________________
એટલે તે વર્ગ સુખ-સમ્પન્ન અને પુષ્ટ હોય તો તેમાંથી શેષ ધર્મ. ક્ષેત્રો પણ સુંદર રૂપે નિપજે; અને જે, શ્રાવક-શ્રાવિકાવર્ગની સ્થિતિ નબળી હોય અને તેએાજ જે ક્ષય-ગથી રીબાવા લાગે તે પછી મંદિર વગેરેની સંભાળ કોણ લેશે? “કુવામાં હેય તે અવાડામાં આવે.”
માંડવગઢના લક્ષાવધિ જેને આગન્તુક ગરીબ ભાઈને ઘર દીઠ એક એક રૂપીયે, એક એક ઈંટ, એક એક વળી અને એક એક નળીયું આપીને તત્કાળ લક્ષાધિપતિ બનાવી દેતા; એજ જેને આજે પિતાના ગરીબ બંધુઓ પ્રત્યે લાપરવાહી ધરાવે છે, એ એાછો ખેદને વિષય ન ગણાય.
આચાર્ય હેમચન્દ્રના શરીર પર જીર્ણ-શીર્ણ કપડું જોઈને રાજા કુમારપાલે ખિન્ન થઈને કહ્યું કે–“પૂજ્યવર ! આપ રાજગુરૂના શરીર પર આવું કપડું જોઈને મને શરમ આવે છે અને દુઃખ થાય છે. ત્યારે ગુરૂજી બેલ્યા કે–“રાજન ! જીર્ણ-શીર્ણ વસ્ત્ર એ તે ભિક્ષુનું ભૂષણ છે; પણ ખરી વાત તે એ છે કે ગૃહસ્થોના ઘરમાં હોય તેજ મુનિઓને મળે, એ તમે શું નથી જાણુતા કે? તમારા ધર્મબંધુઓ જે સુખી હોય તે તેઓ મુનિઓને સારી ચીજ વહેરાવી શકશે. માટે સર્વ–પ્રથમ ધર્મ– બંધુઓને ઉદ્ધાર કરવાની જરૂર છે.”
વસ્તીના ઘટાડાની બાબતમાં બીજી વાત એ વિચારણીય છે કે–વાંઢાએ કેટલા બધા પ્રમાણમાં એવીને એવી હાલતે સંસારમાંથી કુચ કરી જાય છે. વળી, સમાજમાં વિધવાઓ પુષ્કળ પ્રમાણમાં વધતી જાય છે. અને બાળ-વિધવાઓના કરૂણ આર્તનાદે દુઃખમય કોલાહલ ઘણે વધારી દીધો છે. કેવલ દેવવશાત્ નહિ, પણ સામાજિક-રૂઢિગત દોષના કારણે વિધવા
[ ૧૮ ].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com