________________
પ્રવચન.
મહાવીરનું પ્રવચન વિશ્વગામી, વિશ્વાપયેાગી અને વિશ્વકલ્યાણસાષક છે એમ તટસ્થ દૃષ્ટિએ જોનાર કાઇપણ વિચારક કહી શકશે. તેનું તત્ત્વજ્ઞાન એટલું બધું ગંભીર અને ગહન છે કે જે દુનિયાના મ્હોટા ભાગને નવીન જેવું લાગે. કર્મના સિદ્ધાન્તાના વિષયમાં તેનું વિવેચન એટલું બધું ખારીક અને વિસ્તૃત છે કે જગત્ના મ્હોટા મ્હાટા તત્ત્વજ્ઞાનીઓને પણ વિસ્મયાવહ થઇ પડે. એ વીતરાગની પ્રવચન-ધારામાં જે વીતરાગ ભાવા ભર્યાં છે તે મહાન આકર્ષીક છે; અને તેનાથી રાગાદિમલસાલનનું કામ વિશિષ્ટરૂપે સધાય એ સ્વાભાવિક છે.
મહાવીર વૈષમ્યવાદને વખાડી કાઢે છે. ’સામ્યવાદ એ તેના પ્રધાન સિદ્ધાન્ત છે. તેનુ સ્પષ્ટ માન છે કે દુનિયાને કાઇ પણુ માણુસ તેના શાસન. ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે. તેનુ શાસન જાતિ
[<]
સામ્યવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com