________________
પડે, તેનામાં જ્ઞાન તથા બુદ્ધિનો વિકાસ થાય અને તે પોતાના વિચાર-બળથી પોતાની મુખ્ય ફરજે સમજતે થઈ જાય છે તે ગૃહરાજ્ય યા કુટુંબ-રાજ્યને કેવું સરસ ચલાવી શકે ! એટલું જ નહિ, પણ જે સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યો એકલા પુરૂષ-વર્ગથી સાધ્ય નહિ થઈ શકવાને લીધે રખડી પડે છે, તે પણ સરલતાપૂર્વક સધાઈ જાય.
બાલ-લગ્ન, વૃદ્ધ–લગ્ન, કન્યાવિક્રય, દાડો કરવાની રીત તથા રડવા-કુટવાની રીત વગેરે કુરૂઢિઓને દૂર કરવા નારી-વર્ગને પ્રયત્ન શીધ્ર લાભકારક થાય. આમ સાંસારિક અને ધાર્મિક સુધારાઓની જનાઓ પાર પાડવામાં સ્ત્રી-વર્ગના સહયોગની સખ્ત જરૂર છે.
મનુષ્યજાતિના અડધા અંગને કફોડી સ્થિતિમાં નાંખી યા રાખીને સમાજે બહુ નુકશાન ઉઠાવ્યું છે. સ્ત્રીને પુરુષની
ચાકરડી”, “ગુલામડી” યા “દાસી” માનીને પિતાનાજ અંગ ઉપર કુઠારાઘાત કરવા જેવી ચેષ્ટા થતી આવી છે. છોકરો જ્યારે પરણીને ઘરે આવે, ત્યારે પોતાની માને કહેશે કે –
“મા! રે ! મા! હું તે પરણીને આવ્ય;
છાણ વાસિ૬ ને રાંધણું લાવ્યું.” જુઓ ! કેટલી બધી ગેરસમજ ! સુભાગ્યે આવી ખરાબ હવા હવે ઓછી થતી જાય છે અને પુરૂષ-વર્ગ સ્ત્રીને પિતાના “ડાબા પગનું ખાસડું” માનીને પોતે “મોચીબનવા નથી માંગતા. એટલું જ નહિ, પણ શાણા પુરૂષે સમજતા થતા જાય છે કે પુરૂષ અને સ્ત્રી એ બંનેનું અસ્તિત્વ અને ગૌરવ પરસ્પર સાપેક્ષ છે અને એ બંનેના સન્મિલનમાં જ પૂણભાવ થતે હેઈ,
[ ૩૦ ]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com