Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ પરિણામ વસ્તુ ઉપર આધાર નથી રાખતાં, પણ વસ્તુના ઉપયોગ (Use ) ઉપર આધાર રાખે છે. વસ્તુને સદુપયોગ સુપરિ. ણામ લાવે છે, જ્યારે તેને જ દુરૂપયોગ દુષ્પરિણામ લાવે છે. "ये पदार्याः संसारस्य हेतवः, ते पदार्था मोक्षस्य हेतवः, ये पदार्या मोक्षस्य हेतवः, ते पदार्थाः संसारस्य हेतवः "-ने પદાર્થો સંસારના હેતુભૂત હોય, તેજ પદાર્થો મોક્ષના હેતુભૂત થાય અને જે પદાર્થો મેક્ષના હેતુભૂત હોય તેજ પદાર્થો સંસારના હેતુભૂત થાય. દાખલા તરીકે જે શરીરથી પાપ બંધાય, તેજ શરીરથી જ સધાય. કહ્યું છે કે – "येनैव देश विवेकहीनाः संसार-बीजं परिपोषयन्ति । तेचैव देहेन विवेकमाजः संसार-बीजं परिशोषयन्ति" * || અર્થાત–જે શરીરવડે વિવેકહીન માણસો સંસારના બીજને પરિપુષ્ટ કરે છે, તે જ શરીરવડે વિવેકશાળી સજજને સંસારના બીજને સુકાવી નાખે છે. જે સ્ત્રીને “નરકની ખાણ” કહેવામાં આવે છે, તે જ સ્ત્રી શાણી, સુશીલા અને ધર્માત્માની હોઈ જે પોતાના પતિને આડે રસ્તે જતાં રોકે અને ધર્મ–માર્ગ પર લાવે તે તેજ સ્ત્રી તેના પતિને માટે મોક્ષ-લાભનું કારણ ગણાય. એ પ્રમાણે, જે તલવાર હિંસક શસ્ત્ર હાઈ અધર્મનું કારણ છે, તેજ તલવારથી દેશ અને ધર્મ પર ચઢી આવેલાં ઘાતકી દુશ્મનનાં વાદળે ફેડી શકાય છે. અને એ રીતે દેશરક્ષા, પ્રજારક્ષા અને ધમરક્ષા માટે યોગ્ય સમય પર એગ્ય રીતે તલવારનો કરાતે ઉપયોગ એ તેને સદુપયોગ હાઈ તેજ તલવાર ધર્મલાભનું કારણ બને છે. * સ્વપજ્ઞ “અધ્યાત્મતવાલેક' ના પ્રથમ પ્રકરણમાં ૭૨ મહેક. [૧૨] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50