________________
ઓની સંખ્યા જે વિશેષ પ્રમાણમાં વધતી જાય છે, તે પણ વસ્તીના ઘટાડાના એક મહાનું કારણ તરીકે શોચનીય બીના છે. આ બધી બાબતે ઉપર મધ્યસ્થવૃત્તિઓ અને શાંત મગજે પરગજુ હૃદયથી વિચાર કરવાની અગત્ય છે.
ઉપર કહ્યું તેમ, સમાજની બીમારી વધતી જાય છે. છતાં આશ્ચર્યને વિષય છે કે–આપણને આપણી બીમારીને અનુભવ થતો નથી. કયાં કયાં, કેવાં કેવાં ભાઠાં અને ભગંદરે પડ્યાં છે, એની આપણને હજુ પૂરી ખબર નથી. આ તે કેવી મેહનિદ્રા ! બીમારીની ચિકિત્સા કરવામાં જેટલે વિલંબ કરવામાં આવે છે, તેટલોજ રેગ વધારે ફેલાય છે. જેની સંખ્યાને ભયંકર હાસ એ આપણી બીમારીનું મર્મવેધક પ્રમાણ છે. જેનોની સંખ્યા દશકાઓથી ઘટતાં ઘટતાં આજે પૂરી બાર લાખ જેટલી પણ નથી રહી. તેમાં પણ અનેક ફિરકાઓ અને અનેક શાખાઓ. તેમાં પણ વૈર-વિરોધ અને ઝઘડા-રગડાનો પાર નહિ. આવી હાલતમાં વર-શાસનની ઉન્નતિ ગમે તેટલા ' ઉત્સ–મહોત્સવથી પણ શી રીતે થઈ શકે ? માટે સહુથી પહેલી તકે જેને સંગઠનની જરૂર છે. તમામ ધર્મ–નેતાઓ અને સમાજ-નેતાઓએ તમામ વેર-ઝેરને વિસરી જઈ, હદયની કડવાશને ધોઈ નાંખી, એકસંપ કરીને સંગઠનના સૂત્રમાં બદ્ધ થઈ જવું જોઈએ અને સમાજની અંદર ઘર કરી રહેલા સડાએને દૂર કરવા પ્રયત્નશીલ થવું જોઈએ.
===%
==
[ ૧૮ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com