કરનાર. આત્મજેતાઓને–આત્મ-સમ્રાટને ધર્મ તે જેનધર્મ. અને જૈનધર્મ એ જ વીર-ધર્મ.
નક્કી સમજી રાખશે કે કેરા ભાવિ-ભાવવાદના માર્ગે કોઈ પણ દેશ યા સમાજે કદી ઉન્નતિ મેળવી નથી. પુરૂષાર્થ વાદને આગળ કરી વીજળીના વેગે દેડનાર સાહસિક ધર્મવીરે જે દેશ યા સમાજમાં પ્રકટ થાય છે, તેજ દેશ યા સમાજ વિજ્ય-લક્ષમી યા એશ્વર્ય—લક્ષમીની વરમાળાને પાત્ર બને છે, અને દુનિયામાં તેને કે વાગે છે.
[ ૩૩ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
ઈચ્છીશુ અને શાસનદેવને પ્રાથીશુ કે વીર-ધમના ઢંઢેરા સમાજના સૂત્રધારેને જગાડે, તેમનામાં ઉત્સાહ રે તેમાં શક્તિ ભરે અને તેઓ કમર કસીને સમાજની ખબર લેવા શીઘ્ર બહાર આવે. કિં બહુના—
सर्वमंगलमांगन्यं सर्वकन्याणकारणम् । श्री महावीर - देवस्य सदा जयतु शासनम् ॥
૪૪૪૦
[ ૩૪ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
**
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________ zlcPbllo bollers PRIPE Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com