________________
ધમોનરમાં ચાલ્યા જાય છે, એ વાતને વિચારે. સમાજની ગરીબાઈ અને દુખિયા નારીઓની વિહળ દશા તરફ નજર નાંખશે તે જરૂર તમારાં દયાળુ હદય એક વાર થરથરી જશે, અને તમારી આંખમાંથી દયાનાં બે બુંદ સરી પડશે. દયાના સાગર! તેમની ઉપર તમારા દયાનાં જળ સીંચે. તેમની દુખાગ્નિને શમાવો. તેમના ગૃહ-જીવનને ઉચિત ટેકો આપીને તેમને ધીરજ બંધાવે. તેમને તમારાથી વિખુટા પડવા ન દે. હિન્દુ મહિલાઓની જેમ, જૈન મહિલાઓના (વિધવાઓના ) પણુ ગુંડાઓથી ભગાવ્યાના અને જ્યાં ત્યાં રખડી-ભટકીને આખરે આર્યસમાજની સંસ્થામાં વિશ્રામ લીધાના દાખલા તમારા સાંભળવા બહાર નહિ જ હોય. આવી બધી ઘટનાઓ કંઈ સુરતમાં જ દુનિયાની જાહેરમાં ન આવે; પણ અંદરખાને આવા ત્રાસજનક ગોટાળા કેટલા ચાલતા હશે, તેને જરા લમણે હાથ મૂકી વિચાર કરો. આવી ભીષણ દશા જોઈ તમારા પરોપકારી હૃદયને એકવાર રડવું આવવું જોઈએ. તમારી પાસે હામ-દામ-ઠામ બધુંય છે. ફક્ત તમે એટલું સમજી જાઓ કે તમારી લાપરવાહીના કારણે જ આ બધી દુર્દશા ફેલાઈ રહી છે. તમને તમારી ભૂલ નજર આવતાં જરૂર તમારૂં દયાળુ હદય તમને તમારા દુખિયા સમાજની સંભાળ લેવા ઉઠાડશે; અને તમને પોકાર કરીને કહેશે કે ઉઠો ! જલદી ઉઠે ! અને હુન્નરશાળા, અનાથાલય, કન્યાવિદ્યાલય. હોસ્પીટલ, પ્રસૂતિગૃહ, જેવાં શ્રેષ્ઠ ધર્મ–મંદિરે યા ધર્મસંસ્થાઓ ઠેક ઠેકાણે ખોલે. અને બીજી વાત એ છે કે, દરેક પ્રાન્તના મુખ્ય મુખ્ય સ્થળોએ એવાં સાધર્મિકસમુદ્ધારક-મંડળે ખેલાવાં જોઈએ કે તેઓ પિતપતાની હદમાં વસતા સાધમિક બંધુઓમાં જે કોઈ ગરીબાઈથી પીડાતા હોય, તેમને સહાયતા કરવાનું કાર્ય કરે. સાધર્મિક-વાત્સવની
[ ર૩ ].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com