SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યજ, જે પોતાના જાતિ-ધંધાથી પેટ ભરતે હોય, પણ ઈશ્વરથી ડરીને અન્યાય અને બદમાશીથી સર્વથા વેગળો રહે હેય અને સત્ય તથા નીતિ પ્રમાણે સંતોષપૂર્વક પિતાનું જીવન ગાળતા હોય તો તે નિ:સંદેહ સદગતિભાજન અને ઇશ્વરીય પુરસ્કારને પાત્ર છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ધર્મનું લક્ષણ અન્ત:કરણની શુદ્ધિ છે અને તે સદાચરણને આભારી છે. ભૂતદયા, પોપકાર, સત્ય, સંયમ, સંતેષ એ ધર્મના ખાસ મુદ્દાઓ છે. એજ આપણ ધર્મ–સાધનનું સાધ્ય હોવું જોઈએ. એનેજ ઉદ્દેશીને, એનાજ તરફ આપણી ક્રિયાઓ વહેવી જોઈએ. ક્રિયા દ્વારા જીવનગત રજ:પુંજનું પ્રમાર્જન થવું જોઈએ. ક્રિયા-જળથી જીવનગત મેલ ધેવા જોઈએ. ક્રિયાઓને સુંદર રસ જીવનમાં રેડા જોઈએ. ક્રિયાની સુંદર સુગંધથી જીવન બહેકાવું જોઈએ. ક્રિયાના મને હર રંગે જીવનમાં પૂરાવા જોઈએ અને જીવન ખીલી ઉઠવું જોઈએ. ક્રિયાની આ સફળતા છે, નહિ તે આપણે સિદ્ધસેનદિવાકરનું વાકય ક્યાં નથી જાણતા કે— વા જિજાઃ તિત્તિ ન માન્યા –ભાવ. શૂન્ય ક્રિયાઓ ફળીભૂત નથી થતી. સમ્યકત્વ, શ્રાવક-ધર્મ અને ચારિત્ર-ધર્મનાં ગુણસ્થાનની વાત તો દૂર રહી, પણ પ્રથમ ગુણસ્થાનને જ જે વિચાર કરીએ અને તેની સાથે આપણા જીવનને સરખાવીએ તે આપણે ક્યાં ઉભા છીએ, એ આપણને સ્પષ્ટ જણાઈ આવશે. “મિત્રા-દષ્ટિ” પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ મિથ્યાત્વ–ગુણસ્થાનક આવે, એમ હરિભદ્રસૂરિ ફરમાવે છે. અદ્વેષ ગુણ એ મિત્રા-દષ્ટિનું વિશેષ લક્ષણ [ ૩૨ ]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035308
Book TitleVeer Dharmno Dhandhero
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherVijaydharm Prakashak Sabha
Publication Year1927
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy