________________
શાસન-ચક્ર હિન્દુઓમાં અત્યારે જબરદસ્ત ચાલે છે. તેમાં ધાર્મિક પુસે પારાવાર છે. હિન્દુ સેવા માટે તેમણે કમર કસી છે અને અત્યારે મજહબી કટોકટીના દારૂણ સમયમાં હિન્દુ નરનારીઓની રક્ષા અને સેવા તેઓ અદ્દભુત જોશથી કરી રહ્યા છે. હિન્દુધર્મના ફિરકાઓમાં હિન્દુ સેવાને જાજવલ્યમાન નમને અત્યારે એક આર્યસમાજ છે. તેઓનું સંગઠન, તેઓને ઉત્સાહ તેઓનું ઝનુન અને તેઓને આગ્રહ અસાધારણ છે. તેઓની સમાજ-સંચાલન–કલા બીજાઓએ શિખવા જેવી વસ્તુ છે. તેઓનાં ગુરૂકુલે, અનાથાલયે, બ્રહ્મચર્યાશ્રમે, કન્યાવિદ્યાલય, હાઇસ્કૂલ અને કોલેજો જેવા જેવી અને અચરજ ઉપજાવનારી સંસ્થાઓ છે. અત્યારે તેઓ ભીષણ જુસ્સાથી કામ કરી રહ્યા છે. તેમના શાસનમાં કેટલાય જેને ભળ્યા છે અને ભળતા જાય છે. તેમની સગવડભરેલી સંસ્થામાં દુખિયા જેન નર-નારીઓને સ્વત: પ્રવેશ કરવાનું મન થઈ આવે છે અને તે વીરેના હદયહારી પ્રયત્ન પણ બીજાઓને તેમની સંસ્થામાં ખેંચીને લાવે છે.
હિન્દુસ્તાનમાં ત્રણ મિશને જોરશોરથી કામ કરી રહી છે. ઈસાઈ, મુસન્માન અને આર્યસમાજ. આ ત્રણેએ પિતાનાં યંત્રો હિંદમાં બીજાઓને પોતાની સંસ્થામાં લેવા માટે ફેલાવ્યાં છે. અએવ એ ત્રણેમાં ભારે ચડસાચડસી અને હરીફાઈ ચાલી રહી છે. ઈસાઈઓને તે કઈ વાતને ટેટે નથી. સમ્રા જે ધર્મને અનુયાયી હોય તે ધર્મવાળાઓને કઈ વાતની ખામી પડે; એટલે તેમનો પ્રયત્ન સર્વાધિક વ્યાપક હોય એમાં નવાઈ નથી. તેમની મિશને હિંદમાં સન ૧૯૨૬ માં ૧૫૮૨ નિયુક્ત કરવામાં આવી છે, જેના ખર્ચને પહોંચી વળવા માટે ૭૦ કરોડ રૂપીયાનું ફંડ નેંધાઈ ચુકયું છે. તેમના અડ્ડા જ્યાં જુઓ ત્યાં તેયાર છે.
[૧૬] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com