________________
ઉંચા આદર્શ ત્યાગીઓ તેના પ્રબંધક અને અધ્યાપક હોવા જોઈએ. તે સંસ્થામાં સાત-આઠ વર્ષની ઉમ્મરથી દાખલ થયેલા બાળકો ઓછામાં ઓછા ૧૯ વર્ષ સુધી વિદ્યાધ્યયન કરે. એ સંસ્થાઓમાં વ્યાયામને ઉંચામાં ઉંચે પ્રબંધ હોય અને શસ્ત્ર-કળાનું પણ સુંદર શિક્ષણ અપાય.
તેટલાં વર્ષો સુધી અખંડ બ્રહ્મચર્યની સાધના સાથે વિદ્યોપાર્જન કરીને પછી બહાર નિકળેલા એ બ્રહ્મચારી વિદ્વાનેનું બ્રહ્મતેજ દુનિયા ઉપર કેટલું અજવાળું નાંખશે ! તેમનાં શરીર કેવાં અલમસ્ત હશે ! તેમનું દેહ-સૌન્દર્ય કેવું તગમગતું હશે ! અને તેમની હાકલ દેશને કેવી ગજાવી મૂકશે !
બ્રહ્મચર્યાશ્રમમાંથી નિકળેલા એ વીર–ચોદ્ધા-કિનયુવકે જે સંન્યાસને માર્ગ ગ્રહણ કરશે તે હેમચન્દ્રાચાર્યની આવૃત્તિઓ નિકળશે, અને જગતના યુગ–પ્રધાનનાં કાર્યો બજાવશે. અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારા ધુરન્ધર દેશભક્તો, ધર્મ–વીરે અને મહાન આદર્શ ગૃહસ્થ નિવડશે.
શ્રીમાને ! વીરને નામે, મહાવીરને નામે, પરમેશ્વરને નામે, દયા-ધર્મને નામે આવાં ખાતાં ખોલવામાં તમારી લક્ષ્મીને ઉપયોગ કરે. અત્યારે આવાં ખાતાં ખોલવાની સખ જરૂર છે. નક્કા સમજી રાખે કે આવાં ખાતાં ખોલવા સિવાય જેન–સમા જની કફેડી સ્થિતિ કદી સુધરવાની નથી. દયાળુઓ ! તમારા ગરીબ-દુખિયા ભાઈ-બહેનની વ્હારે આવે. તેમની દર્દી–ભરી પીડા અને પિકારને જરા કાન દઈ સાંભળો. તેમની સગવડને પૂરી પાડી તેમને ધર્મમાં સ્થિર કરે. મુશ્કેલીઓ અને આપત્તિઓના ઉપરા ઉપરી પડતા પ્રહાર ખમી ખમીને, આખરે હેરાન થઈ કંટાળી જઈ, નિષ્ઠુર-હૃદય બની તેઓ
[ ૨૨ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com