________________
લગ્ન-શાદીની યોગ્યતાનું માપ ધનથી ન કરતાં ગુણેથી કરવું જોઈએ. ગરીબ હોય, પણ સદાચારી, તંદુરસ્ત અને નિર્વાહ જોગ પેદા કરનાર હોય તે તે વિવાહને પાત્ર છે, લાયક છે; કિન્તુ ગમે તેટલે ધનવાન હોવા છતાં પણ જે દુરાચારી હાય યા રોગી હોય તે તે વિવાહને લાયક નથી. વળી જન્મકુંડલીની અપેક્ષા ગુણ-કુંડલીને વધારે મહત્ત્વ અપાવું જોઈએ. ચોખ્ખી રીતે જે નાલાયક દેખાતે હેય, તેને કેવળ જન્મ-કુંડળીના મેળ ઉપર વિવાહને ગ્ય સમજ એ કેવળ મૂર્ખતા છે.
અયોગ્ય વિવાહ અધમ્ય છે અને સમાજઘાતક છે, એ પ્રત્યક્ષ જેવાઈ રહ્યું છે. સમાજ રૂપી બિલ્ડિંગનો પાયે સુગ્ય વિવાહ-પદ્ધતિ (Marriage-system છે. ઉત્તમ સંતતિ રૂપી સુંદર ફળો ત્યાંથી જ પ્રક્ટ થાય છે. યોદ્ધાઓ અને બદ્ધાઓ, ત્યાગીઓ અને વૈરાગીઓ, ધીરે અને વિરે, શ્રીમાને અને ધીમાનો તે જ રસ્તે આવિભૂતિ થાય છે.
પકવ ઉમ્મર થવા છતાં પણ કેટલાકે ફરી વિવાહ કરતાં અચકાતા નથી. અને ઉંટને ગળે બકરી યા બિલાડી લટકાવવા જેવું રાક્ષસીય કૃત્ય કરવા ઉતારૂ થઈ જાય છે. આવા અધમ અને પાપિષ્ટ વિવાહમાં શામિલ થઈ તેનું પાણી પણ પીવું એ ખૂન પીવા બરાબર છે. ધનની કોથળીઓના લેભે ડોકરાને ગળે પિતાની બાલિકા મઢનાર માબાપ તે ઘોર પાપી છે જ, અને
એ ડેકરાના રાક્ષસપણાનું પણ શું પૂછવું, કિન્તુ તેવા ઘાતકી વિવાહમાં શામિલ થનાર મહાજન-વર્ગ પણ ઘેર પાપી છે, એટલું જ નહિ, પણ કન્યાના માબાપ અને એ ડેકરાના કરતાંય એ મહાજન–વર્ગ વધારે અને રાતિઘેર પાપી છે. તેઓ જે તેવા પાપમાં શામિલ ન થાય અને તેવા પાપી વિવાહને નિષ્ફ
[ ૨૮ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com