________________
છે. સંસાર-પ્રપંચ ઉપર ઉદ્વેગ થવો અને દીન-દુખિયા ઉપર કરૂદ્ધ હૃદય થવું એ મિત્રા-દષ્ટિની અવસ્થા છે. આ દૃષ્ટિવાળાને પરોપકાર તથા પ્રભુભક્તિ જેવાં પવિત્ર કાર્યોમાં કંટાળો આવતો નથી. આવી મૈત્રીભાવવાળી મિત્રાદષ્ટિ પ્રથમ ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે. આવું પ્રથમ ગુણસ્થાનક પ્રાપ્ત થતાં ભવબ્રમણને છેડે નિણત થઈ જાય છે.
પ્રથમ ગુણસ્થાનગત મિત્રા-દષ્ટિની આ વિશેષતા છે, તો ચથી દષ્ટિ કેવા વિશિષ્ટ ગુણવાળી હશે, એ વિચારવા જેવું છે. છતાં તે ચોથી દષ્ટિમાં પણ મિથ્યાત્વ-ભાવ વર્તે છે. એટલે તેને પણ સમાવેશ પ્રથમ ગુણસ્થાનકમાંજ છે. પાંચમી દષ્ટિને ઉદય થતાં સમ્યગ્દર્શનનો પ્રાદુર્ભાવ થાય છે. સમ્યગ્દર્શનીને શ્રાવકધર્મ સાંપડે છે અને તત્પશ્ચાત્ પરમ શાંતિમય, પરમકલ્યાણરૂપ, વિશ્વવંદ્ય સાધુ-જીવન પ્રાપ્ત થાય છે.
વર-ધર્મની આ પદ્ધતિ છે. એ પદ્ધતિએ ચાલનાર ન છે. જેન એટલે કપાલ ઉપર ચાંદલે કરનાર જ નહિ, કિન્તુ જેના એટલે વરના પગલે વિજેતા બનવાને અભ્યાસ કરનાર. આત્મજેતાઓને–આત્મ-સમ્રાટને ધર્મ તે જેનધર્મ. અને જૈનધર્મ એ જ વીર-ધર્મ.
નક્કી સમજી રાખશે કે કેરા ભાવિ-ભાવવાદના માર્ગે કોઈ પણ દેશ યા સમાજે કદી ઉન્નતિ મેળવી નથી. પુરૂષાર્થ વાદને આગળ કરી વીજળીના વેગે દેડનાર સાહસિક ધર્મવીરે જે દેશ યા સમાજમાં પ્રકટ થાય છે, તેજ દેશ યા સમાજ વિજ્ય-લક્ષમી યા એશ્વર્ય—લક્ષમીની વરમાળાને પાત્ર બને છે, અને દુનિયામાં તેને કે વાગે છે.
[ ૩૩ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com