________________
મા-બાપ મનુષ્યમાત્રના પ્રથમ અને મહાન ઉપકારી છે. તેમની તરફ ભકિતપરાયણ થવું એ પ્રત્યેક પુત્રનું પ્રાથમિક અને મહત્ કર્તવ્ય છે. મહાવીર આ કર્તવ્યને બનાવવામાં કેટલે ઉો નંબર લે છે? ગર્ભાવસ્થામાં ગર્ભનું હલન-ચલન, જે નૈસર્ગિક (પ્રાકૃતિક) છે, તેની ઉપર પણ મહાવીર અંકુશ મૂકે છે અને તે એટલા માટે કે “મારા હાલવાચાલવાથી એને મારા માતાજીને દુ:ખ થાય !”
બાલ–સ્વભાવ–સુલભ ચંચળતા અને ચપળતા મહાવીરમાં ન હેય એ કેમ બને! મહાવીર પિતાના સરખી ઉમ્મરના ગોઠીયાઓ સાથે રમવા નિકળી પડે છે; કિન્તુ રમત-ગમતમાં પણ– ખેલ-કૂદમાં પણ તે બાળકની નિર્ભયતા અને હિમ્મત એક ઓર પ્રકારની તરી આવે છે.
પ્રભુની ઉમ્મર આઠ વર્ષની થાય છે, ત્યારે તેમના મા-બાપ હેટા વરઘોડા સાથે તેમને નિશાળે બેસાડવા લઈ જાય છે. જે મા–બાપ લાડમાને લાડમાં પોતાના પ્યારા પુત્રને વિદ્યાધ્યયન કરાવવાનું વિસરી જાય છે, અગર તે તરફ ઓછી દરકાર રાખે છે તે પિતાના પ્યારા પુત્રના વાસ્તવિક હિતેષી નથી, કિન્તુ માતા શત્રુ અને પિતા વૈરી છે, એ વાત શાણા સિદ્ધાર્થ રાજા અને ડાહી ત્રિશલા ક્ષત્રિયાણીના ધ્યાન બહાર હેઈજ કેમ શકે. પણ મહાવીર જેવા પ્રખર પ્રજ્ઞાવાનને વિદ્યાધ્યયન માટે બીજા વિદ્યાર્થીએની જેમ પરિશ્રમ કરવાનું ન હોય.
ઓછામાં ઓછા ૧૯ વર્ષની ઉમ્મર સુધી બ્રહ્મચર્યપાલનપૂર્વક વિદ્યાધ્યયન કરવું એ પહેલું “બ્રહ્મચર્યાશ્રમ” છે. આ આશ્રમમાં ભવિષ્યની બધી જિન્દગીને પાયે નાંખવામાં આવે છે. મહાવીર પણ તેટલી ઉમ્મર પછી બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com