Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ નથી. ખરી દયા શૂરવીરજ બજાવી શકે. જે નબળો અને શક્તિહીન હોય, તે પિતાની આંખે હામે મરાતા જાનવર યા માણસોને રેતડ મેઢે ઉભે ઉભે ટગ ટગ જોયા કરશે. તેનાથી બીજું શું વળવાનું? પણ જે તે સ્થળે વર-યોદ્ધા હશે, તે તે પોતાના બાહુ-બળથી અથવા શસ્ત્રોથી તે ઘાતકીએને હંફાવીને તે જાનવરને યા માણસને બચાવી લેશે. આ ઉપરથી સાફ જોઈ શકાય છે કે દયા-ધર્મ બજાવવા માટે વીરતાની–શૂરતાની-યુદ્ધ-પ્રવીણતાની અને બહાદૂરીની કેટલી અગત્ય છે ! પોતાના ઘર ઉપર ગુંડાઓને હુમલો થતાં, યા પિતાની સ્ત્રી ઉપર બદમાશે કૂદી પડતાં પિતે જે બલવાન હશે તે તે બદમાશને મારી ભગાડશે અને પિતાના ઘરની રક્ષા કરશે અને પોતાની સ્ત્રીની ઈજજતને બચાવશે; પણ પોતે જે માયકાંગલે હશે, તે ડરીને આઘે ખસી જશે અને પોતાના ઘરને અને પિતાની સ્ત્રીને બદમાશને ભેગા થવા દેશે. જેઓ બલવાન અને વિર– દ્ધા હોય, તેઓ જ દેશ ઉપર હુમલે કરવા દેડી આવતા હુલ્લડોરેને મારી ભગાવશે, અને તેઓજ ધર્મ ઉપરત્રાપ મારતા વિધમીઓને હાંકી કાઢશે. તેઓજ તીર્થ-રક્ષા કરી શકશે. તેએાજ ધર્મરક્ષા કરી શકશે, અને તેએાજ ઉન્નત મસ્તકે સંસારની સપાટી ઉપર નિર્ભયતા અને સ્વાધીનતાપૂર્વક વિચરણ કરી શકશે. માયકાંગલાઓના કપાલમાં તે ગુલામી સિવાય બીજું શું નિમાયેલું હોય ! તેઓ પિતાનાં ધર્મસ્થાનમાં ગમે તેવી ધર્મકરણી કરે અને ભજનીયાં ગાય અને ગમે તેટલા આડઅરપૂર્ણ ઉત્સવ–મહત્સ કરે, પણ એ લોકે આખર ગુલામજ છે, અને એ ખુશામદ યા ચાલાક યા અર્થથળ ઉપર ભલે જીવવા માંગતા હોય, પણ એવી નબળી હાલતનું પરિણામ આખરે નિપાતજ હોય. તેમનામાં ખરૂં જનૂન હોય, અરી વીરતા [૧૦] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50