Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ 66 Man is the master of the whole Cosmos. If you are not man, be man; if you are an angel, descend to manhood; if you are an animal, ascend to manhood." અર્થા–મનુષ્ય અનન્ત બ્રહ્માંડને માસ્તર છે. તું જે મનુષ્ય નથી, તે મનુષ્ય બન. તું જે દેવતા છે, તે મનુષ્ય જીવનમાં ઉતરી આવ. તું જે જાનવર છે, તે મનુષ્ય-જીવન ઉપર આવી જા. મહાવીર સ્વામીનું જીવન એ ખરેખર માનવજીવન છે. મનુષ્યજાતિને માનવજીવનને શ્રેષ્ઠ આદર્શ મહાવીરસ્વામીના જીવનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. માનવ-જીવનના અભ્યાસીએ મહાવીરસ્વામીના જીવનનું અધ્યયન કરવાની પરમ આવશ્યકતા છે. એ મહાપુરૂષના જીવનને આદર્શ બનાવી જે પ્રવૃત્તિ કરવામાં આવે તે નિઃસહ આત્મસિદ્ધિનો માર્ગ સુલભ થઈ જાય. પ્રભુ મહાવીર એકદમ પ્રભુ ન્હોતા થયા; તેઓ પહેલાં લોકિક હતા; અભ્યાસ કરતાં કરતાં જ્યારે પુરૂષાર્થના શિખરે પહોંચ્યા, ત્યારે લોકિક મટી અલોકિક થયા –પ્રભુ થયા. એમના પગલે ચાલવું એ મનુષ–માત્રનું કર્તવ્ય છે. એમનું જીવન નૈતિક, ધાર્મિક અને પારમાર્થિક તના ઉંચા આદર્શોથી ભરપૂર છે. સનાતન સમયથી વર્ણાશ્રમ–પદ્ધતિ જે ચાલી આવી છે, તેના ચીલે ચીલે ભગવાને પોતાની ગતિ લંબાવી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમમાં ક્રમપૂર્વક વિશ્રામ લેતા ભગવાન આખરે પૂર્ણ વિશ્રામી બને છે. [ 2 ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50