________________
મહાવીર અઠ્ઠાવીસ વર્ષની ઉમ્મરે તેમના માતા-પિતાના સ્વર્ગવાસ થયા પછી જ્યારે દીક્ષા ગ્રહણ કરવા તત્પર થાય છે, ત્યારે તેમના જયેષ્ઠ ભ્રાતા નન્દીવર્ધન તેમને બીજા બે વર્ષ ગ્રહવાસમાં રહેવા સૂચવે છે. મહાવીર પિતાના વડીલ ભાતાની સૂચનાને કબૂલ રાખે છે અને એ રીતે, જ્યેષ્ઠ ભ્રાતા પ્રત્યે વિનીત ભાવે વર્તવાને દાખલે જગની સન્મુખ રજુ કરે છે.
ભાઈના આગ્રહથી બે વર્ષ વધુ ઘરમાં રોકાઈને પણ ભગવાન પોતાની જીવન–ચર્યાને ત્યાગના રૂપમાં ફેરવી નાંખે છે. ગૃહસ્થ-વેષભૂષામાં રહી તેઓ એક પ્રકારે સાધુજીવનની પદ્ધતિએ નિયમબદ્ધ રહે છે. તેમની આ ચર્યા આપણને “વાનપ્રસ્થાશ્રમ”નો ખ્યાલ ઉત્પન્ન કરાવે છે.
ચારિત્રના ઉમેદવારે ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વે અમુક વખત સુધી ત્યાગ-ધર્મની પ્રેકટિસ કરવાની બહુ જરૂર છે. આજ દષ્ટિ -બિદુ ઉપર ત્રીજા વાનપ્રસ્થાશ્રમનું વિધાન છે. “વાનપ્રસ્થાશ્રમ” એટલે તપસ્વિ-જીવનના (ચારિત્ર-ધર્મના) ઉમેદવારને લગતું આશ્રમ'; અર્થાત્ ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વે ત્યાગ-ધર્મની અભ્યાસ-પદ્ધતિ. આ એક કસોટી છે. અને એ માગે પિતાના જીવનને કેળવીને પછી ચારિત્ર-મંદિરમાં પ્રવેશ કરે એ બહુ સરસ રીતિ છે. જો કે મહાવીર જેવાને પહેલેથી કંઈ તેવી પ્રેકટિસ કરવાની જરૂર ન જ હોય, છતાં તેઓ દુનિયાને બેધ–પાઠ શિખવવા ખાતર સ્વયં પોતાના આચરણથી તે દાખલે રજુ કરે છે, કેમકે તેઓ જગતના-માનવધર્મના એક મહાન અને શ્રેષ્ઠ આદર્શ છે.
૩૦ વર્ષની ઉમ્મરે મહાવીર સંન્યાસ ગ્રહણ કરે છે. મહાવી. રને સંન્યાસની ઉગ્રતા સંસારમાં મશહૂર છે. તે વખતના મહા
[ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com