________________
સંગઠન થવાની પરમ આવશ્યકતા છે. સંગઠન દ્વાએ પણ છિન્નભિન્ન દશામાં પડેલા
હોય તો તેમનાથી પણ કંઇ ન વળે. ગચ્છના તથા ફિરકાઓના ઝઘડા બધાય પાણીમાં પધરાવી દેવા જોઈએ. હદયમાં એ કોતરી રાખવું જોઈએ કે ભિન્ન ભિન્ન રીતિએ ક્રિયા કરવા છતાં પણ વીતરાગ-ધર્મની આરાધના કરી શકાય છે. આ ઉદાર તત્વ વીર–ભકતેનાં હદમાં વસી જાય અને મતસહિષ્ણુતા અને ઉદાર ભાવનાનો વિકાસ થાય તે તેમનું સંગઠન થતાં વાર ન લાગે. જે સમાજને ઈષ્ટદેવ મૈત્રીભાવના સિદ્ધાન્તને અસાધારણ પ્રચારક હોય અને જે ધર્મશાસનને | મૂળ મંત્ર મૈત્રીભાવ હોય, તે સમાજમાં અંદર અંદર કુસંપ હૈય, પરસ્પર વૈર-વિરોધ હેય અને ઝઘડા-રગડા ચારે બાજુ ફેલાયેલા હોય એ કેટલી બધી શરમાવનારી બીના ગણાય? આવી છિન્ન-ભિન્ન દશામાં આપણને એ પણ ભાન નથી રહ્યું કે-જેનોની શી દશા છે! જેન–સમાજ કેવી બીમારીમાં સપડાયેલ છે. અને તેનું ભવિષ્ય કેવું છે! મમશુમારીના આંકડા વાંચનારાએને ખબર હશે કે જૈન–વસ્તીના સંબંધમાં તે આંકડા કેટલા બધા રોમાંચકારી છે. જ્યાં દશ દશ વર્ષે ૫૦ થી ૬૦ હજારને ઘાણ વળતો હોય, તે સમાજનું આયુષ્ય કેટલું ક૯૫વું! કેટલાક ભેળા માણસો એવું કહી નાંખે છે કે –“હરકત શી છે, ૨૧ હજાર વર્ષ તે જીવવાના છીએ જ.” પણ તેમને જરા વિચાર કર ઘટે કે તેમને ૨૧ હજાર વર્ષ સારી હાલતમાં પસાર કરવાં છે કે, દીન-હીન-ક્ષીણ હાલતમાં બીજાઓનાં ઠેબાં ખાઇને પૂરાં કરવાં છે? માટે હાલની આપણું શોચનીય સ્થિતિના કારણે શોધીને તે માટે ચાંપતા ઉપાયે લેવાવા જોઈએ. આવા ભયંકર ઘટાડા માટે કાળ-રાજાને દેષ દેવા પૂર્વે પિતાના જાતિબંધુ
[૧૪]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com